જાણો આ કારણે ભગવાન રામ મર્યાદા પુરુષોતમ તરીકે ઓળખાય છે

ભગવાન રામ જેનું નામ વ્યક્તિ જીવન શરુ થવાથી લઈને અંત સુધી લેતા રહે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના ઘરમાં રામ જેવા પુત્ર હોય અને સીતા જેવી વહુ અને લક્ષ્મણ જેવા ભાઈ અને હનુમાનજી જેવા સેવક હોય. મર્યાદા પુરષોત્તમ પ્રભુ શ્રી રામના જીવન ઉપર જો નજર નાખવામાં આવે અને તેમના ગુણને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીએ તો આપણું જીવન પણ સુખમય બની જશે.

આજે અમે તમને ભગવાન રામના જીવનના થોડા એવા ગુણો વિષે જણાવીશું. જે જાણીને અને તેનો અમલ કરીને તમે પણ તમારા જીવનમાં રામ જેવા ગુણવાન બની શકો છો. તો આવો જાણીએ ક્યા ગુણોને કારણે આજે એમને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ કહેવામાં આવે છે.

આ ગુણોએ બનાવ્યા મર્યાદા પુરુષોત્તમ :-

ભગવાન રામ પોતાના આદર્શ ચારિત્ર્ય માટે ઓળખવામાં આવે છે. ભગવાન રામના જન્મ પહેલા સુર અને અસુરનું જ નામ લેવામાં આવતું હતું. ત્યાં સુધી કે લોકો વચ્ચે માનવતાનું કોઈ મહત્વ જ ન હતું. ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ એટલા માટે કહેવામાં આવ્યા કેમ કે તેમણે કોઈપણ પરિસ્થિતિમાં પોતાની મર્યાદા છોડી ન હતી.

પોતાના અલૌકિક સ્વભાવમ અદ્દભુત કાર્ય, ઉત્તમ શીલ, અદ્દ્વિતીય વીરતા, અનુકરણીય સહનશીલતા, વિનમ્રતા, ધર્મ-પ્રિયતા, પરોપકાર, સ્વાર્થ ત્યાગને લીધે લોકોના મનમાં પોતાના પ્રત્યે ઘણો પ્રેમ મેળવી લીધો હતો.

રામના ગુણોની લીલા :-

રામના જીવન સાથે જોડાયેલી તેમના ગુણો સાથે જોડાયેલી ઘણી રામલીલા ભારતમાં જ નહિ પરંતુ દુનિયાના તમામ ભાગમાં હોય છે. જેમાં રામકથા વાચવી લોકોનું મન મોહી લે છે અને કાર્ય તેમના સાત્વિક સંસ્કારોને આમંત્રિત કરે છે.

તુલસીદાસજીએ શરુ કરી રામલીલા. :-

રામચરિત માનસના પ્રચાર-પ્રસાર માટે તુલસીદાસજીએ જ રામલીલાની શરૂઆત કરી હતી. આમ તો તુલસીદાસજીના પહેલા પણ રામલીલાના પહેલા પણ રામકથાનું પઠન કરતા હતા. એવી રીતે મહાભારતમાં અને હરિવંશ પુરાણમાં પણ રામ ચરિતને લઈને નાટકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કેટલા પ્રકારની હોય છે લીલા :-

અધ્યાત્મિક દ્રષ્ટીએ જોઈએ તો લીલાઓ ત્રણ પ્રકારની હોય છે.

નિત્ય લીલા – તે દરેક વ્યક્તિના જીવનમાં દિવસેને દિવસે ઘટી રહી છે.

અવતાર લીલા – તેમા ઈશ્વર માનવ જાતિના કલ્યાણ માટે પૃથ્વી ઉપર જન્મ લે છે.

અનુકરણ લીલા – આ લીલા દ્વારા માણસ ઈશ્વરના અવતારનું અનુકરણ કરવાનો પ્રયાસ કરે છે.

માત્ર પાપનો કર્યો અંત, ન ઉઠાવ્યો કોઈ લાભ :-

શ્રીરામે હંમેશાથી જ બીજાના ભલા માટે કાર્ય કર્યા છે, તેમણે પોતાના જીવનમાં કોઈ વ્યક્તિગત લાભ નથી ઉઠાવ્યો. તેમણે પોતાનું રાજ્ય પોતાના ભાઈઓને સોંપીને ૧૪ વર્ષનો વનવાસ કરવા માટે જતા રહ્યા. પાછા આવીને પણ પ્રજાના ભલા માટે વિચાર્યું એમના દુઃખોનું નિવારણ કર્યું. રામાયણ અને રામ ચરિતનું તથ્ય જ એ છે કે સાચાની મદદ પશુ પક્ષી પણ કરે છે અને ખોટા રસ્તા ઉપર ચાલવા વાળા અન્યાયીનો સાથ પોતાના સગા ભાઈ પણ છોડી જાય છે.

ભાવ તારક નામ છે રામ :-

તે રામ નામના અર્થને ધર્મ શાસ્રોમાં અમોધ કહેવામાં આવે છે. તે નામમાં એટલી શક્તિ હોય છે, જે આ સંસારના શું, પરલોકના સંકટને દુર કરવામાં પણ સક્ષમ હોય છે. એવું માનવામાં આવે છે કે છેલ્લા સમયમાં રામનું નામ લેવા વાળા વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. રામચરિતમાનસમાં તુલસીદાસજીએ રામ નામની ઘણી મહિમા ગાઈ છે.

રામનામની દવા સાચી નિયતથી ખાવ :-

અંગરોગ થાય નહિ મોટા રોગ મટી જાય એટલે કે રામ નામનું જપ એક એવી ઔષધી જેવું છે, જેને જો સાચા મનથી જપવામાં આવે તો તમામ પ્રકારના દુઃખ દુર થઇ જાય છે, મનને પરમ શાંતિ મળે છે.

વિદેશોમાં પણ છે રામ નામની ધૂમ :-

મર્યાદા પુરુષોતમ રામજીના નામની ધૂમ માત્ર દેશમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ છે. આખા વિશ્વમાં ઘણા દેશો છે જ્યાં તેમની જીવન લીલાઓ બતાવવામાં આવે છે. સુમાત્રા, જાવા, કોરિયા, મલેશિયા વગેરે અનેક દેશોમાં અતિ પ્રાચીન કાળથી રામ કથા પ્રચલિત છે. ઘણા દેશોમાં તે લોકો રામલીલા કરે છે, જે હિંદુ ધર્મના છે જ નહિ.

Source link —> gujaratilekh.com

Share this :