જમ્યા પછી નિયમિત વરિયાળી નું સેવન કરવાથી થશે આટલા ફાયદા

વરિયાળીનો ઉપયોગ ઘરમાં કરવામાં આવે છે અને તેની તાસીર ઠંડી હોય છે. વરિયાળીમાં કેલ્શ્યિમ, સોડિયમ, આયરન અને પોટેશિયમ જેવા ખનિજ તત્વ રહેલા છે. તે સિવાય તેની સુગંધ પણ ખૂબ સારી હોય છે અને તાજગીનો અનુભવે કરાવે છે. પરંતુ જમ્યા બાદ તમને મુખવાસ તરીકે વરિયાળી આપવામાં આવે છે. સામાન્ય રીતે ભોજન બાદ વરિયાળી ખાવાની પસંદ કરે છે. આખરે પાચન માટે તે ફાયદાકારક હોય છે. જો તમે પણ વરિયાળી ખાવાનું પસંદ કરો છો તો આવો જોઇએ તેના સેવનથી થતા કેટલાક ફાયદાઓ…

– ભોજન કરીને 30 મિનિટ બાદ રોજ વરિયાળી ખાવાથી કોલેસ્ટ્રોલ કાબૂમાં રહે છે.

– પાંચ-6 ગ્રામ વરિયાળી ખાવાથી લીવર અને આંખોની દ્રષ્ટિ સારી રહે છે. અપચા સંબંધી સમસ્યામાં વરિયાળી ઉપયોગી છે.

– ઘણા લોકોને ભોજન બાદ અપચાની સમસ્યા રહે છે જેથી તેલ વગર તવા પર શેકેલી વરિયાળીથી અપચાની સમસ્યાથી રાહત મળે છે અને લાભ થાય છે.

– બે કપ પાણીમાં વરિયાળી ઉમેરીને ઉકાળી લો અને તેને પીવાથી કફ તેમજ અપચાની સમસ્યાથી રાહત મળે છે.

– આજકાલ લોકો અસ્થમાની સમસ્યાથી પીડાતા હોય છે અને તે સિવાય વાતાવરણ બદલાવવાના કારણે ઉધરસ થવા પર પણ વરિયાળી ખૂબ ફાયદાકારક છે.

– કેટલીક વખત ઘણી મહિલાઓને પીરિયડ્સને લગતી સમસ્યા હોય છે. તો ગોળની સાથે વરિયાળી ખાવાથી પીરિયડ્સ નિયમિત રીતે આવે છે.

– વરિયાળીના પાવડરને ખાંડ સાથે બરાબર પ્રમાણમાં મિક્સ કરીને સેવન કરવાથી પગ અને હાથમાં થતી બળતરા દૂર કરી શકે છે.

Source link —> http://sandesh.com/health-excellent-benefits-of-eating-fennel-after-eating-remove-disease/

Share this :