જાણો ખિચડી ખાવાથી થતા અઢળક ફાયદાઓ વિશે

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે આપણે ખીચડી વિષે થોડી મહત્વની વાત કરીશું. કારણ કે, આપણા બધા ભારતીયના ઘરમાં મુખ્ય રૂપથી ખોરાક તરીકે ખીચડીને પસંદ કરવામાં આવે છે. ખીચડી ભારતીય ખોરાકનું એક પ્રમુખ તત્વ હોવા છતા પણ આપણે એના વિષે વધારે જાણતા નથી.

આપણને તો માત્ર એટલુ જ ખબર છે કે ખીચડી મોટાપો વધારે છે. પરંતુ આજે અમે તમને ખીચડી વિષે થોડી એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જે તમે પહેલા કદાચ જ સાંભળી હોય. આજે અમે તમને ખીચડીના વિશેષ ગુણ જણાવવાના છીએ, જે તમારા શરીર માટે નુકશાનકારક નહીં પણ ફાયદાકારક હોય છે.

તો મિત્રો, જો ગરમીમાં ખાવામાં પુરીની જગ્યાએ જો ખીચડી ખાવામાં આવે, તો તે તમારા માટે ઘણી ફાયદાકારક સાબિત થાય છે. અને તે સ્વાદમાં સારી પણ લાગે છે. પરંતુ એના સિવાય લોકોના મનમાં ખીચડીને લઈને ખોટી ધારણા બનેલી હોય છે. જેના વિષે જાણવું જરૂરી છે. માટે આજે અમે તમને જણાવીશું કે, ખીચડી ખાવાના કયા કયા ફાયદા છે?

ખીચડી ખાવાના ફાયદા :

૧) જણાવી દઈએ કે, ખીચડીમાં સોડિયમની માત્રા નહીંવત હોય છે. એટલે ખીચડી એવા લોકો માટે સૌથી સારી હોય છે, જેમને હાઈ બ્લડ પ્રેશર અને હાયપરટેન્સનની સમસ્યા હોય છે.

૨) તમારે ગરમીના દિવસોમાં ખીચડીનું સેવન જરૂર કરવું જોઈએ. કારણ કે એને ખાવાથી શરીરને ઠંડક મળે છે. અને રાત્રે દાળ-ખીચડી ખાવાથી તે આપણા શરીરમાં ચરબીના સંગ્રહને નિયંત્રિત કરવા વાળા લેપ્તિનની કાર્યક્ષામતાને વધારવાનું કામ કરે છે, જેનાથી વજન નિયંત્રિત રહે છે.

૩) ખીચડી ખાવાથી શરીરને એનેર્જી મળે છે. એમાંથી શરીરને કાર્બોહાઈડ્રેટ મળે છે. એટલે આપણું મગજ સારી રીતે કામ કરે છે. એને ખાવાથી તમે એક્ટીવ રહો છો.

૪) ખીચડીમાં સારી એવું માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જે શરીરને ઉર્જા આપવાનું કામ કરે છે. એ ઉર્જાની જરૂરિયાત શરીરના દરેક ભાગને હોય છે. કારણ કે મગજ એ જ ઉર્જાથી આખા શરીરનું સંચાલન કરે છે. અને ખીચડીથી પ્રાપ્ત થતી ઉર્જા મેટાબોલિઝમ(ચયાપચય)ની ક્રિયાને પણ નિયમિત રાખે છે.

૫) તમને જાણીને આશ્ચર્ય થશે કે ખીચડીના સેવનનો સૌથી ચમત્કારિક લાભ એ છે કે, તે કેન્સર જેવી ઘાતક બીમારીઓને દુર રાખવામાં પણ મદદગાર હોય છે. સાથે જ તે શરીરમાં રહેલી ચરબીને દોષરહિત રાખે છે, અને ખરાબ બેકટેરિયાને સશક્ત થવાથી રોકે છે.

૬) ખીચડી ખાવી સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક છે. એમાં હાનીકારક ફેટ નથી હોતું તેમજ કોલેસ્ટ્રોલ અને સોડિયમ પણ હોતું નથી. એટલે તે એક નિયંત્રિત ડાયટ છે.

૭) જાણકારી માટે જણાવી દઈએ કે, ખીચડીમાં મેથીઓનીન, વિટામીન બી 1 અને રેઝીસ્ટેન્ટ સ્ટાર્ચ મળી આવે છે, જેમાં મેથિઓનિન(એક પ્રકારનું એમીનો એસીડ) હોય છે અને મેથિઓનિનમાં સલ્ફર ભરપુર માત્રામાં મળે આવે છે. જેનાથી ત્વચાની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ મળે છે.

૮) આપણે જેને સામાન્ય ગણીએ છીએ એ ખીચડીમાં ઘણા બાધા વિટામીન અને મિનરલ્સ મળી આવે છે. એટલે જ તો પેટ ખરાબ થવા પર અને અતિસાર થવા પર ડોક્ટર ખીચડી ખાવાની જ સલાહ આપે છે. જો શક્ય હોય તો બ્રાઉન રાઈસની બનેલી ખીચડી ખાવી જોઈએ. કારણ કે સ્વાસ્થ્ય માટે સફેદ રાઈસ કરતા બ્રાઉન રાઈસ વધારે ફાયદાકારક હોય છે. પણ એકવાતનું ખાસ ધ્યાન રાખવું કે, ડાયાબીટીસ અને અસ્થમાના દર્દીઓએ ખીચડી ખાવાથી દુર રહેવું જોઈએ.

૯) ખીચડીમાં વધારે માત્રામાં ફાયબર હોય છે, જે તમારા પાચનતંત્રને વ્યવસ્થિત રીતે કામ કરવામાં મદદગાર થાય છે. તેમજ ફાઈબર તમને ડાયાબીટીસ જેવી બીમારીઓથી પણ બચાવે છે.

૧૦) ખીચડી વિભિન્ન પ્રકારના વિટામીન અને મિનરલ્સનો ખજાનો છે. એમાં નિયાસિન, વિટામીન ડી, કેલ્શિયમ, ફાઈબર, આયર્ન, થાયમીન અને રાઈબોફ્લેવિન પર્યાપ્ત માત્રામાં હોય છે.

Source link —> gujaratilekh.com

Share this :