જાણો એલચીના બે દાણા ખાવાથી થશે તમારા શરીર ને અઢળક ફાયદાઓ
ઇલાયચી એક એવો મસાલો છે જે દરેક ભારતીય રસોઇમાં ઉમેરવામાં આવે છે. તેનો ઉપયોગ ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવા માટે કરવામાં આવે છે. તે દેખાવમાં ભલે નાની હોય પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.તેમે ખાવાથી પથરી, ગળાની સમસ્યા, કફ, ગેસ, ટીબી સહિતની સમસ્યાઓ દૂર થાય છે. તે સિવાય ઉલટી, પીત, રક્ત રોગ,હૃદય રોગ જેવી સમસ્યાઓથી રાહત મળે છે. આવો જોઇએ ઇલાયચીથી થતા ફાયદા અંગે..
મોંમાંથી આવતી દુર્ગંધ દૂર કરે
બ્રશ કર્યા પછી પણ કેટલાક લોકોના મોંમાંથી દુર્ગંધ આવતી રહે છે. દુર્ગંધ દૂર કરવા માટે તે લોકો કેટલાક પ્રકારના માઉથ ફ્રેશનરનો ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી કોઇ ફાયદો થતો નથી. એવામાં તમે ફક્ત એક ઇલાયચી તમારા મોંમાં રાખો. તેને ખાવાથી શ્વાસની દુર્ગંધ દૂર થઇ જશે.
પાચનતંત્ર મજબૂત કરે
આજકાલ કેટલાક લોકો એવા છે જે કમજોર પાચન તંત્રની સમસ્યાથી પરેશાન છે. કમજોર પાચન તંત્ર પેટથી સંબંધિત કેટલીક સમસ્યાઓને આમંત્રણ આપે છે. એવામાં સ્વસ્થ રહેવા માટે ઇલાયચીનું સેવન કરો. ઇલાયચીમાં રહેલા ગુણ કબજિયાતથી રાહત અપાવવાની સાથે પાચન તંત્ર મજબૂત કરે છે.
ગળાની ખરાશ દૂર કરે
ગળુ છોલાઇ ગયું હોય તો ગરમ પાણીની સાથે લીલી ઇલાયચી, એક નાનો ટૂકડો આદુ, એક લવિંગ અને 3-4 તુલસીના પાન એક સાથે ખાઓ. આમ કરવાથી ગળામાં થતા બળતરા અને દુખાવો દૂર થાય છે.
મોંમાં થયેલા ચાંદા
મોમાં વારંવાર ચાંદા થવાથી પરેશાન છો તો મોટી ઇલાયચીના દાણાને બારીક પીસીને તેમા ખાંડ ઉમેરીને ચાંદા પર લગાવવાથી જલદી રાહત મળશે.
Source link —> http://sandesh.com/health-benefits-of-cardamom-for-health-disease-breath-smell/