સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટે કરવા જોઈએ આ ચમત્કારિક મંત્રો ના જાપ
ભક્તિ ની પરંપરા માં ભગવાન શ્રીકૃષ્ણ સૌથી વધુ આકર્ષિત કરનારા ભગવાન છે. યોગેશ્વર રૂપમાં તે જીવન ના દર્શન આપે છે તો બાળ રૂપમાં તેની લીલાઓ ભક્તોના મનને લુભાવે છે. વ્રજ મંડળ થી નીકળીને શ્રીકૃષ્ણ ક્યારે અને કેવી રીતે એક મહાન ભગવાન બની ગયા તેની ખબર જ ન પડી. અને પૂર્વ થી લઈને પશ્ચિમ સુધી દરેક કોઈ કાનાની ભક્તિ કરે છે. ચૈતન્ય મહાપ્રભુ ના ભક્તિ આંદોલનના સમયે શ્રીકૃષ્ણ નો જે મહામંત્ર પ્રસિદ્ધ થયો, તે ત્યારથી લઈને અત્યાર સુધી લગાતાર દેશ દુનિયામાં ગુંજી રહ્યો છે. આ જન્માષ્ટમી પર તમે પણ મોરલી મનોહર શ્રી કૃષ્ણ ની કૃપા મેળવવા માટે તેના મંત્ર ના જાપની શરૂઆત કરી શકો છો.
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे हरे राम हरे राम राम राम हरे हरे॥
15 મી શતાબ્દી માં ચૈતન્ય મહાપ્રભુ ના ભક્તિ આંદોલન ના સમયે પ્રસિદ્ધ થયેલા આ મંત્ર ને વૈષ્ણવ લોકો મહામંત્ર કહે છે. ઇસ્કોન ના સંસ્થાપક શ્રીલ પ્રભુદાસ અનુસાર આ મહામંત્ર નો જાપ તેવા જ પ્રકારે કરવો જોઈએ જેવી રીતે એક બાળક પોતાની માતાનું ધ્યાન આકર્ષિત કરવા માટે રોવે છે.
‘ॐ नमो भगवते श्री गोविन्दाय’:
ભગવાન શ્રીકૃષ્ણ ના આ દ્વાદશાક્ષર(12) મંત્ર ના જે પણ સાધક જાપ કરે છે, તેઓને સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય ની પ્રાપ્તિ થાય છે.
‘कृं कृष्णाय नमः’
આ પાવન મંત્ર સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા બતાવામાં આવ્યા છે. તેના જાપથી જીવન સાથે જોડાયેલી તમામ બાધાઓ દૂર થઇ જાય છે અને ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ નો વાસ થાય છે.
‘ॐ श्री कृष्णाय शरणं मम्।’:
જીવનમાં કોઈ આપત્તિ ના નિવારણ માટે ભગવાન શ્રી કૃષ્ણ નો આ ખુબ જ સરળ અને પ્રભાવી મંત્ર છે. આ મહામંત્ર ના જાપ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ તમારી મદદ કરવા માટે જરૂર આવશે જેવી જ રીતે મહાભારતના સમયે દ્રૌપદી ની મદદ માટે પહોંચ્યા હતા.
શ્રદ્ધા અને વિશ્વાસના નીચે આપેલ આ મંત્ર ના જાપ કરવાથી તમામ સંકટો થી મુક્તિ મળવાની સાથે સાથે દરેક મનોકામનો પણ પૂર્ણ થાય છે. સુખ સમૃદ્ધિ અને શુભતા વધારવા માટે આ મહાન મંત્ર ખુબ જ કારગર સાબિત થાય છે
आदौ देवकी देव गर्भजननं, गोपी गृहे वद्र्धनम्।
माया पूज निकासु ताप हरणं गौवद्र्धनोधरणम्।।
कंसच्छेदनं कौरवादिहननं, कुंतीसुपाजालनम्।
एतद् श्रीमद्भागवतम् पुराण कथितं श्रीकृष्ण लीलामृतम्।।
अच्युतं केशवं रामनारायणं कृष्ण:दामोदरं वासुदेवं हरे।
श्रीधरं माधवं गोपिकावल्लभं जानकी नायकं रामचन्द्रं भजे।।
अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम् ।
हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ।। 1 ।।
वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरम्
चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ।। 2 ।।
वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ ।
नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ।। 3 ।।
गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरम् ।
रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ।। 4 ।।
करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरम् ।
वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ।। 5 ।।
गुञ्जा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा ।
सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ।। 6 ।।
गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरम् ।
दृष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ।। 7 ।।
गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा ।
दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ।। 8 ।।
કનૈયા ની સ્તુતિ કરવા માટે તમામ મંત્ર છે પણ આ મંત્ર તેની મધુર છબી નું દર્શન કરાવે છે. આ મંત્રની સ્તુતિ માં કનૈયાની અત્યંત મનમોહક છબી ઉભરાઈને આમે આવે છે. સાથે જ યોગેશ્વર શ્રીકૃષ્ણ ના સર્વવ્યાપી અને વિશ્વ ના પાલનકર્તા હોવાનો અનુભવ થાય છે.
Source link —>gujjurocks.in