જાણો મહાલક્ષ્મીજી ના આઠ સ્વરૂપો ની આરાધના કરવાથી થશે દરેક મનોકામના પુર્ણ

સારું જીવન જીવવા માટે અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે દરેક લોકો લક્ષ્મી માતા ની પૂજા અર્ચના કરે છે. માતા લક્ષ્મી ને ધન ની દેવી માનવામાં આવે છે અને એવું કરવાથી ઘરમાં ખુશી આવે છે અને ધન ની પ્રાપ્તિ થાય છે, પરતું શું તમને ખબર છે કે લક્ષ્મી જી નું ફક્ત એક સ્વરૂપ નથી, પરતું દેવી મહાલક્ષ્મી ના અન્ય પણ સ્વરૂપ છે, જેના વિશે લગભગ જ તમે જાણતા હશો, દેવી લક્ષ્મી ના અન્ય સ્વરૂપ થી ધન ની સાથે યશ, આરોગ્ય, આયુ વગેરે પણ પ્રાપ્ત થાય છે.

માતા લક્ષ્મીના અષ્ટલક્ષ્મી સ્વરૂપો ની ઉપાસના થી માનવની દરેક મનોકામના પૂરી થાય છે અને સુખ સમૃદ્ધિ ના આશીર્વાદ ની સાથે ધન વૈભવ પણ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણી લઈએ માતા લક્ષ્મી ના અન્ય આઠ સ્વરૂપો વિશે.

ધનલક્ષ્મી

લક્ષ્મીજી ના આઠ સ્વરૂપમાં એક અને પહેલી દેવી છે ધનલક્ષ્મી. એવી માન્યતા છે કે માતા ના આ સ્વરૂપની આરાધના અને પૂજા અર્ચના કરવાથી સમૃદ્ધિ ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સાથે જ એની ઉપાસના કરવાથી કર્જ અને સમસ્ત આર્થિક પરેશાનીઓ માંથી મુક્તિ મળે છે.

મંત્ર-માતાની ઉપાસના કરવા માટે ॐ धनलक्ष्म्यै नम: મંત્ર નો જાપ કરવો જોઈએ.

યશ લક્ષ્મી

લક્ષ્મી માતા નું બીજું સ્વરૂપ છે યશલક્ષ્મી, એની આરાધના કરવાથી માન-સમ્માન, યશ, એશ્વર્ય ની પ્રાપ્તિ થાય છે. એવું માનવામાં આવે છે કે માતા યશ લક્ષ્મી ની ઉપાસના થી ભક્તો માં વિનમ્રતા ના ગુણ આવે છે અને એના શત્રુઓ નો નાશ થઇ જાય છે.

મંત્ર – માતા ની ઉપાસના કરવા માટે ॐ यशलक्ष्म्यै नम: મંત્ર નો જાપ કરવો જોઈએ.

આયુલક્ષ્મી

માતા લક્ષ્મીનું ત્રીજું સ્વરૂપ છે આયુલક્ષ્મી, આયુલક્ષ્મી માતા ની આરાધના ભક્તો લાંબા આયુષ્ય માટે કરે છે. આયુલક્ષ્મી માતા ની આરાધના થી ભક્તો ને શારીરિક અને માનસિક રોગો માંથી મુક્તિ મળે છે.

મંત્ર – માતા ની ઉપાસના કરવા માટે ॐ आयुलक्ष्म्यै नम: મંત્ર નો જાપ કરવો જોઈએ.

વાહનલક્ષ્મી

લક્ષ્મી માતા નું ચોથું સ્વરૂપ છે વાહનલક્ષ્મી માતા, એવું માનવામાં આવે છે કે વાહન ની અભિલાષા રાખતા સાધકો એ માતા લક્ષ્મી ના આ સ્વરૂપની પૂજા અર્ચના કરવી જોઈએ. એવી માન્યતા છે કે વાહનલક્ષ્મી માતા ની ઉપાસના કરવાથી સાધકો ને ઉત્તમ અને ઈચ્છિત વાહન ની પ્રાપ્તિ થાય છે.

મંત્ર – માતા ની ઉપાસના કરવા માટે ॐ वाहनलक्ष्म्यै नम: મંત્ર નો જાપ કરવો જોઈએ.

સ્થિરલક્ષ્મી

માતા લક્ષ્મી નું પાંચમું સ્વરૂપ છે સ્થિરલક્ષ્મી માતા, એવું માનવામાં આવે છે કે સ્થિરલક્ષ્મી માતા ની ઉપાસના થી ઘરમાં ધન નો વૈભવ હંમેશા બની રહે છે.

મંત્ર – માતા ની ઉપાસના કરવા માટે ॐ स्थिरलक्ष्म्यै नम: મંત્ર નો જાપ કરવો જોઈએ.

સત્યલક્ષ્મી

માતા લક્ષ્મી નું છઠ્ઠું સ્વરૂપ છે સત્યલક્ષ્મી માતા, એવી માન્યતા છે કે સુંદર અને સુશીલ પત્ની ની ઈચ્છા રાખતા વ્યક્તિ ને માતા સત્યલક્ષ્મી ની ઉપાસના કરવી જોઈએ.

મંત્ર – માતા ની ઉપાસના કરવા માટે ॐ सत्यलक्ष्म्यै नम: મંત્ર નો જાપ કરવો જોઈએ.

સંતાનલક્ષ્મી

માતા લક્ષ્મી નું સાતમું સ્વરૂપ છે સંતાનલક્ષ્મી માતા, એની ઉપાસના કરવાથી સાધક ને ઉતમ, સ્વસ્થ અને સુંદર સંતાન ની પ્રાપ્તિ થાય છે.

મંત્ર – માતા ની ઉપાસના કરવા માટે ॐ नम: संतानलक्ष्म्यै મંત્ર નો જાપ કરવો જોઈએ.

ગૃહલક્ષ્મી

માતા લક્ષ્મીનું આઠમું સ્વરૂપ છે ગૃહલક્ષ્મી માતા, એના પૂજનથી સાધક ના ઘરમાં ક્યારેય પણ કોઈ પ્રકારની ગૃહસ્થી ની સમસ્યા નથી થતી અને ઘરમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સંપન્નતા બની રહે છે.

મંત્ર – માતા ની ઉપાસના કરવા માટે ॐ नम: गृहलक्ष्म्यै મંત્ર નો જાપ કરવો જોઈએ

Sorce–> gujjubaba.com

Share this :