રાત્રે સૂતા પહેલા તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવા ના અદભુત ફાયદા

જો તમે રોજ તાંબાના લોટાનું પાણી પીશો તો તમારા સ્વાસ્થ્યને ગજબના ફાયદાઓ મળશે. તેના માટે રોજ રાતે એક સ્વચ્છ તાંબાના લોટામાં પાણી ભરી રાખવું અને બીજા દિવસે સવારે ઊઠીને નરણાં કોઠે એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી પી જવું જોઇએ.

કેટલા કલાક તાંબાના વાસણમાં પાણી રાખવું?

તાંબાના વાસણમાં સંગ્રહિત પાણીને તામ્ર જળના નામથી પણ ઓળખવામાં આવે છે. તાંબાના લોટા જગ કે ગ્લાસમાં ઓછામાં ઓછુ 8 કલાક રાખેલું પાણી પીવું સ્વાસ્થ્ય માટે અમૃત સમાન લાભકારી હોય છે. જેથી આજે અમે તેના ચમત્કારી સ્વાસ્થ્ય ફાયદા વિશે જણાવીશું.

આયુર્વેદમાં તાંબાના પાણીનું મહત્વ:

આયુર્વેદમાં અને નેચરલ થેરાપી કે વડીલો દ્વારા પણ કહેવામાં આવ્યુ છે કે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે. આ પાણીમાંથી એન્ટીઓક્સીડેન્ટ્સ મળે છે. તાંબાના વાસણનું પાણી પીવાથી શરીરની અંદર રહેલાં ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જેને સામાન્ય રીતે વા કફ અને પિત્ત તરીકે ઓળખવામાં આવે છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરના આ ત્રણેય દોષોને નિયંત્રિત કરવાની ક્ષમતા વિકસે છે અને ત્રણેય દોષને કારણે જ શરીર રોગિષ્ઠ બને છે.

તાંબાના વાસણમાં રાખેલા પાણીમાં એન્ટીઇન્ફ્લામેટરી ગુણ હોવાથી તે શરીરનો દુ:ખાવો ખેંચાણ અને સોજાની પ્રોબ્લેમ્સને દૂર કરે છે જે આર્થાઇટિસમાં પણ બેસ્ટ છે.

તાંબાના વાસણમાં રાખેલા પાણીમાં રહેલું એન્ટીએક્સીડેન્ટ અને એન્ટી-કેન્સર તત્વ કેન્સર સામે લડવાની ક્ષમતા વધારે છે. અમેરિકન કેન્સર સોસાયટી મુજબ તાંબુ કેન્સરને શરૂઆતમાં જ રોકવામાં મદદ કરે છે.

પેટની બધી પ્રકારની તકલીફોમાં તાંબાનું પાણી શ્રેષ્ઠ દવા છે. રોજ પીવાથી પેટમાં દુ:ખાવો ગેસ એસિડિટી અને કબજિયાતમાંથી છૂટકોર મળે છે.

શરીરની આંતરિક સફાઇ માટે પણ આ પાણી બેસ્ટ છે આ સાથે જ લીવર અને કિડનીને સ્વસ્થ રાખે છે અને ઇન્ફેક્શનથી પણ બચાવે છે.

તાંબામાં એન્ટીબેક્ટેરિયલ એન્ટીવાયરલ અને એન્ટીઇન્ફલામેટરી ગુણો હોય છે જેનાથી શરીરના આંતરિક અને બાહ્ય ઘા જલ્દીથી રૂઝાઇ જાય છે. અલ્સર પાઇલ્સ ત્વચાના રોગોમાં પણ ફાયદો થાય છે.

તાંબામાં રહેલું એન્ટીએક્સીડેન્ટ વધતી ઉંમરની અસરને ઓછી કરે છે. ફ્રી રેડિકલ્સને વધતાં રોકે છે તેનાથી ત્વચા પર કરચલીઓ ફાઇન લાઇન્સ અને ડાઘ-ધબ્બા સામે રક્ષણ મળે છે.

એનિમિયામાં તાંબાનું પાણી પણ લાભકારક છે. આ આયર્ન એબ્સોર્સ કરવામાં મદદ કરે છે જેનાથી શરીરમાં લોહીની ઉણપ થતી નથી.

ત્વચાને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવા મેલાનિનના નિર્માણમાં તાંબુ મદદ કરે છે. મેલાનિન ત્વચા આંખો અને વાળના રંગમાં આવતા ફેરફાર માટે જરૂરી તત્વ છે.

તાંબાનું પાણી પાચનને મજબૂત બનાવે છે. આ સિવાય નિયમિત તેનું પાણી પીવાથી શરીરમાં વધારાની ચરબી દૂર થાય છે.

તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી હાર્ટ હેલ્ધી રહે છે અને બીપી પણ કંટ્રોલમાં રહે છે આ સાથે જ બેડ કોલેસ્ટ્રોલ લેવલ પણ ઘટે છે.

ત્વચાને શાઇની અને હેલ્ધી રાખવા તાંબાનું પાણી પીવો આ સાથે જ પાણીથી આંખો પર છાલક મારવાથી આંખો હેલ્ધી રહે છે.

તાંબાના વાસણનું પાણી શુદ્ઘ માનવામાં આવે છે. તે પેટમાં ઇન્ફેક્શન પેદા કરતાં બેક્ટેરિયાને ખતમ કરે છે જેનાથી ડાયરિયા કમળો અને અન્ય બિમારીઓ સામે રક્ષણ મળે છે.

શરીરને ઓછી માત્રામાં કોપરની જરૂર હોય છે પણ એ શુદ્ઘ અને એબ્સોર્બ થાય તેવું હોવું જોઇએ. 8 કલાક તાંબાના વાસણના પાણીમાં તાંબાની અસર આવી જાય છે જે કોપરની જરૂરિયાત સરળતાથી પૂર્ણ કરે છે.

Source link —> https://www.vtvgujarati.com/news-details/benefits-of-drinking-copper-vessel-water-in-morning

Share this :