જાણો R.O નું નહીં પણ માટલાનું પાણી પીવાથી રહેશો આટલી બીમારીઓ થી દૂર

ગરમીની શરૂઆત થતાની સાથે ઘણા ઘરોમાં સ્ટીલ, તાંબાના ઘડા હટાવીને માટીના માટલામાં પાણી ભરવાનું શરૂ કરી દે છે. આખરે ગરમીમાં ઠંડા પાણીની સૌથી વધારે જરૂરિયાત હોય છે. માટીના માટલામાં ભરેલું પાણી માત્ર ઠંડુ જ નથી થતું પરંતુ તેનાથી સ્વાસ્થ્યને લગતા અઢળક લાભ પણ થાય છે. તો આવાો જોઇએ માટલાનું પાણી પીવાથી કયા કયા લાભ થાય છે.

– માટલાનું પાણી પ્રાકૃતિક રીતે ઠંડું થાય છે. જ્યારે ફ્રીઝનું પાણી ઇલેક્ટ્રીક પાવરની મદદથી ઠંડુ થાય છે. પરંતુ એક મોટો ફાયદા એવો પણ છે. જેમા વીજળીની બચત પણ થાય છે.

– તેમા મૃદાના (માટી) ગુણ પણ હોય છે. જે પાણીની અશુદ્ધિઓને દૂર કરે છે અને લાભદાયી મિનરલ્સ પ્રદાન કરે છે. શરીરને ઝેરી તત્વોથી મુક્ત કરીને તમારી પ્રતિરક્ષા પ્રણાલીને યોગ્ય બનાવવામાં આ પાણી ફાયદાકારક હોય છે.

– ફ્રીઝના પાણી કરતા માટલાનું પાણીનું ખૂબ ફાયદાકારક હોય છે કારણકે તેને પીવાથી કબજિયાત અને ગળુ ખરાબ થવા જેવી સમસ્યાઓ થતી નથી. તે સિવાય તે શરીરને પણ ઠંડક આપે છે.

– આ પાણીનું પીએચ સંતુલન યોગ્ય હોય છે. માટીના ક્ષારીય તત્વ અને પાણીના તત્વ મળીને યોગ્ય પીએચ બેલેન્સ બનાવે છે. જે શરીરને કોઇપણ રીતે નુકસાન થવાથી બચાવે છે અને સંતુલન બગડવા દેતા નથી.

– માટલાનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેનું તાપમાન સામાન્યથી થોડૂંક ઓછું હોય છે. જે ઠંડક આપે છે અને પાચનની ક્રિયાને સારી બનાવવામાં મદદ કરે છે. તેને પીવાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર પણ વધે છે.

Source link —> http://sandesh.com/why-should-we-drink-clay-pot-in-the-summer-know-the-best-benefits/

Share this :