જાણો ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર જગ્યા ભાલકા તીર્થનું મહત્વ અને પૌરાણિક કથા વિશે

આપણો દેશ એ વિવિધતા મા એક્તા ધરાવતો દેશ છે. અહી અનેક ધર્મ ના લોકો નિવાસ કરે છે. આ પ્રત્યેક દેવસ્થળ એ ભક્તો ની તેના પ્રભુ તરફ ની આસ્થા દર્શાવે છે. આ પૈકી નુ એક સ્થાન ગુજરાત મા સોમનાથ તીર્થસ્થાન થી આશરે પાંચ કી.મી ના અંતરે આવેલ વેરાવળ નજીક કે જેનુ નામ ભાલકા તીર્થ છે.

મળતી વિગતો અનુસાર આ દેવાલય મા પ્રભુ કૃષ્ણ એ તેમના શરીર નો ત્યાગ કરેલ હતો. ત્યાના નિવાસ કરનારા વ્યક્તિઓ એવુ માને છે કે આ સ્થળ ની મુલાકાત લેનારા તમામ ની મનોકામના પૂર્ણ કરે છે પ્રભુ શ્રી કૃષ્ણ. આ સ્થાન પર આશરે પાંચ હજાર સાલ જુનુ એક વૃક્ષ આવેલ છે. જે હજી સુધી હર્યુભર્યુ છે. અહી આવનાર વ્યક્તિ આ વૃક્ષ નુ પૂજન-અર્ચન કરે છે.

એક લોકગાથા અનુસાર મહાભારત નુ યુધ્ધ સમાપ્ત થઈ ગયા બાદ આશરે ૩૬ સાલ બાદ યાદવ વંશ આવેશ મા આવ્યા અને પોતાના વંશ મા જ લડાઈ કરવા લાગ્યા. આ ઝઘડા થી દુઃખી થઈ ને ભગવાન શ્રી કૃષ્ણ સોમનાથ દેવાલય થી પાંચ કી.મી. આ સ્થાન પર વિશ્રામ કરવા ગયા.

જ્યારે પ્રભુ કૃષ્ણ ધ્યાનાવસ્થા મા વિશ્રામ કરી રહ્યા હતા તે સમયે જરા નામ ના એક ભીલ ને કઈક ચમકીલુ નજરે પડે છે અને તેને એમ થાય છે કે તે મૃગ છે અને તે બાજુ તીર છોડી દે છે. આ તીર ભગવાન કૃષ્ણ ના ડાબા પગ મા વાગે છે. જ્યારે આ ભીલ પાસે જાય છે ત્યારે પ્રભુ ની ક્ષમા માંગે છે અને જણાવે છે કે તેના પગ ની પેની ચમકીલી મૃગ ની આંખ જેવી લાગતી હતી. એટલે તે તેને મૃગ સમજી બેઠો.

આ ભીલ ને શ્રીકૃષ્ણ જણાવે છે કે એ પોતે નકામો દુઃખી થાય છે જે કઈ પણ થયુ છે તે વીધી નુ વિધાન છે. તીર થી ઘવાયેલા પ્રભુ શ્રીકૃષ્ણ ભાલકા થી અમુક અંતરે આવેલ સ્થાન હિરણ નદી ના તટે જાય છે. અને માન્યતા અનુસાર આ સ્થાન પર પ્રભુ શ્રીકૃષ્ણ પંચમહાભૂત મા સમાઈ જાય છે.

હાલ પણ સ્થિત છે આ જગ્યાએ પ્રભુ કૃષ્ણ ના પગ ની છાપ :

સોમનાથ થી આશરે દોઢ કી.મી ના અંતરે હીરણ નદી છે. આ નદી ના તટ પાસે હાલ પણ પ્રભુ કૃષ્ણ ના પગ ની છાપ જોવા મળે છે. આ સ્થાન પુરા વિશ્વ મા દેહોત્સર્ગ નામ થી ખ્યાતિ મેળવેલ છે.

Source link —> mojemustram.posspooja.in

Share this :