જાણો ઉજ્જૈનમાં બિરાજેલા હરસિધ્ધિ માતાજી નો ઈતિહાસ અને પૌરાણિક કથા

મિત્રો , આપણો દેશ એ આધ્યાત્મિક તથા ધાર્મિક રીતે ખૂબ જ સમૃધ્ધ છે. આપણા દેશ મા કોઈપણ ખૂણે દેવી-દેવતા ના સ્થાનક ના હોય તેવુ શક્ય જ નથી. હાલ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પોરબંદર ના ગાંધવી ગામ ના દરિયાકિનારે આવેલ કોયલા ડુંગર પર સ્થિત દેવી માતા હરસિધ્ધિ ની. આજ દેવી પ્રભુ શ્રી કૃષ્ણ ના કુળદેવી પણ ગણાય છે. આ જ દેવી રાજા વિક્રમ ના પણ કુળદેવી છે. તો ચાલો તેમના વિશે થોડી વિસ્તૃત માહિતી મેળવીએ.

બેટદ્વારિકા મા શંખાસૂર નામક રાક્ષસ નો કોપ હતો. જેનાથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા. આ સમયે પ્રભુ શ્રી કૃષ્ણ કોયલા ડુંગર પર પધાર્યા અને તેમના કુળદેવી માતા હરસિધ્ધિ પ્રસન્ન થયા અને ત્યારે પ્રભુએ વર સ્વરૂપે માતા હરસિધ્ધિ ને આ ડુંગર પર બિરાજી લોકો નુ રક્ષણ કરવા કહ્યુ.

ત્યારબાદ માતા હરસિધ્ધિ આ ડુંગર પર શ્રધ્ધાપૂર્વક બિરાજ્યા. આ સાથે માતા હરસિધ્ધિ એ શ્રી કૃષ્ણ ને વચન આપ્યુ કે જ્યારે તમે યાદવો ની સાથે શંખાસુર નો સંહાર કરવા જશો અને દરિયાકિનારે ઊભા રહી ને મને યાદ કરશો ત્યારે હુ તમારી સહાયે આવી પહોચીશ.

કોયલા ડુંગર પર બિરાજેલા તથા સ્થિત થયેલા માતા હરસિધ્ધિ ના દર્શન કરવા માટે ૪૦૦ પગથિયા નો સફર તય કરવો પડશે. જ્યા માતાજી ના દર્શન તમને થશે. આ ઉપરાંત કોયલા ડુંગર પર થી માતાજી તળેટી મા કેવી રીતે પધાર્યા તે પણ જાણવા જેવી બાબત છે.

એવી માન્યતા છે કે જે કોયલા ડુંગર પાસે ના દરીયા મા થી પસાર થાય તે બધાએ માતા હરસિધ્ધિ ના નામ ના શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરી ને આગળ વધવાનો ત્યા એક નિયમ હતો. જેથી , માતાજી ના આશીર્વાદ તેમના પર બન્યા રહે અને તેમની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ જાય.

હવે પ્રસંગ એવો કે એક જગડુશા નામ નો શ્રીમંત વાણીયો પોતાના સાત વહાણો લઈ ને અહીયા થી પસાર થયો. આ વ્યાપારી સ્વભાવ નો કંજૂસ હતો એટલે તેણે શ્રીફળ અને ચૂંદડી માતાજી ને અર્પણ કર્યા નહી અને થોડા સમય પશ્ચાત જગડુશા ના સાતેય વહાણો દરિયા મા ડુબવા માંડયા. ત્યારે જગડુશા દેવી હરસિધ્ધિ નુ સ્મરણ કરે છે અને કહે છે કે જો મારા સાતેય વહાણો સુરક્ષિત આ દરિયો પાર કરી જાય તો હુ કોયલા ડુંગર ચડી ને દર્શન કરવા આવીશ. ત્યારે બધા જ વહાણો બચી ગયા.

જગડુશા ૪૦૦ પગથિયા ચડી ચડી ને થાક અનુભવવા લાગ્યો એટલે તેણે નિર્ધાર કર્યો કે હુ સ્વખર્ચે માતા હરસિધ્ધિ નુ દેવસ્થાન નુ નિર્માણ કરી કોયલા ડુંગર ની તળેટી મા સ્થાપીશ. જગડુશા એ માતાજી નુ પૂજન-અર્ચન કરી માતાજી ને રાજી કર્યા અને માતાજી રાજી થયા ને તેને વરદાન માગવા કહ્યુ ત્યારે જગડુશા એ જણાવ્યુ કે , હે માતા તમે ડુંગર ની ટોચ મા થી તળેટીએ પધારો અને ત્યાં બિરાજો તથા મારા વહાણો ક્યારેય પણ ના ડૂબે તેવુ વરદાન આપો.

