ડાયાબીટીસ તેમજ કેન્સર જેવા રોગ સામે આ ફ્રૂટ રક્ષણ આપે છે

જે રીતે ઉનાળાની ગરમીમાં કેરી ખાવાની મજા અલગ હોય છે તેવી જ રીતે ચોમાસામાં જાંબુ ખાવાની. જાંબુ બધા લોકો ખાઈ છે પરંતુ શું તેના ગુણો અને ફાયદા વિષે તમે જાણો છો. આજે અમે તમને જાંબુ ખાવના ફાયદા જણાવીશું. જાંબુને દુનિયાભરમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે જેમ કે જમ્બુલ, બ્લેક પ્લમ, જાવા પ્લમ અથવા જેમ્બલેંગ.

ડાયબીટીસમાં જાંબુ મદદરૂપ

ડાયાબીટીસના દર્દીઓ માટે જાંબુ સાથે સાથે તેના ઠળિયા પણ દવા તરીકે ઉપયોગ કરી શકાય છે. દર્દીઓએ રોજ જાંબુ ખાવા ઉપરાંત દરરોજ તેની ઠળિયાનું ચૂરણનું સેવન કરવું. જાંબુમાં મોટા પ્રમાણમાં આયરન હોય છે જે લોહીને સાફ કરવા અને વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત ડાયરિયા, અપચો જેવી પેટ સંબંધી સમસ્યાઓ દૂર કરે છે. વધતા વજનની જેમને સમસ્યા છે તેમના માટે જાંબુ ફાયદાકારક સાબિત થશે. કારણ કે જાંબુમાં ઓછી કેલરી હોય છે એટલા માટે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

કેન્સર સામે બચાવ

જાંબુ કેન્સરની સારવારમાં પણ મદદરૂપ થાય છે. 2005માં સામે આવી એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેન્સર પ્રતિરોધી અને કીમોપ્રિવેન્ટિવ તત્વ હોય છે જે શરીરમાંથી ફ્રી રેડિકલ્સને દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે જાંબુ હ્રદયની બીમારીઓને પણ દૂર રાખે છે.

આ લોકોએ ન ખાવા જોઈએ જાંબુ

જે લોકોને બ્લ્ડ ક્લોટ, શ્વાસ સંબંધી બીમારી અથવા હાઈપોગ્લાઈસિમિયા છે તેમણે જાંબુ ન ખાવા. કેમ કે જાંબુમાં ક્લોટિંગ તત્વ હોય છે એટલા માટે જાંબુનું સેવન કરવું નહીં. ડાયાબીટીસથી પીડાતા લોકો પણ સીમિત માત્રામાં જ જાંબુનું સેવન કરવું.

Source link —> https://www.iamgujarat.com/health-news/benefits-of-jamun-black-plum-or-jambul-440480/

Share this :