શું તમે જાણો છો ભગવાન શિવ ક્યાં કારણે પહેરે છે વાઘ ચર્મ ?

ભગવાન શિવનું રૂપ ઘણું જ અદ્બુત છે.પૌરાણિક કથાઓમાં ભગવાન શિવનાં જે પ્રકારનાં રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે તે ખરેખરમાં આશ્ચર્યજનક છે. એક હાથમાં ડમરુ તો એકમાં ત્રિશૂળ. ગળામાં સર્પ અને જટાઓમાં ગંગા ધારણ કરી છે તેમણે. તો શરીર પર ભસ્મનો શ્રૃંગાર અને વાઘ ચર્મ લપેટે છે તે.

આ તો છે શિવજીનું રૂપ… શું તમે ક્યારેય વિચાર્યુ છે કે ભગવાન શિવ કેમ ફક્ત વાઘ ચર્મ ધારણ કરે છે. આપણે શિવજીની જેટલી પણ તસવીર જોઇ છે તેમાં તેઓ વાઘ ચર્મ જ પહેરેલા નજર આવે છે. પણ આ વાઘ ચર્મ ધારણ કરવા પાછળનું કારણ શું છે? આખરે શિવજી કેમ તે ધારણ કરે છે? કેમ તે આસનમાં વાઘની ખાલનો ઉપયોગ કરે છે? આ સવાલનો જવાબ અમને શિવ પુરાણમાં મળ્યો. જેમાં ભગવાન શિવ અને વાઘ સંબંધિત એક કથા છે.

આ પૌરાણિક કથા પ્રમાણે, ભગાવન શિવ એક વખત બ્રહ્માંડમાં ભ્રમણ કરતાં કરતાં એક જંગલમાં પહોંચી ગયા જ્યાં ઋષિ-મુનિઓનું સ્થાન હતું. તેઓ અહીં તેમનાં પરિવાર સાથે રહેતા હતાં.

ભગવાન શિવઆ જંગલમાં નિર્વસ્ત્ર ફરતા હતાં. તે આ વાતથી અજાણ હતા કે તેમણે કોઇ વસ્ત્ર ધારણ કર્યુ નથી. શિવજીની સુડોળ કાયા જોઇ ઋષિ-મુનીની પત્નીઓ તેમનાંથી આકર્ષિત થવા લાગી.

તેઓ ધીમે ધીમે તમામ કાર્ય ચોડીને ફક્ત શિવજીને જોવા લાગતી. ત્યાર બાદ ઋષિઓને આ વાતની જાણ થઇ કે શિવજીને કારણે (જેને ઋષિ મુનીઓ સામાન્ય માણસ સમજતા હતા) તેમની પત્નિઓ માર્ગથી ભટકી રહી છે અને તમામ ઋષિઓ ખુબજ ક્રોધિત થયા.

તમામ ઋષિઓએ શિવજીને પાઠ ભણાવવા માટે એક યોજના બનાવી. તેમણે શિવજીનાં માર્ગમાં એક મોટો ખાડો બનાવ્યો અને આ માર્ગમાંથી પસાર થતા શિવજી તેમાં પડી ગયા.

જેમ ઋષિઓએ જોયુ કે શિવજી તેમની ચાલમાં ફસાઇ ગયા છે તેમણે તે ખાડામાં વાઘ મોકલ્યો જેથી વાધ તેમને મારી નાખે.

પણ આગળ જે થયુ તેને જોઇને તમામ ચકિત થઇ ગયા. શિવજીએ સ્વયં તે વાઘને મારી નાખ્યો અને તેની ખાલ પહેરીને ખાડામાંથી બહાર આવી ગયા. ત્યારે તમામ ઋષિ-મુનીઓને આભાસ થયો કે આ કોઇ સાધારણ મનુષ્ય નથી.

આ પૌરાણિક કહાનીને આધાર માનીને કહેવાય છે કે, આ જ કારણથી શિવજી વાઘ ચર્મ પહેરે છે અને તેનો આસન તરીકે ઉપયોગ કરે છે.

Source link —> https://gujarati.news18.com/news/dharm-bhakti/whay-loard-shiva-wearing-tiger-skin-on-body-mp-774528.html

Share this :