સ્વયં લક્ષ્મીજીએ લખેલા આ મંત્ર ને સૂતા પેહલા અચૂક બોલવો જોઈએ જાણો આ મંત્ર નું મહત્વ
મિત્રો આપણે એ વાતથી તો પરિચિત જ છીએ કે માણસની ઈચ્છાઓ અનંત હોય છે. એક પછી એક નવી નવી ઇચ્છાઓ જાગતી જ હોય છે અને તે પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે ઘણી મહેનત પણ કરતો હોય છે. પરંતુ તેમ છતાં ઘણી વાર તેને એવી પ્રગતિ નથી મળી શકતી. જેની તેણે કલ્પના પણ કરેલી હોય છે.
મિત્રો મોટા ભાગના વ્યક્તિના જીવનમાં ઘણા બધા ઉતાર ચડાવ આવતા હોય છે. તેમજ એટલી તકલીફોનો તેને સામનો કરવો પડતો હોય છે કે જેના કારણે તે પોતાની હિંમત હારી જતો હોય છે અને આગળ નથી વધી શકતો. ક્યારેક ગ્રહોની ચાલના કારણે વ્યક્તિએ પોતાના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ ઉઠાવવી પડતી હોય છે. ભલે તેઓ લાખો પ્રયાસ કરે તેમ છતા પણ તે સફળતાની સીડી ચડી રહ્યા હોય છે અને હાર માની લેતા હોય છે. અને પોતાની અમુક ઈચ્છાઓને પૂરી નથી કરી શકતા.
મિત્રો તમે પણ એવું ઈચ્છો છો કે તમારા જીવનમાં ખુશીઓ આવે, સમાજમાં તમારું માન, સમ્માન અને પ્રતિષ્ઠા વધે, તેમજ તમારા જીવનકાળ દરમિયાન તમારું ઘર ધન દોલતથી પરિપૂર્ણ રહે. તો તમારે મંગળવારના દિવસે ખાસ કરીને આ એક મંત્રનો જાપ કરવો જોઈએ અને મિત્રો આ મંત્રનો જાપ તમારે માત્ર ત્રણ જ વખત કરવાનો છે. તમને જણાવી દઈએ કે આ મંત્રની અસર તમને થોડા જ સમયમાં દેખાવા લાગશે.
શાસ્ત્રો અનુસાર હનુમાનજીનો આ મંત્ર ખુબ જ શક્તિશાળી અને અચૂક માનવામાં આવ્યો છે. જેની અસર ક્યારેય ખાલી નથી જતી. મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હનુમાનજીની મહિમા અપરંપાર છે. માન્યતા છે કે કળયુગમાં પણ હનુમાનજી જીવિત છે, અમર છે અને કહેવાય છે કે કોઈ વ્યક્તિ સાચા મનથી બજરંગ બલીનું સ્મરણ કરે તો હનુમાનજી અવશ્ય પ્રસન્ન થાય છે.
મિત્રો હનુમાનજીનું દરેક રૂપ મંગળકારી માનવામાં આવે છે. પછી ભલે તે સંજીવની પર્વત ઉપાડતા હોય કે પોતાની ગદાથી શત્રુઓનો નાશ કરી રહ્યા હોય, કે પછી પ્રભુ શ્રી રામના ચરણોમાં સેવક રૂપે બેઠેલા હોય. તેમના દરેક રૂપના દર્શન કરવા ઘણા શુભ અને ફળદાયી માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી સાક્ષાત ભક્તોનું કલ્યાણ થાય છે.
મિત્રો આજે અમે જે મંત્ર જણાવવા જઈ રહ્યા છીએ તે સંસારનો ગુપ્ત મંત્ર છે. કારણ કે આ મંત્રનો સાર શાસ્ત્રોમાં પણ લખાયેલો છે. પ્રાચીન સમયમાં મોટા મોટા શાહુકાર લોકો આ મંત્રનો પ્રયોગ કરતા હતા. આજે અમે તમને એવો મંત્ર જણાવશું કે તેના જાપથી તમારી જિંદગી હંમેશાને માટે બદલાઈ જશે.
મિત્રો આ મંત્રનો રોજે સુતા પહેલા સાચી શ્રધ્ધા અને આસ્થાથી ત્રણ વાર જાપ કરવાનો છે. રાત્રે સુતા સમયે તમારે તમારી આંખો બંધ કરી લેવાની છે અને હનુમાનજીનું સ્મરણ કરતા કરતા આ મંત્રનો ત્રણ વાર જાપ કરવાનો છે. અને તે મંત્ર આ પ્રમાણે છે.. 🕉🕉નામો લક્ષ્મી સ્વરૂપ હનુમંત ગૃહ પ્રવેશ, ઓમ નામો કુબેર ધન રૂપા હનુમંત આઓ હંમેશ.🕉🕉
નમો લક્ષ્મી સ્વરૂપા હનુમંત ગૃહ પ્રવેશ, ઓમ નમો કુબેર ધન રૂપા હનુમંત આઓ હમેશ.
મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લક્ષ્મી મહાગ્રંથમાં પણ આ મંત્રનું વર્ણન કરવામાં આવેલું છે અને કહેવાયું છે કોઈ વ્યક્તિ રોજે સુતા પહેલા અને ખાસ કરીને મંગળવારના દિવસે ત્રણ વાર આ મંત્રનો જાપ કરે તો તેના ઘરમાં સકારાત્મક શક્તિઓનો પ્રવેશ થાય છે અને તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. જેથી તેઓ ધનવાન બને છે અને સાથે સાથે હનુમાનજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિના જીવનમાં આવતા દરેક કષ્ટોને દુર કરે છે.
Source link —> www.gujaratidayro.com