જાણો આ રહસ્યને કારણે શ્રી કૃષ્ણ ભગવાને અભિમન્યુને ચક્રવ્યુહ માથી નોહતો બચાવ્યો

કુરુક્ષેત્ર માં મહાભારતમાં મહાયુદ્ધ દરમિયાન આપણે કોઈ અભિમન્યુને યાદ ના કરીએ એ શક્ય નથી તેનું મહત્વનું કારણ એ છે કે અભિમન્યુ મહાભારત ના યુદ્ધમાં સૌથી નાની ઉંમરનો વ્યક્તિ હતો તેમ છતાં તે ખુબ જ પરાક્રમી યોદ્ધા હતો. ઉપરાંત તમને આ વાત ખબર જ હશે કે દ્રોણાચાર્ય એ રચેલા ચક્રવ્યુહને ઉકેલવાનું સામર્થ્ય જો કોઈ પાસે હોય તો હતા એક માત્ર ભગવાન શ્રી કૃષ્ણ. અભિમન્યુમાં આ ચક્રવ્યુહમાં પોતાનું પરાક્રમ દેખાડીને વીરગતિ પામ્યા હતા.

હવે આપણને એક સવાલ એ પણ થાય છે કે જો ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો તરફ હતા તો તેમણે શા માટે અભિમન્યુને બચાવ્યો નહિ? જો ભગવાન શ્રી કૃષ્ણ ઈચ્છતા હોટ તો તે કઈ પણ કરી શકત. તેમ છતાં પણ શ્રી કૃષ્ણએ અભિમન્યુને બચાવવા માટે કઈ જ કર્યું નહિ? તો આજે આપણે આ લેખમાં આ રહસ્યનો જવાબ જાણીએ.

ચંદ્ર દેવતાના પૂત્ર વર્ચાનો અવતાર હતા અભિમન્યુ. ચંદ્ર દેવની થોડી પણ ઈચ્છા ન હતી કે વર્ચા આ પૃથ્વી પર જન્મ ધારણ કરે અને કોઈપણ યુદ્ધમાં તે લડે. પરંતુ તેઓ લાચાર હતા, તો ચાલો જાણી લઈએ કે તે કેમ લાચાર હતા ?

મિત્રો જયારે જ્યારે પૃથ્વી પર અધર્મ અને પાપ વધી જાય ત્યારે ભગવાન વિષ્ણુ પોતે અધર્મનો વિનાશ કરવા માટે પૃથ્વી પર અવતરે છે અને પછી પાપ અને અધર્મને નાશ કરવાનું બીડું હાથમાં લે છે. પણ તેમની સાથે સાથે જ બીજા દેવતાઓ પણ આ કાર્યમાં તેમને મદદ કરવા માટે પૃથ્વી પર અવતરે છે. જેવી રીતે સતયુગ માં વિષ્ણુ ભગવાને રામના રૂપે અવતર્યા અને દેવતાઓએ વાનર તેમજ રીંછના સ્વરૂપે અવતાર ધારણ કર્યો હતો.

એવી જ રીતે દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુએ કૃષ્ણ તરીકે અવતર્યા તો બ્રહ્માજીએ બધા જ દેવતાઓને આદેશ કર્યો હતો કે બધા જ દેવતાઓએ તથા તેમના પુત્રએ પણ પૃથ્વી પર જન્મ ધારણ કરવો પડશે. પરંતુ ચંદ્ર દેવ એવું જરા પણ ન ઇચ્છતા હતા કે તેમનો પૂત્ર વર્ચા પણ પૃથ્વી પર જન્મ ધારણ કરે અને યુદ્ધમાં દરમિયાન લડાઈ કરે.

અન્ય દેવતાઓએ તેમને એવું પણ સમજાવ્યું કે પૃથ્વી પર જયારે પણ પાપ અને અધર્મ વધે તો આપણે જન્મ લઈને પાપ અને અધર્મનો નાશ કરવો જોઈએ અને એ જ આપણું મોટું કર્તવ્ય છે. આ સાંભળીને ચંદ્ર દેવ ખુબ જ લાચાર થઇ જાય છે અને ત્યારબાદ પોતાના પૂત્રને ધરતી પર અવતાર લેવા માટે તૈયાર તો થાય છે પરંતુ એક શરત પણ રાખી હતી.

ચંદ્ર દેવે એવી શરત રાખી હતી કે એમનો પૂત્ર ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર અર્જુનના પૂત્ર તરીકે જન્મ ધારણ કરે અને તેમનો પુત્ર વધારે સમય માટે પૃથ્વી પર રહેશે નહિ. ઉપરાંત તે શ્રીકૃષ્ણ અને અર્જુનની ગેરહાજરીમાં યુદ્ધમાં પોતે એકલો જ પોતાનું પરાક્રમ દેખાડશે. આ જ રીતે તે વીરગતિ મેળવશે અને આ કારણથી ત્રણેય લોકમાં બધા તેમના પુત્રની અને તેમના પરાક્રમની પ્રશંસા કરે. આ ઉપરાંત બીજી એક શરત એ પણ મૂકી હતી કે અભિમન્યુના પૂત્રને જ તે વંશનો ઉત્તરાધિકારી બનાવવામાં આવે.

માટે શ્રી કૃષ્ણએ ચંદ્ર દેવની આ બધી શરતોને માન્ય રાખી અને આ કારણથી જ ભગવાન શ્રી કૃષ્ણ અભિમન્યુને મહાભારતના આ યુધ્ધમાં બચાવવા ના ગયા. અભિમન્યુએ મહાભારતના આ યુધ્ધમાં દ્રોણાચાર્યએ રચેલા ચક્રવ્યૂહમાં અનોખું પરાક્રમ બતાવ્યું અને ખુબજ નાની વયે વીરગતિ પામ્યા હતા અને ત્રણેય લોકોમાં અભિમન્યુના પરાક્રમની ખુબ જ પ્રશંસા થઇ હતી અને આજના દિવસે પણ લોકો અભિમન્યુની વીરગાથાની ખુબજ પ્રશંસા કરે છે.

પાંચેય પાંડવો માંથી યુધિષ્ઠર સૌથી મોટા ભાઈ હતા તો એ વાત પણ સ્વાભાવિક ગણાય કે તેમના પુત્રનો પૂત્ર જ ઉત્તરાધિકારી બનવો જોઈએ પરંતુ ચંદ્ર દેવે કરેલી શરત અને હઠને કારણે જ અર્જુનના પૂત્ર અભિમન્યુનો પૂત્ર ઉત્તરાધિકારી બન્યો હતો.

Source link —> mojemustram.in

Share this :