માતાજી એ આ વ્યાપારી ની કઠીન કસોટી લેવા નુ વિચાર્યુ. તેમણે કહ્યુ ,‘ જો તુ દરેક પગથીયે બલી ચડાવીશ તો હુ નીચે પધારીશ.’ માતાજી ની આ માંગણી વ્યાપારી એ માન્ય રાખી અને દરેક પગથીયે પશુઓ ની બલિ આપી પરંતુ , છેલ્લા ચાર પગથિયા જ બાકી અને બલિ માટે કોઈ પશુ નહોતુ મળતુ.

ત્યારે જગડુશા એ પોતાના પરિવાર અને પોતાની બલી આપી. જેથી પ્રસન્ન થઈ ને માતા એ બધા જ જીવો ને ફરી સજીવન કર્યા અને તળેટી એ બિરાજ્યા. ત્યાર થી તે જગડુશા ના કુળદેવી તરીકે પણ પુજાય છે. હવે જાણીએ ઉજ્જૈન અને રાજા વિક્રમ સાથે સંકળાયેલો માતા હરસિધ્ધિ નો ઈતિહાસ.

રાજા વિક્રમ ના ફઈ ના પુત્ર ગાંધવી ગામ ના શાસક હતા એટલે વિક્રમ એકવાર ઉજજૈન થી ત્યાં આવે છે. વિક્રમ જ્યારે ઉજજૈન પધાર્યા તો તેમણે નિહાળ્યુ કે તેમના ફઈ ના પુત્ર નુ શરીર એકદમ સૂકાતુ જાય છે. તેમણે તેને આ વિશે નુ કારણ પૂછયુ. ત્યારે તેમના ફઈ ના પુત્ર એ જણાવ્યુ કે , તે ક્ષણે-ક્ષણે મૃત્યુ દ્વાર સુધી પહોચે છે ? વિક્રમ ને આ વાત કાઈ સમજાણી નહી એટલે તેમણે વિસ્તાર મા જણાવ્યુ.

તમારા ભાભી માતા હરસિધ્ધિ ના પરમ ભક્ત હતા. એકવખત નવરાત્રી સમયે માતા હરસિધ્ધિ ની ઉપાસના અને આરાધના થઈ રહી હતી. તે દરમિયાન હું એક સુંદર સ્ત્રી પર મોહીત થઈ ગયો અને મે તેના પર બળજબરી કરવા નો પ્રયત્ન કર્યો. મારા આ કૃત્ય થી માતા હરસિધ્ધિ કોપાયમાન થયા અને મને શ્રાપ આપ્યો કે ,“ તારી પત્ની મારી ભક્ત છે એટલે તેનુ અખંડ સૌભાગ્ય તો હુ છીનવી ના શકુ પરંતુ , એક સ્ત્રી સાથે બળજબરી કરવા નો દંડ તને અવશ્ય મળશે.

ત્યારે માતાજી બોલ્યા કે તારે નિયમીત મારા મંદિરે દર્શને આવવુ પડશે. ત્યા હુ ગરમ તેલ ની ધૂણી મા તારા દેહ ને ઓગાળીશ અને તને પુનઃ સજીવન કરીશ.” મારી એક ભૂલ ને કારણે મારે રોજ આ યાતનાઓ સહેવી પડે છે. બીજા દિવસે મહારાજ વિક્રમ પોતાના ભાઈ નો વેશ ધારણ કરી ને માતા ના દેવસ્થાને જાય છે અને માતા તેમનો દેહ તેલ ની ધૂણી મા ઓગાળે છે અને રાજા વિક્રમ ની આ પ્રેમ ભાવના જોઈ ને તે તેમના થી પ્રસન્ન થઈ ને માતા તેમને બે વરદાન આપે છે.

રાજા વિક્રમ આ બે વરદાન મા પોતાના ભાઈ ને શ્રાપ મા થી મુક્તિ અને ઉજજૈન મા તેમના કુળદેવી તરીકે પુજાય તેવી માંગણી કરે છે. ત્યાર થી માતા હરસિધ્ધિ કોયલા ના ડુંગર અને ઉજજૈન બંને જગ્યાએ વાસ કરે છે. પરોઢ ની આરતી કોયલા ડુંગર અને સંધ્યા આરતી ઉજજૈન થાય છે. આ વિશ્વ નુ એકમાત્ર એવુ દેવસ્થાન છે જ્યા માત્ર એક જ સમય આરતી થાય છે.

Source link —> mojemustram.posspooja.in

Share this :