જાણો આ રીતે દેશી ઘી થી કોલેસ્ટ્રોલ ઓછું કરી શકાય અને હદય પણ રહેશે સ્વસ્થ

ખાસ કરીને લોકોને લાગે છે કે દેશી ઘી ખાવાથી ચરબી વધે છે અને વજન વધે છે. તેની સાથે જ હૃદયથી જોડાયેલી કેટલીકત બીમારીઓ પણ થાય છે. જોકે, ઘણા લોકો તેને ખાવાના સ્વાદ વધારના હેતુંથી ક્યારેક ખાઇ લેશે. પરંતુ આ દરેક એક વ્હેમ છે. વિટામીનથી ભરપૂર દેશી ઘી ન ફક્ત સ્વાસ્થ્ય માટે પરતું સ્કિન અને વાળ માટે પણ ફાયદાકારક હોય છે. આયુર્વેદ મુજબ દેશી ઘી પિત્તનુ શમન કરે છે. ઠંડીમાં તેના સેવનથી વિશેષ લાભદાયી માનવામાં આવે છે. રોજ એક ચમચી ઘી ખાવાથી શરીરીને ઘણા ફાયદા થાય છે.

– એક ગ્લાસ નવશેકા દૂધમાં ગાયનું ઘી મિક્સ કરીને પીવાથી થાક અને કમજોરી દૂર થાય છે. તે સિવાય ગાયનું ઘી રાત્રે સૂતા પહેલા હળવું નવશેકું ગર કરી એક-એક ટીંપા નાકમાં નાખવા જોઇએ, જેથી નસકોરાની સમસ્યા દૂર થાય છે.

– સાંધાના દુખાવો રહેતો હોય તે લોકો માટે દેશી ઘી ખૂબ ફાયદાકારક છે. સાંધા પર ઘીથી માલિશ કરવા પર સોજો ઓછા થવા લાગે છે.

– એક ચમચી ગાયમના ઘીમાં અડધી ચમચી કાળામરી મિક્સ કરીને ખાલી પેટે તેમજ રાત્રે સૂતા સમયે ખાઓ. તેનાથી આંખોની રોશની વધશે.

– દેશી ઘીનું સેવન કરવાથી કેટલીક બીમારીઓ દૂર રહે છે. તે સિવાય તે હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેનાથી કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે.

– ઘીમાં બ્યુટિરિક એસિડ વધારે પ્રમાણમાં રહેલું છે. તે સિવાય વધારે દેશી ઘીમાં સરળતાથી વિઘટિક થનારા સેચુરેડેડ ચરબી હોય છે. દેશી ઘી આ તત્વોની જગ્યાએ વનસ્પતિ ઘી, તેલની તુલનામાં સહેલાઇથી પચી શકે છે.

– દેશી ઘીમાં એન્ટી કેન્સર, એન્ટી વાયરલ ગુણ હોય છે. બાળકો,વૃદ્ધ કે દવાન દરેક લોકો માટે દેશી ઘી ફાયદાકારક માનવામાં આવે છે. તેમા રહેલા વિટામીન અને પોષક તત્વલ હાડકાને મજબૂત બનાવે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.

– ઘીમાં એન્ટી-ઓક્સડેન્ટ ગુણ રહેલા છે જેનાથી ચહેરામાં ચમક આવે છે. ચહેરા પર દેશી ઘીથી મસાજ કરો. તેનાથી ત્વચા મુલાયમ થશે.

Source link —> http://sandesh.com/health-cholesterol-heart-disease-deshi-ghee/

Share this :