જાણો મહાદેવના મંદિર મા નંદીના કાનમા કહેવામા આવતી મનોકામના વિષેનું રહસ્ય !!

આખા ભારત મા ઘણા તેહ્વારો ઉજવવા મા આવતા હોય છે તેમાં સૌથી વધારે પૂજા-પાઠ શ્રાવણ માસ તેમજ નવરાત્રી મા કરવામાં આવે છે. આ શ્રાવણ માસ ભગવાન ભોલાનાથ ને સમર્પિત છે અને નવરાત્રી દરમિયાન માં શક્તિ ના નવ સ્વરૂપો ની આરધના કરવામાં આવે છે. આ શ્રાવણ માસ મા ભગવાન ભોલાનાથ દરેક ની મનોકામના પૂર્ણ કરે છે. તેમજ આ માસ માં જ સોમવાર ના દિવસે ‘રુદ્રાભિષેક’ નો વધુ મહત્વ છે જેથી શિવ કૃપા પ્રાપ્ત થઇ શકે.

રુદ્રાભિષેક કર્યા બાદ બિલિપત્ર, સમીપત્ર, પુષ્પો અને દુર્વા ભગવાન ને સમર્પિત કરવાનું પણ એક અનેરું મહત્વ છે આનાથી ભગવાન પ્રસન્ન થાય છે.આ સિવાય ભગવાન શંકર ને ભાંગ, ધતુરો તેમજ શ્રીફળ નો ભોગ ધરવામાં પણ આવે છે. આ વર્ષે શ્રાવણ માસ ૨૮ જુલાઇ થી શરૂ થાય છે અને પેહ્લો સોમવાર ૩૦ જુલાઈ એ આવશે. આપળે જયારે શિવ મંદિરે જઈએ છીએ તો જોઈએ છીએ કે ઘણા લોકો નંદી ના કાન મા પોતાની મનોકામના કેહતા હોય છે.

તો ચાલો જાણીએ આ રસપ્રદ વાત વિષે નું મહત્વ:

કોઇપણ વ્યક્તિ જ્યારે મંદિર મા જાય છે તો ભગવાન ભોલાનાથ ની સામે નંદીશ્વર બેઠેલા હોય છે. ભગવાન ના દર્શન કર્યા બાદ દરેક વ્યક્તિ આ નંદી ના કાન મા પોતાની મનોકામના કહે છે. તો શું તમે ક્યારેય આ વિચાર્યું છે કે ભગવાન સામે નંદીશ્વર ને કેમ બેસાડવામાં આવે છે તેમજ દરેક ઈચ્છા પૂર્તિ ની વાત તેમના કાન મા કેમ કેહવામાં આવે છે? તો ચાલો જાણીએ આ પ્રશ્ન ના જવાબ વિષે.

એક પૌરાણિક કથા મુજબ શિલાદ ઋષિએ બ્રહ્મચર્ય નું પાલન કરી કઠોર તપ મા જીવન વિતાવવાનું નક્કી કર્યું અને તે સમાધિ મા બેસી ગયા. આ જોઈ તેમના માતા-પિતા ચિંતિત હતા કે તેમનો વંશવેલો કી રીતે આગળ વધશે તેથી તેમણે પોતાના પુત્ર શીલાદ ને આ ચિંતા નું કારણ જણાવવા નો પ્રયાસ કર્યો પરંતુ તપ મા વ્યસ્ત હોવાથી શિલાદ ગૃહસ્થાશ્રમ મા નોતા જવા માંગતા. એટલા માટે તેમને સંતાનપ્રાપ્તિ માટે ઇન્દ્રદેવ ને તપ થી પ્રસન્ન કરી અજરામર હોય તેવા પુત્ર ની કામના કરી. જે જન્મ અને મૃત્યુ ના બંધન માંથી મુક્ત હોય.

આ ઈચ્છા વરદાન આપવા મા દેવેન્દ્ર અસમર્થ હતા જેથી તેમને સૂચવ્યું કે હે શીલાદ ઋષિ તમે ભગવાન ભોલાનાથ ને પ્રસન્ન કરો. શીલાદ ઋષિએ તેવું જ કર્યું અને પોતાના કઠોર તપ થી ભગવાન ભોલાનાથ ને પ્રસન્ન કર્યા ભગવાન શિવે તેમને પોતે પુત્ર સ્વરૂપે જન્મશે તેવું વરદાન આપ્યું. સમય વીતતો ગયો અને એક દિવસ જમીન ની ખેડ કરતા સમયે ઋષિ ને એક બાળક જમીન માંથી મળ્યો અને તેનું નામ નંદી રાખવામાં આવ્યું.

સમય જતા બાળક મોટું થયું અને ભગવાન ભોલાનાથ ના આદેશ અનુસાર બે મુની મિત્ર અને વરુણ નંદી ના આશ્રમે જઈ ભવિષ્યવાણી કરી કે નંદી અલ્પાયુ છે. આ વાત ની જાણ નંદી ને થતા તે મૃત્યુ ને જીતવા અને અમર થવા માટે વન મા શિવ આરાધના માટે નીકળી ગયા અને કઠોર તપ ચાલુ કર્યો.

નંદી ના કઠોર તપ થી ભગવાન ભોલાનાથ પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે હે નંદી આજ થી તમે મૃત્યુ ના ભય થી મુક્ત, અજરામર છો. તો આ રીતે નંદી નંદીશ્વર થઈ ગયા એન ત્યારબાદ તેમના લગ્ન મરુતો ની પુત્રી સુયશા સાથે કરવામાં આવ્યા. ભગવાન ભોળાનાથે આશિષ આપ્યા કે જ્યાં એમનું નિવાસ હશે ત્યાં નંદી નો પણ નિવાસ હશે અને ત્યારબાદ થી આજ સુધી દરેક શિવાલય મા ભગવાન ની સામે નંદીશ્વર ની સ્થાપના કરવામાં આવે છે.

Source link —> http://www.janvajevu.com/mahadevni-nandin-kanma-bolvama-aavel-manokamna-fale-che/

Share this :