જાણો રોજ સવારે એક મુઠ્ઠી ફણગાવેલા ચણા ખાવાથી આ રીતે રેહશો સ્વસ્થ

ફણગાવેલા ચણાના ફાયદા અંગે તમે અનેકવાર સાંભળ્યું હશે. ઈમ્યુન સિસ્ટમ નબળી હોય કે પછી તમે જલદી બીમાર પડી જતા હોવ તો આ ફણગાવેલા ચણાનું સેવન તમને ફાયદો કરાવશે. તેનાથી ઈમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સાથે સાથે સિઝનલ બીમારી જેવી કે શરદી, વાયરલ વગેરેમાં પણ ફાયદો થશે. ફણગાવેલા ચણામાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, આયર્ન, મિનરલ, અને વીટામિન્સ વધુ માત્રામાં હોય છે.

ચણાને એકદમ ચાવીને ખાવાથી તેના ઘણા ફાયદા થાય છે. ચણા ખૂબ જ પૌષ્ટિક છે. તે પચવામાં હળવા, ઠંડા, રંગ સુધારનાર અને બળવર્ધક છે. ચણાનું સેવન કમળો, માથાનો દુ:ખાવો, રક્તપિત્ત, કફરોગ, પિત્તરોગ રાહત થાય છે તેમજ ચણામાં વધારે પડતું આર્યન હોય છે.

સવારના નાસ્તામાં રોજ પલાળેલા ચણા ખાવાથી સુંદરતા વધે છે તેમજ મગજનો વિકાસ થવામાં પણ મોટો ફાયદો થાય છે. ચણાને રાત્રે ફણગાવીને સવારે ખાલી પેટે લેવાથી ડાયાબીટીસમાં પણ રાહત થાય છે. અંકુરિત ચણા ખાવા સૌથી વધુ ફાયદારૂપ છે. અંકુરિત ચણા શરીરની માંસપેશીઓને તાકાતવર બનાવે છે અને શરીર એકદમ વ્રજ સમાન બનાવે છે અને પુરુષોની કામશક્તિ પણ ખુબ વધારે છે. આ માટે સવારે ચણા ધીમે ધીમે ચાવીને ખાવા જોઈએ.

પલાળેલા ચણામાં ફાઈબરની માત્રા પણ ખુબ વધારે હોય છે. તેનાથી આપણા પેટને સારી રીતે સાફ કરવામાં મદદ મળે છે. ફાઈબરના કારણે આપણું પાચનતંત્ર પણ સારું રહે છે.

Source link —> http://gujarati.webdunia.com/article/gujarati-health-tips/benefits-of-sprouted-chana-119081000002_1.html

Share this :