જાણો ભારત માં આવેલા તરતા મંદિર વિષે અને તેની પૌરાણિક કથા

તમને જાણી ને આશ્ચર્ય થશે કે ભારત માં એક એવું મંદિર પણ છે જે હવા માં જુલી રહ્યું છે.કહેવામાં આવે છે કે આ મંદિર એજ જગ્યા એ સ્થિત છે જ્યાં રાવણ અને જટાયુ નું યુદ્ધ થયું હતું.આ મંદિર આંધ્રપ્રદેશ ના અનંતપુર જિલ્લામાં આવેલું છે.આ મંદિર ની અંદર નારાયણ,મહાદેવ અને વિરભદ્ર ના ત્રણ અલગ અલગ મંદિર પણ સ્થિત છે.

લેપાક્ષી મંદિર

હવે પ્રશ્ન એ થાય છે કે આ મંદિર હવામા કેવી રીતે જુલી શકે છે.જ્યારે એક બ્રિટિશ કારીગરે જાણવાની કોશિશ કરી કે આ મંદિર હવામાં કેવી રીતે જુલી શકે છે અને તેના થાંભલાઓ ને ખોદવાની શરૂઆત કરી ત્યારે એક ચોંકાવનારું દ્રશ્ય સામેં આવ્યું કે આ મંદિર નિરાધાર હવામાં જુલી રહ્યું છે.

અહીં આવનારા શ્રધ્ધાળુ ઓ નું એ માનવું છે કે આ મંદિર ની નીચે થી પથ્થર કાઢવાથી ઘર માં સુખ શાંતિ આવે છે.આ મંદિર વિશે ની બીજી માન્યતા છે કે આ મંદિર નું નિર્માણ અગસ્ત મુનિ એ કરાવ્યું હતું.

મંદિર ની નજીક માજ નંદીજી ની પથ્થર થી બનેલી એક વિશાળ પ્રતિમા છે.જે 27 ફિટ લાંબી અને 4.5 ફિટ ઉંચી છે.મંદિર માં એક ભવ્ય નાગ લિંગ પણ ઉપસ્થિત છે તેના પર વિશાળ શેષનાગ ની પ્રતિમા પણ છે.મંદિર માં જ એક સ્થાન માં પ્રભુ શ્રી રામ ના પદ ચિહ્નો પણ છે.જોકે કેટલાક લોકો નું એવું માનવું છે કે એ પદચિહ્ન માતા સીતાના છે.

પોતાની પ્રાચીન માન્યતા અને સુંદર સ્થાપત્ય કલા ને કારણે આ મંદિર પ્રવાસીઓ નું કેન્દ્ર છે.ભારત માં એવી ઘણી પૌરાણિક કથાઓ કહેવામાં આવી છે કે જેના પુરાવાઓ હજી પણ આ ધરતી ઉપર મોજુદ છે.રામાયણ કાળ માં જ્યારે રાવણ માતા સીતાનું અપહરણ કરી ને લંકા લઈ જઈ રહ્યો હતો ત્યારે તેની પુકાર સુણી ને ગીધરાજ જટાયુ તેમની રક્ષા કરવા માટે રાવણ સાથે યુદ્ધ કર્યું હતું,ત્યારબાદ ભગવાન રામે રાવણ નો વધ કરી ને સંસાર માં ધર્મ ની સ્થાપના કરી હતી.

Source link —> https://gujjudhamal.com/hanging-temple-lepakshi-india/

Share this :