જાણો ડાબા પડખે સુવાથી કિડની અને લીવર જેવી બીમારી દૂર થશે અને બીજા ફાયદા

સૂઇ જવું એ આપણી દિનચર્યાનો એક બહુમૂલ્ય અંગ માનવામાં આવે છે. સૂતા સમયે આપણે જે પણ પોઝિશનમાં સૂઇ જઇએ છીએ તેની અસર આપણા શરીર પર પણ થાય છે. વ્યક્તિ એક જ પડખે સૂઇ રહેવું અશક્ય છે. તમને જે પડખે સૂવાથી આરામ મળે છે તે પડખે તમે સૂઇ શકો છો. પરંતુ શુ તમે જાણો છો કે ડાબા પડખે સૂવાથી તમને અઢળક ફાયદા થઇ શકે છે.

– ડાબા પડખે સુવાથી પેટ સંબંધી રોગો, થાક, પેટનું ફૂલવું, મળત્યાગ વગેરે સમસ્યાઓમાં ઘટાડો થાય છે.

– ડાબા પડખે સૂવાથી હૃદય અને પેટ પર દબાણ આવતું નથી. જેથી હૃદયને પુરતું લોહી પહોંચી શકે છે.

– ડાબા પડખે ઊંઘવાથી સ્વાદુપિંડ સરળતાથી કાર્ય કરી શકે છે, આથી પાચન શકિત મજબૂત બને છે. તે સિવાય પાચનની સમસ્યા હોય છે તે લોકોને ડોક્ટર પણ ડાબા પડખે સૂઇ જવાની સલાહ આપે છે.

–ડાબા પડખે સુવાથી ગુરુત્વાકર્ષણના નિયમને આધારે ભોજન નાના આંતરડામાંથી મોટા આંતરડા તરફ પસાર થાય છે આથી પાચન થતા દસ્ત સાફ અને સંપૂર્ણ આવે છે.

– તે સિવાય ડાબા પડખે સૂઇ જવાથી પિત્તની મુશ્કેલીઓથી બચી શકાય છે. તેમજ એસીડીટી અને બળતરાની સમસ્યા પણ થતી નથી.

– ડાબા પડખે સુવાથી ચરબી એકઠી થતી નથી અને મેદસ્વીતાથી દુર રહી શકાય છે. આમ ડાબા પડખે સુવાના અનેક લાભો છે.

– ડાબા પડખે સૂવાથી કિડની અને લીવર યોગ્ય રીતે કામ કરે છે. તેમજ ડાબા પડખે સૂવાથી હૃદય પર દબાણ ઓછું પડે છે કારણકે તે સમયે હૃદય સુધી લોહીનું સપ્યાલ યોગ્ય પ્રમાણમાં થાય છે. જેથી હૃદય સ્વસ્થ રહેશે તો લોહી અને ઓક્સિજનનું સપ્લાય સહેલાઇથી શરીર અને દીમાગ સુધી પહોંચે છે.

– આ પોઝિશનમાં સૂઇ જવા પર પેટનું એસિડ ઉપરની જગ્યાએ નીચે તરફ જાય છે. જેનાથી એસીડિટી અને છાતીમાં થતી બળતરા પણ ઓછી થાય છે.

Source link —> http://sandesh.com/health-benefits-of-lest-side-sleeping/

Share this :