જાણો માતાસિતાએ આ કારણોસર ચાર જીવોને શ્રાપ આપ્યો હતો જે હજી ભોગવી રહ્યા છે

મિત્રો , સામાન્ય રીતે તો વર્ષ મા આવતો પ્રત્યે દિવસ આપણા માટે શુભ તથા વિશેષ હોય છે. પરંતુ , શ્રાધ્ધ નો એક માસ નો સમયગાળો એવો હોય છે કે જેમા લોકો ને અમુક વિશેષ નીતિ-નિયમો નુ પાલન કરવુ પડે. કારણ કે આ શ્રાધ્ધ નો માસ ફક્ત આપણી સાથે જ નહી પરંતુ ,આપણા પૂર્વજો સાથે પણ સંકળાયેલો છે. ઈતિહાસ મા આ શ્રાધ્ધ ના માસ અંતર્ગત અનેક પરંપરાઓ તથા કથાઓ સંકળાયેલી છે. જેનો ઉલ્લેખ આપણે રામાયણ મા જોઈ શકીએ છીએ.

પરંતુ , હાલ તમને આ શ્રાધ્ધ અંતર્ગત એક એવી બાબત વિશે જણાવીશુ જે સાંભળી ને તમારા પગ ના તળિયા નીચે ની જમીન ખસી જશે. આ ઘટના એકદમ વાસ્તવિક ઘટના છે તથા તેને શ્રી રામ સાથે સાંકળવા મા આવે છે. ત્રેતાયુગ મા જ્યારે રામ-સીતા નો જન્મ માનવ સ્વરૂપ મા થયો હતો ત્યારે રાજા દશરથ ના પિંડદાન સમયે જે ઘટના ઘટી એના લીધે માતા સીતા એ ત્યા હાજર લોકો ને અસત્ય બોલવા માટે એવો દંડ આપ્યો હતો કે જેનો પ્રભાવ હજુ પણ સાશ્વત છે.

જે સમયે પ્રભુ શ્રી રામ ને ૧૪ વર્ષ માટે નો વનવાસ થાય છે ત્યારે તે પોતાની પત્નિ સીતા તથા ભાઈ લક્ષ્મણ ને સાથે લઈ ને નીકળી પડે છે. તેઓ ના વનવાસ ના સમયગાળા દરમિયાન જ રાજા દશરથ મૃત્યુ પામે છે અને જ્યારે માતા સીતા સુધી આ સમાચાર પહોચે છે ત્યારે તેમને અત્યંત દુઃખ થાય છે અને ત્યારબાદ તે પોતાની જવાબદારી નિભાવવા માટે માતા સીતા લક્ષ્મણ ને પીંડદાન ની સામગ્રી એકત્રીત કરવા નુ કહે છે.

માતા સીતા નો આદેશ મળતા ની સાથે જ લક્ષ્મણ તુરંત જ આ સામગ્રી ની શોધ મા નીકળી પડે છે પરંતુ , લાંબો સમય વીતી ગયા બાદ પણ તે પરત ફરતા નથી જેથી માતા સીતા ને તેમની ચીંતા થવા માંડે છે. ત્યારે તેઓ પોતાની બુધ્ધિમતા નો ઉપયોગ કરી ને સ્વયં પીંડદાન માટે ની પૂર્વ તૈયારીઓ કરવા માંડે છે.

એવુ માનવા મા આવે છે કે આ પિંડદાન મા માતા સીતાએ ગાય , બ્રાહ્મણ , નદી તથા કાગ ને સાક્ષી રાખી ને પીંડદાન કર્યુ હતુ. જ્યારે માતા સીતા પ્રભુ શ્રી રામ ની સમીપ પહોચે છે ત્યારે તે જણાવે છે કે તેમણે સંપૂર્ણ વિધિ તથા પરંપરાપૂર્વક પીંડદાન કરી દીધુ. તમારે પૂછવુ હોય તો આ ચાર ને પૂછી શકો છો.

માતા સીતા ને વિશ્વાસ હતો કે આ ચારેય સાચુ જ બોલશે પરંતુ ,તે પોતાની બોલી થી ફરી જાય છે અને અસત્ય બોલે છે. તેઓ એ પીંડદાન ની સંપૂર્ણ વાત ને નકારી કાઢી. આ વાત સાંભળી ને શ્રી રામ માતા સીતા પર અત્યંત ક્રોધિત થાય છે. પરંતુ , માતા સીતા પ્રભુ શ્રી રામ ના ક્રોધ થી રક્ષણ મેળવવા માટે રાજા દશરથ ની પવિત્ર આત્મા ને તેમની સમક્ષ આવવા આજીજી કરે છે.

થોડા સમય બાદ રાજા દશરથ ની પુણ્ય આત્મા ત્યા પ્રકટ થાય છે અને સ્વીકારે છે કે માતા સીતા દ્વારા તેમનુ પીંડદાન કરી દેવાયુ છે અને આ ચારેય લોકો અસત્ય બોલી રહ્યા છે. આ અસત્ય ના કારણે માતા સીતા આ ચારેય લોકો પર કોપાયમાન થઈ જાય છે અને શ્રાપ આપી દે છે. જે તે લોકો હજુ પણ ભોગવી રહ્યા છે.

માતા સીતા દ્વારા પંડીત ને એવો શ્રાપ અપાયો કે જો કોઈ રાજા તેને પોતાની સંપૂર્ણ સંપત્તિ પણ સોંપી દેશે તો પણ તે ધન ચાલ્યુ જશે અને તેણે આજીવન ગરીબી મા જીવન વ્યતીત કરવુ પડશે. માતા એ ફલ્ગુ નદી ને એવો શ્રાપ આપ્યો કે તમે પાણી આપશો છતા તમે સુકાયેલા જ રહેશો. માતાએ ગાય ને શ્રાપ આપ્યો કે તમે પૂજનીય અવશ્ય બનશો પરંતુ તમારે આમ-તેમ રખડી ને તથા લોકો ના એઠવાડ ખાઈ ને જીવન વ્યતીત કરવુ પડશે.

માતા એ કાગ ને એ શ્રાપ આપ્યો કે તેને ક્યારેય પણ શાંતિ થી આહાર પ્રાપ્ત નહી થાય. તેણે હંમેશા અન્ય સાથે લડાઈ કરી ને જ આહાર પ્રાપ્ત થશે. આ શ્રાપ હાલ આ સર્વે જીવો ભોગવી રહ્યા છે. સીતા માતા દ્વારા અપાયેલા આ શ્રાપો ના કારણે હાલ હજુ પણ આ જીવો શ્રાપિત અવસ્થા મા થી પસાર થઈ રહ્યા છે. વર્તમાન સમય મા પણ બ્રાહ્મણો ને અઢળક ધન મળવા છતા પણ તે ગરીબી મા જીવન વ્યતીત કરે છે , ગૌમાતા પૂજનીય હોવા છતા પણ લોકો નો એઠવાડ ખાય છે, ફાલ્ગુ નદી હંમેશા સૂકાયેલી રહે છે તથા કાગ ને પોતાની પેટ ની ભૂખ સંતોષવા માટે અન્ય સાથે ઝઘડવુ પડે છે.

Source link —> mojemustram.posspooja.in

Share this :