જાણો શ્રાવણ માસમાં આવતા ઉપવાસ નું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

પવિત્ર શ્રાવણ માસનો આરંભ થતા જ આપણે વ્રત, જપ, તપ, પૂજા, અર્ચન, કીર્તન, સત્સંગ અને ઉપવાસમાં લીન થઇએ છીએ. આ માસમાં ઉપવાસનું વિશેષ મહત્વ છે. એ સંદર્ભે આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ શું છે તે જોઇએ.

(૧) સૃષ્ટિના આદ્યદેવજી શંકરની આરાધના કરવાનો શ્રેષ્ઠ માસ એટલે શ્રાવણ માસ. આ ઋતુ ચોમાસાની હોય છે એટલે સ્વાભાવિક રીતે પાચન શકિત થોડી મંદ પડે – વરસાદના માહોલમાં જનજીવન પણ થોડું ઓછું ચેતનવતું, થોડું મંદ પડે ત્યારે આછા અને ઓછા આહારનું વિશેષ મહત્વ. આર્યુવેદ અને આધ્યાત્મમાં સ્વીકારાયેલ છે. આરાધના કરવા માટે ઓછો આહાર શ્રેષ્ઠ છે. તેજ રીતે દીર્ઘાયુષ્ય અને સ્વસ્થ જીવન માટે પણ ‘મીતાહાર’ એટલે કે ઋતુ, કાર્ય, જાતિ, વ્યવસાય અને જીવન લક્ષ્ય મુતાબિક ઇશ્વર સાધના માટે ‘શરીર મેવ ખલુ ધર્મ સાધશ્ય’ અર્થાત આ માનવરૂપી શરીર ને ઇશ્વર પ્રાપ્તિ ‘ઇશ્વર પ્રભિધાન’ માટે પાત્રરૂપ બનાવવા લેવામાં આવેલ સમતોલ આહાર એટલે શ્રાવણ માસમાં ઉપવાસનું મહત્વ છે. આ સાથે તામસિક, બગડેલ, વાસી આહાર પ્રત્યે અરૂચિ રાખી તેનાથી દૂર રહેવાનું સંયમિત મનોબળ કેળવવાનુ પણ યોગ, આર્યુવેદ અને ધાર્મિક શાસ્ત્રોમાં મહત્વ છે.

(ર) ઇશ્વર સ્તુતિમાં લીન રહેવા માટે તેમજ ચોમાસામાં સ્વાસ્થ્ય જાળવવા માટે પાચનમાં હળવા, ઓછા અને સ્વસ્થ રહેવા માટે જરૂરી પોષક તત્વોસભર ફળાહાર. ફળનો આહાર એટલે જ પવિત્ર માસમાં કરાય છે. ઋતુ અનુસારના ફળો, કુદરતી રીતે પકવેલ હોય એ ઇચ્છનીય છે. શકય એટલુ સંયમબળની સ્વયંશિસ્ત અને દઢ મનોબળ દ્વારા ફાસ્ટફુડ અને રોજીંદી ઘટમાળમાંથી થોડું ચિંતન, મનન અને પ્રભુ આરાધના માટે સમયની ફાળવણી ઉપવાસ વખતે વધુ સહજ બને છે એ હેતુ ઉપવાસ પાછળનો છે.

(૩) જેમ જેમ શરીરની વૃદ્ઘિ થતી જાય છે તેમ તેમ જો આહાર પ્રત્યે વૈજ્ઞાનિક અભિગમ કેળવવામાં આવે તો શરીર બીમારીનું ઘર થઇ જાય છે. તેથી જ આપણા શાસ્ત્રોમાં‘અન્ન તેવો ઓડકાર’ ‘જેવું અન્ન તેવુ મન’ અને અને આહાર એજ ઔષધ કહેવામાં આવ્યું છે. ધર્મો પાસના, વ્રત, ઉપવાસ વખતે શરીરના દોષો વિકારો દૂર થાય છે અને શરીર હળવુફુલ થાય છે. હળવુ શરીર સ્ફૂર્તિ સાથે સમગ્ર કામકાજ ઉત્સાહથી કરી શકે છે. ઉપવાસ વખતે એટલે જ અલ્પ આહારનું મહત્વ છે. આ સાથે થતુ ધાર્મિક વાંચન, ચિંતન, કીર્તન મનના વિકારોને પણ દૂર કરે છે. મનને સ્વસ્થ કરે છે અને ધર્મ સાધના માટે તૈયાર કરે છે. ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે જનજીવન થોડું અસ્તવ્યસ્ત થાય છે. સૂર્ય નારાણ દેવની હાજરી પણ ઝાંખી જ નોંધાય છે. જેથી પાચન વધુ પડતુ નબળુ પડે છે. એવા સમયે ઉપવાસનું મહત્વ ધાર્મિક માધ્યમથી લોકો સુધી પહોચાડવાનેં સરળ રહે છે. એટલે જ આપણા ઋષિમુનિઓએ ઉપવાસ જેવી છબી સંકલ્પનાઓને એટલે ધર્મ સાથે જોડી શરીરની સ્વસ્થતાથી પ્રભુભકિતનો માર્ગ કંડાર્યો છે.

Source link —> http://sardargurjari.com/visitorm/mDetailView.aspx?NewsId=54836

Share this :