ચોમાસામાં રોગો થી દૂર રહેવા માટે આ પ્રકારનો ખોરાક લેવો ફાયદાકારક રહેશે

ચોમાસુ એટલે ભેજ..પાણી અને કીચડ.
આ ઋતુમાં આપણી આસપાસની દરેક વસ્તુ પર કીટાણુઓ હોય છે. તેથી આપણે ચોમાસમાં જલ્દી બીમાર પડીએ છીએ. ચોમાસામાં શરીર સાથે ખાવાપીવાની વસ્તુઓને લઈને પણ ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે.

ચોમાસામાં ખૂબ જ હળવો ખોરાક ખાવો જોઈએ કારણ કે
ઋતુમાં જઠરાગ્નિ નબળો પડે છે. વાદળો અને ભેજને કારણે શરીરના દોષોમાં બેલેન્સ રહેતુ નથી.

સામાન્ય રીતે આપણે જ ખોરાક કાયમ લેતાં હોઇએ તે ખોરાક આ ઋતુમાં પણ લઇએ છીએ, પણ ઋતુના ફેરફારના કારણે નબળો પડેલ જઠરાગ્નિ, ખોરાકને બરાબર પચાવી ના શકવાને કારણે આમદોષ પેદા થાય છે અને તે પિત્તને ઝડપથી બગાડીને એસિડીટી, તાવ, માથાનો દુ:ખાવો, શીળસ વગેરે સમસ્યાઓ પેદા કરે છે, માટે જ, મોટાભાગના ધાર્મિક તહેવારો-ઉપવાસ- નિયમો આ સમયગાળામાં આપતાં હશે ને ?

શુ ખાવુ જોઈએ ?

-તાવ, શરદી, એસિડિટી જેવા રોગોથી બચવા માટે, તાજો રાંધેલો, ઘરનો ખોરાક લેવો.
– ખોરાકને 10% ઓછો લેવાથી સરળતાથી પચી જાય છે. તાવ આવે ત્યારે હલકો પ્રવાહી ખોરાક અને સંપૂર્ણ શારીરિક અને માનસિક (લેપટોપ, મોબાઇલ, ફોનને દૂર રાખવા) આરામ અત્યંત જરૂરી છે.
– સિઝન પ્રમાણેનાં પાકા મીઠાં ફળો, સફરજન, દાડમ વગેરે લેવાં.

શુ ન ખાવુ જોઈએ ?

-ચોમાસામાં તંદુરસ્ત રહેવા માટે અતિશય મસાલેદાર, ભારે મેંદા વાળો ખોરાક જેમ કે પાંવભાજી, પિઝા, રસગુલ્લા, દાબેલી વગેરે ન ખાવાં
અતિશય મસાલેદાર, ભારે મેંદા વાળો ખોરાક જેમ કે પાંવભાજી, પિત્ઝા, રસગુલ્લા, દાબેલી વગેરે ન ખાવાં. બહારના ભોજનને ‘ના’ પાડવી. વાસી ખોરાક : અત્યારનાં ઓવન અને પેકિંગના જમાનામાં વાસી ખોરાકને ઓળખવો મુશ્કેલ છે, માટે થોડા સજાગ રહીને વાસી ખોરાકને અને તેના દ્ધારા Toxinsને તમારા પેટમાં જતાં રોકો.
– પાણી ઉકાળીને પીવું.
– આ ઋતુમાં પ્રવાસ જવાનુ પણ ટાળવુ જોઈએ

Source link —> http://gujarati.webdunia.com/article/gujarati-health-tips/health-care-in-monsoon-119080500002_1.html

Share this :