જમતી વખતે ખાવો જોઈએ ગોળ આટલી બીમારીઓથી કાયમ મળશે છુટકારો

ભારતમાં ખાસ કરીને લોકો ભોજન બાદ ગોળ ખાવાનું પંસંદ કરે છે. પરંતુ શુ તમે જાણો છો કે સ્વાદની સાથે-સાથે તેમાં સ્વાસ્થ્યને લગતા કેટલાક ફાયદા રહેલા છે. ગોળ તમારા પેટથી સંબંધિત બીમારીઓને દૂર કરે છે. તેનાથી પાચનતંત્ર મજબૂત બને છે અને ત્વચામાં પણ ચમક આવે છે. તો આવો જોઇએ ગોળ કઇ રીતે ફાયદાકારક છે.

• ગોળ પાચનતંત્રને મજબૂત બનાવે છે. તેને ખાવાથી પેટમાં ગેસ થતો નથી અને કબજિયાતની સમસ્યા પણ દૂર રહે છે.

• આદુની સાથે ગોળનું સેવન કરવાથી ગળાની ખરાશ દૂર થાય છે.

• ગોળ આપણા લોહીમાંથી હાનિકારક ટોક્સિનને બહાર નીકાળે છે અને શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય બનાવે છે. જેથી આપણું લિવર સ્વસ્થ રહે છે

• તેમા ભરપૂર પ્રમાણમાં આર્યન રહેલા છે. એનિમિયાથી ગ્રસ્ત લોકો માટે ગોળ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

• જ્યાકે પણ તમને થાકનો અનુભવ થાય છે તો તમે ગોળ ખાઇ લો. ગોળ તમારા શરીમાં ઉર્જા પ્રદાન કરે છે.

• ગોળમાં એન્ટી એલર્જિક ગુણ રહેલા છે. જેના કારણે તે અસ્થમા રોગીઓ માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેમ ગોળ અને તલના લાડૂ બનાવીને પણ ખાઇ શકો છો. સાથે તે શરીરના તાપમાનને પણ નિયંત્રિત કરે છે.

• પીરિયડ્સ દરમયિાન મહિલાઓને પેટમાં સખત દુખાવો થાય છે. તેમજ તે વારંવાર ચિડાઇ જાય છે. ગોળનું સેવન કરવાથી ચિડિયાપણું દૂર કરી શખો છો તેમજ દુખાવાની સમસ્યાથી પણ રાહત મળી શકે છે.

• ગોળને ઘીની સાથે ગરમ કરીને ખાવાથી તેનાથી કાનનો દુખાવો છૂમંતર થઇ જશે.

• ગોળમાં સોડિયમ અને પોટેશિયમ રહેલા છે. જે શરીરમાં એસિડના પ્રમાણને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જેના કારણે બ્લડ પ્રેશર પણ નિયંત્રિત રહે છે.

• ગોળમાં એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલ્સ રહેલા છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. તેના સેવનથી શરદી ઉધરસ જેવી બીમારીઓથી રાહત મળે છે.

Source link —> http://sandesh.com/benefits-of-jeggary-health-disease/

Share this :