જાણો પાવાગઢના કાલિકા માતાજીના ડુંગરની ઉત્ત્પતિ અને પૌરાણિક કથા વિશે

એવી માન્યતા છે કે ઘણા સમય પુર્વે મહર્ષિ વિશ્વામિત્ર આ ડુંગર પર નિવાસ કરતા હતા. આ ડુંગર પર કઠોર આરધના કરી તેમણે બ્રહ્મર્ષિ ની સિદ્ધિ પ્રાપ્ત કરી. એવુ પણ જાણવા મળ્યુ છે કે કાલિકા માતાજીએ મંત્રોચ્ચારણ નુ ઉચ્ચારણ કરી વિશ્વામિત્રજી ને આ સિદ્ધિ આપી.

આ સંસ્મરણ ને યાદ રાખવા આ ડુંગર પર વિશ્વ ના માતા તરીકે જાણીતા ભવાની કાલિકા માતાજી ને અહી બિરાજવા મા આવ્યા. કાલિકા માતાજી નુ દેવ સ્થાનક પાવગઢ દરીયાઈ તટ થી ૨૭૩૦ ફુટ ઊંચાઈ પર આવેલા ડુંગર પર સ્થિત છે. પુરાતન લોકકથા મુજબ પ્રજાપતિ દક્ષે તેમના નિવાસસ્થાને એક મહાયજ્ઞ નુ આયોજન કરેલુ. જેમા સર્વ દેવી-દેવતા ઓ ને આમંત્રીત કર્યા. પણ તેમની પુત્રી પાર્વતી તેમજ તેમના પતિ દેવાધીદેવ મહાદેવ ને આમંત્રીત ન કર્યા.

પોતાના પતિ નુ આ અપમાન જોઈ ના શકતા પાર્વતીજી તે મહાયજ્ઞ ના અગ્નિકુંડ મા જઈ સમાઈ ગયા. આ દ્રશ્ય જોઈ ને મહાદેવ ખુબ જ ક્રોધિત થયા અને પાર્વતીજી ના શબ ને લઈ ને આખા વિશ્વ ના ચક્કરો લગાવવા માંડ્યા. મહાદેવ ના આ સ્વરૂપને જોઈ બધા ડરવા લાગ્યા અને સહાયતા માટે પ્રભુ નારાયણ ના દ્વારે આવ્યા. આ આપત્તિ નુ નિવારણ લાવવા નારયણે પાર્વતીજી ના દેહ ને સુદર્શન ચક્ર થી ટુકડા ઓ મા વિભાજીત કરી નાખ્યુ અને આ ટુકડા ઓ જ્યા-જ્યા પડ્યા ત્યા-ત્યા મોટી શક્તિપીઠો ની સ્થાપના થઈ.

જે હાલ આપણા દેશ મા બાવન શક્તિપીઠો તરીકે જાણીતી છે. એવી માન્યતા છે કે દેવી ના પગ ની આંગળી આ ડુંગર પર પડી હતી જેથી , આ દેવસ્થાનક નુ નિર્માણ થયુ. આ ઉપરાંત પણ અગાઉ આપણે ચર્ચા કરી કે મહર્ષિ વિશ્વામિત્ર એદેવી મહાકાળી ની આરાધના કરી આ દેવસ્થાનક સ્થાપ્યુ.

આમ , આ સિવાય પણ ઘણી ગાથા ઓ છે પાવાગઢ ને લઈ ને. શ્રી લકુલીશ મંદિર પાવાગઢ સૌથી પુરાતન દેવસ્થાનક તરીકે જાણીતુ છે. આ દેવસ્થાન ને મહાકાળી માતા ના પ્રમુખ ભૈરવ તરીકે પણ જણાય છે. આ દેવસ્થાન ની ઉત્તર દિશા તરફ એક ત્રિવેણી કુંડ નુ પણ નિર્માણ થયેલુ છે. જેમા શુદ્ધ જળ નો સંગ્રહ કરી શકાય છે.

આ દેવસ્થાન ની સામોસામ જ રાજા પતઈ નો રાજમહેલ આવેલ છે. રાજમહેલ સાથે એક રોચક પ્રસંગ જોડાયેલો છે. એકવાર માતા મનુષ્ય સ્વરૂપ ધારણ કરી ને નવરાત્રી મા ભાગ લેવા આવ્યા હતા ત્યારે તેમના સૌંદર્ય થી આકર્ષાઈ ને રાજા પતઈ એ તેમની સાથે દુરવ્યવહાર કર્યો. જેના લીધે માતાજી એ તેમને શ્રાપ આપ્યો અને તેમના સર્વ રાજપાઠ નો વિનાશ થઈ ગયો.

પાવાગઢ મા હાલ ના સમય મા પુરાતન કાળ ની પગથિયા વાળી વાવ જ દ્રશ્યમાન છે. જે ચાર માળ ની તથા ૧૯૦ ફુટ લાંબી અને ૧૦ ફુટ પહોળી છે. શરૂઆત મા તો આ ડૂંગર ની યાત્રા પગપાળા જ કરી શકાતી. પરંતુ , હવે રોપ-વે ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવા મા આવી છે. નવરાત્રિ ના સમયે આ ડુંગર પર ઘણા યાત્રી ઓ દર્શનાર્થે આવે છે. આ પાછળ નુ કારણ એવુ છે કે પાવાગઢ ના મહાકળી પ્રવર્તમાન સમય મા પણ માનવી નુ સ્વરૂપ ધારણ કરી નવરાત્રી મા ભાગ લેવા પધારે છે.

Source link —> mojemustram.posspooja.in/jano-pavagadh-dungarni-utpati-vishe-no-adbhut-ane-pauranik-itihas/

Share this :