જાણો સવારે ઊઠીને બધાએ આ મંત્ર તો બોલવો જ જોઈએ જેથી બધાજ કર્યોમાં મળશે સફળતા

આજે દરેક વ્યક્તિ સફળ અને સુખી જીવન જીવવાની ઈચ્છા રાખે છે. વ્યક્તિ હંમેશા એવી જ જિંદગીની કલ્પના કરે છે કે એને કોઈ જ ધનની કમી ના હોય. સાથે જ એવું જીવન કે જેમાં કોઈ પણ પ્રકારનું ટેન્શન ન હોય. તો દોસ્તો આજે અમે તમને આજના આ લેખમાં જણાવીશું કે કઈ રીતે તમે ફક્ત એક મંત્રનો ઉચ્ચાર કરીને તમારી જે પણ કલ્પના હશે એ બધી જ પૂરી કરી શકાશે. મિત્રો તો જો જાણવું હોય કે એ ક્યો છે અને કઈ રીતે બોલવાની વિધિ છે એ જાણવા માટે અમારો આ લેખ પુરેપુરો વાંચજો.તો અમે જે મંત્ર જણાવવા જઈ રહ્યા છે એ ફક્ત 3 જ વાર સવારે તમારી બંને હથેળીમાં જોઇને બોલવાનો છે. એવું કહેવામાં આવે છે કે આપણી હથેળીમાં ભગવાનનો વાસ થયેલો હોય છે. સવારે ઉઠતાની સાથે જ જો આ મંત્ર બોલવામાં આવે તો કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા તેમજ ખરાબ નજરનો કોઈ પ્રભાવ તમારા પર પડશે નહિ.

આ મંત્રનો ફક્ત ત્રણ વાર ઉચ્ચારણ કરવાથી તમે આખા દિવસ દરમિયાન જે કંઈ પણ કામ કરશો એ બધા જ કાર્યોમાં તમને સફળતા મળશે. ચાલો તો મિત્રો આપણે જાણી લઇએ કે એ મંત્ર ક્યો છે. એ પહેલા એ વાત જણાવી દઈએ કે આ મંત્ર તમારે સવારે ઉઠીને તમારી બંને હથેળીઓને સામે રાખીને ત્રણ વાર બોલવાનો છે. તો એ મંત્ર આ રીતે છે..

કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધ્યે સરસ્વતી,

કરમૂલે તું ગોવિંદ: પ્રભાતે કર દર્શનમ્.

દોસ્તો આ મંત્રનો અર્થ પણ ચાલો જણાવી દઈએ. કરાગ્રે વસતે લક્ષ્મી: તેનો અર્થ છે કે આપણી હથેળીના ઉપરના ભાગમાં માતા લક્ષ્મી બિરાજમાન હોય છે. કરમધ્યે સરસ્વતી તેનો અર્થ છે કે હથેળીની વચ્ચેનો જે ભાગ હોય છે ત્યાં માતા સરસ્વતી રહે છે. કરમૂલે તું ગોવિંદ: એટલે હથેળીની નીચેનો ભાગ છે ત્યાં ગોવિંદ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો વાસ રહેલો છે. પ્રભાતે કર દર્શનમ્ એટલે એનો મતલબ એવો થાય છે કે આ ત્રણેયનું સવારે દર્શન કરવું જોઈએ

એની માટે મિત્રો સવારે તમારે ઉઠતાની સાથે જ તમારા હાથની બંને હથેળી એકબીજાથી જોડી દેવાની છે અને હથેળીમાં જોતા જોતા જ તમારે આ મંત્ર બોલવાનો છે. બસ આટલો ઉપાય કરવાથી તમારામાં સકારાત્મક ઉર્જા પ્રવેશી જશે. એનાથી તમારો આખો દિવસ સુખમય અને સારો જશે અને દિવસ દરમિયાન કરવામાં આવતા બધા જ કાર્યોમાં તમને સફળતા પ્રાપ્ત થશે.

દોસ્તો આ મંત્રમા જે ત્રણ ભગવાનના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે એ ભગવાન પણ આપણાથી પ્રસન્ન થઇ જાય છે. જો આપણે આ રીતે જ રોજ સવારે ઉઠીને પોતાની હથેળીમાં જોઇને ત્રણ વાર આ મંત્રનો ઉચ્ચાર કરીએ છીએ તો આપણા પર ભગવાનની કૃપા રહે છે. જેના લીધે આપણાથી તકલીફો દુર રહે છે અને આપણે જીવનમાં જે પણ મહેનત કરીયે એ વ્યર્થ નથી જતી, તેમજ આપણા જીવનમાં પણ આપણને આપણને સફળતા પ્રાપ્ત થાય છે. જો આપણે આ મંત્રનું સવારે ત્રણ વખત ઉચ્ચારણ કરીએ તો ચોક્કસ લાભ થાય છે.

માટે જ મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ સવારે હાથના દર્શન કરવા જોઈએ એવું કહેવામાં આવ્યું છે. ફક્ત એટલું જ નહિ પણ આ સંબંધ વિષે વેદોમાં પણ એવું કહેવાયું છે કે આપણા જમણા હાથમાં પુરુષાર્થ અને ડાબા હાથમાં સફળતા રહેલી હોય છે.

માટે જ સવારમાં આ મંત્ર અને હાથને જોવાથી આપણું સૌભાગ્ય પણ વધે છે. એનું કારણ એ છે કે ઋગ્વેદમાં પણ એવું કહેવાયું છે કે હાથ વડે જ પરિશ્રમ કરવામાં આવે છે અને પરિશ્રમને લીધે જ આપણા હાથમાં શ્રી એટલે કે ધન અને સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

તો જોયું ને મિત્રો કે આપણા હાથમાં જ આપણું ભાગ્ય રહેલું હોય છે તો માટે આપણે રોજ સવારે જેવી આપણી ઊંઘ ઉડે તો સૌથી પહેલા હથેળી સામું જોવાનું અને લેખમાં જેમ આગળ જણાવ્યું એ મંત્ર ત્રણ વાર બોલવાનો છે. તે આપણને પરિશ્રમ પ્રત્યે પ્રેરણા આપે છે અને ભાગ્ય પણ આપણને સાથ આપે છે અને એનાથી આપણને સફળતા ચોક્કસથી મળશે.

Source link —> jobaka.in/savare-aa-manta-bolo/

Share this :