જાણો આ કારણે ભગવાન શ્રી કૃષ્ણએ શિવ ની નગરી ભસ્મ કરી નાખી હતી

કૃષ્ણએ શસ્ત્ર પ્રયોગ કર્યો હતો

એવી કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ સૌથી શ્રેષ્ઠ. પરંતુ બહુ ઓછા લોકોને જાણ હશે કે કાશી પણ શિવજીની નગરી તરીકે જાણીતી છે. કાશી એટલે શું તો શિવ. એના સિવાય પણ બનારસને મોક્ષપ્રાપ્તિ નગરી તરીકે ઓળખવામાં આવે છે. જો કોઈ વ્યક્તિનું અહીંયા મોત થાય છે તો એને ફરીથી ચોર્યાશી લાખના ફેરામાં નથી ફરવું પડતું. શ્રી કૃષ્ણએ શિવજીની આ નગરીને સળગાવી દીધી હતી. શ્રી કૃષ્ણએ સુદર્શનનો ઉપયોગ દુષણનો નાશ કરવા માટે જ કર્યો હતો પરંતુ કાશી ઉપર પણ એમણે આ શસ્ત્રનો પ્રયોગ કર્યો હતો. તમને ખબર છે કે કેમ કાશીને વારાણસી કહેવાય છે? એનો જવાબ પણ આ કથા સાથે જ જોડાયેલો છે.

જરાસંઘનો ત્રાસ

દ્વાપરયુગ હતો ત્યારે જરાસંધના ત્રાસના લીધે આસપાસના રાજવીઓ એક બીજા સાથે એકતા રાખતા હતા અને એનું કારણ છે કે જરાસંઘ ઘણો જ અત્યાચારી અને ક્રુર હતો અને પ્રજા એમના ત્રાસથી બહુ જ થાકી ગઈ હતી. દિવ્ય શક્તિઓ હોવાથી તે માયાવી પ્રયોગ પણ કરતો હતો. જરાસંઘને બે પુત્રી હતી હસ્તિ અને પ્રસ્તિ અને એના વિવાહ કંસ જોડે થયા હતા. જયારે કૃષ્ણએ કંસનું ઢીમ ઢાળી દીધું એટલે જરાસંઘ ઘણો જ ગુસ્સે ભરાયો હતો અને પછી એણે કૃષ્ણનો અંત કરવાનો પણ નિર્ણય લીધો હતો. ઘણી વાર તેણે મથુરા પર હુમલો પણ કર્યો હતો પરંતુ તેને એમાં સફળતા મળી નહીં.

કરી હતી આવી યુક્તિ

ત્યારબાદ જરાસંધે કલિંગરાજ પોંડ્રિક અને કાશીરાજ સાથે મળીને કૃષ્ણને પાઠ ભણાવવાની યુક્તિનો પ્રયોગ કર્યો હતો. ત્યારે જ જરાસંઘ એમાંથી બચીને નાસી ગયો. કાશીના રાજવીનું મોત થયું એ પછી એના પુત્રએ કૃષ્ણને પાઠ ભણાવવાની એક યુક્તિનો પ્રયોગ કર્યો હતો એના માટે એણે શિવજીની તપસ્યા કરી હતી અને શક્તિ પ્રાપ્ત કરી હતી અને એમાં વરદાન રુપે એણે કૃષ્ણને મારવાનું વરદાન માગ્યું હતું. છેલ્લે ભોળાનાથને નમવું પડ્યું અને કીધું તથાસ્તુ. મહાદેવે કાશીરાજને એક એવી વસ્તુ આપી કે જે કોઈ પણ દિશામાં ફેંકીયે તો એ જ પ્રદેશનો નાશ કરી દે.

જાણો કઈ હતી શરત ?

આ વરદાન સાથે એક એવી શરત હતી કે, આ વરદાનનો ઉપયોગ કોઈ બ્રાહ્મણ પર ક્યારેય ના થવો જોઈએ, નહીતો તારી બધી શક્તિ જ નિષ્ફળ થઇ જશે. શ્રી કૃષ્ણ મથુરાવાસીઓ સાથે દ્વારકા આવ્યા હતા અને પછી અહીંયા જ તે વસી ગયા હતા. જયારે કાશીરાજને આ વાતની જાણ થઇ એટલે મહાદેવે જે વસ્તુ આપી હતી એ એમણે દ્વારકા તરફ ફેંકી હતી પરંતુ કાશીરાજ એ વાત ભૂલી ગયો કે, કૃષ્ણ તો એક બ્રાહ્મણ ભક્ત હતા. જયારે એ વસ્તુ દ્વારકા સુધી આવી પહોચી તો તેની કોઈ જ અસર થઈ નહીં અને એ વસ્તુ ફરી પાછી કાશી ફરી ગઈ. અચાનક શ્રીકૃષ્ણએ પોતાનું સુદર્શન એ વસ્તુની પાછળ મોકલ્યું અને એ વસ્તુ કાશી પહોંચીને કાશીમાં જ ભસ્મ થઈ ગઈ.

આ સુદર્શને બાળી નાખી કાશી

જયારે સુદર્શનનો ગુસ્સો શાંત ના થયો એટલે તેણે કાશીરાજની વસ્તુ ભસ્મ કરી નાંખી સાથે જ એણે કાશીને પણ આગ જ્વાળામાં ફેરવી દીધી હતી અને પછી અહિયાંથી એક નદી વહેતી હતી અને એનું નામ પડ્યું હતું વારા અને અસી. આ બંને નદીને લીધે કાશી ફરી તૈયાર થઇ જાય છે અને એટલે આ નગર પછીથી વારાણસીથી ઓળખાવા લાગ્યું હતું.

Source link —> jobaka.in/krushna-was-fired-this-shivnagari-in-dwaparyug/

Share this :