જાણો આ વખતે 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કેવી રહેશે ?

ભારતદેશના નાગરિક તરીકે ગૌરવ લેવાનો દિવસ એટલે આપણો સ્વતંત્રતા દિવસ. 200 વર્ષોની ગુલામી અને જોહુકમી ની સાંકળ માંથી મહામહેનતે વિવિધ પ્રકારના પ્રયત્નો અને જુલ્મો સહન કરી સ્વતંત્રતાસેનાનીઓ ભારત દેશને 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી અપાવી અને આવતી પેઢીને ગુલામીના પંજામાંથી છુટકારો અપાવ્યો પણ એનાં માટે સ્વતંત્રતાસેનાનીઓ અને ક્રાંતિકારીઓ ઘણી મોટી કિંમતો ચૂકવી જેનો ખ્યાલ ભારતના દરેક નાગરિકને છે અને તેઓ આ બાબતમાં હંમેશા ગૌરવ અનુભવે છે. માટે ભારત દેશના નાગરિક માટે આખા વર્ષમાં સૌથી મહત્વનો તહેવાર આ દિવસ કહી શકાય.

ભારતદેશનો 73મો સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ 2019ના રોજ યોજવાનો છો ત્યારે દિલ્હીમાં આ કાર્યક્રમને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ભારતના પ્રધાનમંત્રી દ્વારા આ દિવસે લાલ કિલ્લા ખાતે ધ્વજવંદન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેના ભાગરૂપ દિલ્હી ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સાથોસાથ દિલ્હીની દરેક સરકારી અને અર્ધસરકારી ઇમારતને શણગારવામાં આવી રહી છે, લાઈટોથી આકર્ષક રીતે તેમને ઝગમગાવવા માટે તૈયારીઓ થાય છે..

ઉત્તર દિલ્હી લોકસભા ક્ષેત્રની દરેક સ્કૂલના બાળકો સ્વતંત્રતા દિવસના રોજ વર્તમાન રાષ્ટ્રપતિશ્રી અને પ્રધાનમંત્રીશ્રી ના ચિત્રો લઈ ને ઉભા કાર્યક્રમમાં ઉભા રહેશે એવુ આયોજન કરવામાં આવ્યું છે.

ભારતના રાષ્ટ્રપતિશ્રી પણ નાગરિકોનું સંબોધન કરશે અને માનીનીય પ્રધાનમંત્રીશ્રી ના હસ્તે લાલકિલ્લા ખાતે ધ્વજવંદન થશે અને તેઓ પણ ભારતદેશ ના નાગરિકોનું સંબોધન કરશે..

આ વર્ષે પ્રધાનમંત્રીશ્રી દ્વારા ટ્વિટર પર સ્વતંત્રતા દિવસની ઉજવણી કઇ રીતે થવી જોઈએ તેના માટે સલાહસુચન પણ માંગવામાં આવ્યા હતાજે એક સારું પગલું કહી શકાય

સાથે ભારતની સરકાર દ્વારા એક પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન પણ થયું હતું જેમાં વિષય હતો, ‘ચેન્જીનગ ફેસ ઓફ ઇન્ડિયા- ઇન્ડિપેન્ડેન્સ ડે 2019 ‘

જેમાં ભારતભરથી પોતાના દ્વારા બનાવામાં આવેલા પોસ્ટરો બનાવી મોકલ્યા હતા જેનું પરિણામ સ્વતંત્રતા દિવસના રોજ જાહેર થવાનું છે આ સ્પર્ધામાટે કોઈ પણ ઉંમરનો બાંધ્ય ના હતું.

આમ દિલ્હી ઉપરાંત દેશના દરેક રાજ્યમાં અને તેમના મુખ્ય શહેરોમાં આ દિવસને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી હશે. શાળાઓ અને કોલેજોમાં વિવિધ કાર્યક્રમોના આયોજન જેવા કે નૃત્યનાટીકા, શૌર્યગીત સ્પર્ધા, કવિ સંમેલનો, ધ્વજવંદન કાર્યક્રમ સાથે વકતૃત્વ સ્પર્ધા થઈ રહ્યા હશે અને યુવાનો તથા બાળકો હોંશભેર આ કાર્યક્રમોમાં ભાગ લેવાના હશે.

આમ વિવિધ પ્રકારની ઉજવણીના ભાગરૂપ કોમીએખલાસ જોવા મળશે અને આ એકતાએ જ આ તહેવારનો ઉદ્દેશ્ય સાર્થક કરશે કે આપણે બધા એકજ દેશનાવાસી છે.

પેલી પંક્તિઓ છે ને કે
“હિન્દદેશ કે નિવાસી સભી જન એક હૈ
રંગ રૂપ વેશ ભાષા ચાહે અનેક હૈ”

Source link —> https://m.dailyhunt.in/news/india/gujarati/satya+day-epaper-satdgu/kevi+raheshe+73ma+svatantrata+divasani+ujavani-newsid-130099086

Share this :