જાણો ગણેશજીને દુર્વા ચડાવવાનું કારણ અને તેની પૌરાણિક કથા વિષે

ગણપતિ બાપાના સ્વાગતની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે. ત્યારે શહેરના પંડાલો પણ ગજાનન ની સ્થાપના માટે સાજવાઈ ગયા છે. જોયું હસે કે ઘણી વખત ગણપતીજીને ઘાસ ચડાવવામાં આવે છે.જેને દુર્વા કેહવામાં આવે છે દુર્વા વગર ગણેશ સ્થાપના અધૂરી માનવમાં આવે છે.તમામ દેવી દેવતાઓમાં ગણેશજી એકમાત્ર એવા ભગવાન છે જેને ખાસ પ્રકારનું ઘાસ ચડાવવામાં આવે છે. ગજાનના બિરાજમાન સમયે એકવીસ ઘાસની તણખિયોને એકઠી કરી મશતસ્ક પર ચડાવાય છે.

દુર્વા સંસ્કૃત નામ ચ એપણ આ ઘાસને અમૃતા ,અનંતા , ગૌરી , મહૌષધિ, શત્પર્વા , ભાર્ગવી નામ પરથી પણ ઓળખવામાં આવે છે.તમને જાણીને હેરાન થશે કે ગણેશજીને ચડાવાતા આ ઘાસનો ઉપયોગ આયુર્વેદ તરીકે પણ કરવામાં આવે છે. જે મસમોટા રોગોનું નિનરકારણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઘાસ પછાળની પણ પૌરાણિક ગાથા છે પ્રાચીન કાળમાં અનલાસુર નામનો દૈત્ય હતો.

વિઘ્ન ટાળવા અને શાંતિ ચિત્ત માટે ગણેશજીનું ચિંતન મહત્વનું ગણાય છે. ગણેશોત્સવ દરમિયાન ગણેશજીને અનેક વિધ પ્રસાદ ભોગ ચડાવાય છે. ત્યારે ગણપતિદાદાને દુર્વા ચડાવવાની પણ એક અનેરી પ્રથા છે આ પ્રથા પાછળ પણ એક દંત કથા છુપાયેલી છે.

પુરાણોમા કથા અનુસાર એક અનલાસુર નામનો રાક્ષસ હતો તેણે પૃથ્વીપર હાહાકાર મચાવી દીધો હતો તે પૃથ્વીવાસીઓ તથા ઋષિમુનીઓને હેરાન કરતો અને બધાને જીવતા ગળી જતો આમ દેવરાજ ઇન્દ્ર અને બધા જ દેવીદેવતાઓ ભેગા મળીને દેવોના દેવ મહાદેવ પાસે જાય છે.

અને અનલાસુરના ત્રાસ માંથી બચાવવા પ્રાર્થના કરે છે. પ્રાર્થના સાંભળીને મહાદેવ કહે છે કે આ દેત્યના ત્રાસમાંથી તમને ગણેશજી બચાવી શકે ત્યારબાદ બધા જ ઋષિમુનીઓ ગણપતિદાદાને પાર્થના કરે છે અને ગણપતિદાદા અનલાસુર સાથે યુઘ્ધ કરે છે અને યુઘ્ધમાં અનલાસુર ને ગણપતિદાદા ગળી જાય છે. આને કારણે ગણપતિદાદાને પેટમાં દાહ થાય છે. અગ્નિ થાય છે જેને શાંતિ કરવા ઘણા જ ઉપાયો કરાય છે.

પરંતુ અગ્નિ શાંતિ થતો નથી. આથી ર૧ ગાઠવાળી દુવો ગણપતિદાદા ગ્રહણ કરે છે અને દાદાનો પેટનો અગ્નિ શાંત થાય છે આથી ગણપતિદાદા આશીવાદ આપે છે કે આજથી જે મનુષ્ય મને દુર્વા ચડાવશે તેના જીવન શાંતિમય થશે.

ગણપતિદાદાને દુર્વા ચડાવાથી જીવનના બધા સંકટો દુર થાય છે સાથે સ્થીર લક્ષ્મી સહીત રિઘ્ધી સિઘ્ધિ ની પણ પ્રાપ્તિ થાય છે.જે લોકોને જન્મ કુંડળીમાં મંગળ નબળો હોય અથવા રહેવા માટે પોતાનું મકાન ન હોય તો દુર્વા ચડાવાથી મકાન પ્રાપ્તિ ના યોગ બને છે.

ખાસ કરીને ગણપતિદાદાના અગીયાર દિવસના વ્રત દરમ્યાન અને દર મહીને આવતી સુદ અને વદની ચોથના દિવસે અને દર મંગળવારે ગણપતિ દાદાને ર૧ દુર્વા અર્પણ કરવી જોઇએ.

સૌ પ્રથમ દાદા ને પંચામૃતથી સ્નાન કરાવું ત્યારબાદ ચોખ્ખું પાણી ચડાવી ચાંદલો ચોખા કરી વસ્ત્ર જનોઇ અર્પણ કરી દાદાને દુર્વા ચડાવવા આ માટે ર૧ નામ બોલી એક એક દુર્વા ચડાવતી જવી.

Source link —> abtakmedia.com

Share this :