શું તમે જાણો છો મહાદેવના ત્રીજા નેત્ર નુ રહસ્ય અને સત્ય હકીકત વિશે ?

પ્રભુ શિવ એક જ એવા દેવ છે કે જે પોતાના શ્રધ્ધાળુઓ ની સેવાભક્તિ થી પ્રસન્ન થઇ ને પોતાના શ્રધ્ધાળુઓ ની બધી જ ઇચ્છા ઓ પૂર્ણ કરે છે. પ્રભુ શિવ સ્વભાવે અત્યંત ભોળા હોવા થી ભક્તો તેમને ભોળાનાથ તરીકે પણ ઓળખે છે. જેટલા તે સ્વભાવ ના શાંત છે તેટલા ક્રૂર પણ છે.

જો એક વખત તેમને ગુસ્સો ભરાઇ જાય તો તેમનો ગુસ્સો શાંત કરવા ની ક્ષમતા કોઇપણ પાસે નથી. સામાન્ય રીતે આપણે સૌ પ્રભુ શિવ ના બે નેત્રો અતિરિક્ત ત્રીજા નેત્ર ને પણ નિહાળ્યા હશે જેથી તેમને ત્રિલોચન પણ કહેવાય છે. શાસ્ત્રો મા આ ત્રીજા નેત્ર નુ ખાસ મહત્વ દર્શાવીયુ છે જેના વિશે આજે આપણે ચર્ચા કરીશુ.

ત્રણેય લોક મા પ્રભુ શિવ એકમાત્ર દેવ છે જેનુ ત્રીજુ નેત્ર આપણે સૌ નિહાળી શકીએ છીએ. પરંતુ , આ ત્રીજા નેત્ર નુ રહસ્ય ભાગ્યે જ કોઇ ને ખ્યાલ હશે. શાસ્ત્રો મા પ્રભુ શિવ ના આ ત્રણ નેત્રો વિશે વિસ્તૃત મા જણાવાયુ છે. તેમા જણાવાયુ છે કે પ્રભુ શિવ નુ પ્રથમ નેત્ર ચંદ્રમા નુ પ્રતીક , દ્વિતીય નેત્ર સૂર્ય નુ પ્રતીક અને ત્રીજુ નેત્ર વિવેક નુ પ્રતીક ગણાય છે.

પ્રભુ શિવ એકમાત્ર એવા દેવ છે કે જેમના થી કોઇપણ વાત છૂપી નથી. તેમને પરબ્રહ્મ તરીકે પણ સંબોધવા મા આવે છે. પ્રભુ શિવ નુ આ ત્રીજુ નેત્ર વિવેક એટલે કે બુધ્ધિ નુ પ્રતીક ગણાય છે. પ્રભુ શિવ નુ આ ત્રીજુ નેત્ર હંમેશા બંધ હોય છે. પરંતુ, જ્યારે તેમને ગુસ્સો આવે તેમનો અસ્થિર થવા પર આવે ત્યારે તેમનુ આ ત્રીજુ નેત્ર ખુલે છે અને સમગ્ર વિશ્વ પર પ્રકોપ છવાઇ જાય છે.

આ ત્રીજુ નેત્ર હર એક જીવ મા સમાયેલુ છે. જે વિવેક સ્વરૂપે સૌની અંદર છુપાયેલુ છે જેનેમા કઠોર તપશ્ચર્યા દ્વારા જ નિહાળી શકાય છે. હકીકત મા આ ત્રીજા નેત્ર નુ કાર્ય વાસના , લોભ , અહંકાર , ક્રોધ ને નિયંત્રણ મા રાખી જીવ ને જન્મ-મરણ ના ચક્ર મા થી મુક્તિ ‌અપાવવા નુ છે.

જો આપણે એક સંસારી ની દ્રષ્ટી એ જોઇએ તો આ નેત્ર જીવન મા આવનાર પરિસ્થિતિ મા નિર્ણયો લેવા માટે ની શક્તિ પ્રદાન કરે છે અને સત્ય ના માર્ગ પર ચાલવા માટે પ્રેરિત કરે છે. જેથી ક્રોધ , મોહ , લોભ , અહંકાર જેવા દૂષણો નો નાશ થાય છે.

પ્રભુ શિવ ના આ ત્રણ નેત્રો મા ત્રણેય લોકો નો વાસ થાય છે. જેથી તેને ત્રિલોક સ્વામી તરીકે પણ પુજવા મા આવે છે. આ ત્રણ નેત્રો ત્રિકાળ નુ પ્રતીક છે. જે તમારો વીતેલો સમય , હાલ નો સમય તથા આવનાર સમય થી તમને અવગત કરાવે છે. જો તમને આ ત્રિજા નેત્ર વિશે થોડી ઘણી માહિતી પણ પ્રાપ્ત થઇ હોય તો તેને જાગૃત કરવા માટે કઠોર તપશ્ચર્યા કરવા માંડો.

Source link —> mojemustram.posspooja.in/shu-tame-jano-cho-trilochandhari-mahadev-na-trija-netr/

Share this :