દેખાવમાં નાના લાગતા ફળના આટલા મોટા ફાયદાઓ જાણી ને ચોકી જશો
બટેકા જેવું દેખાતું ફળ ચીકુ ખાવામાં એકદમ મીઠું અને સ્વાદિષ્ટ હોય છે. ચીકુ દેખાવમાં તો એકદમ નાનું ફળ છે પણ એના ફાયદા મોટા મોટા છે. ચીકુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એક લાભકારી ફળ માનવામાં આવ્યું છે. ઘણા લોકોને તો ચીકુ શેક પીવો ખુબ જ પસંદ હોય છે. ચીકુમાં 71 % પાણી, 1.5 % પ્રોટીન, 1.5 % ફેટ અને 25.5 % કાર્બોહાઇડ્રેટ રહેલું હોય છે. સાથે જ એમાં વિટામિન A અને C ની ભરપૂર માત્રા હોય છે. એટલું જ નહિ , એમાં 14 % શર્કરા પણ મળે છે.
ચીકુમાં આયરન અને ફોસ્ફરસની પણ માત્રા વધુ હોય છે. આટલા બધા ગુણો હોવાને લીધે ચીકુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ માનવ શરીર માટે ઘણું જ ફાયદેમંદ સાબિત થાય છે.આજે અમે તમને ચીકુ ખાવાથી થતા કેટલાક એવા ફાયદાઓ વિષે જણાવીશું જે જાણીને તમે હેરાન થઇ જશો. તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય કે સાધારણ દેખાતું ચીકુ આટલા કમાલ કરી શકે છે.
આંખો માટે ફાયદેમંદ
આંખોને સ્વસ્થ રાખવા માટે વિટામિન A ખુબ જ જરૂરી હોય છે. ચીકુમાં એની માત્રા પ્રયાપ્ત માત્રામાં હોય છે જે આંખોને સ્વસ્થ જાળવી રાખવામાં આપણને મદદ કરે છે. એ આંખો સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરે છે.
રાખે ઉર્જાથી ભરપૂર
એમાં ગ્લુકોઝની માત્રા પર્યાપ્ત માત્રામાં હોય છે જે શરીરને એનર્જી આપવામાં મદદ કરે છે. માટે ગરમીમાં ચીકુ ખાવાની સલાહ આપવામાં આવે છે. એ શરીરને ઝડપથી ઉર્જા આપે છે.
બીમારીઓથી બચાવે
ચીકુમાં ટેનિન્સ પણ મળે છે જે અલગ અલગ પ્રકારની બીમારીઓથી લડવામાં આપણી મદદ કરે છે. એનું સેવન તમને કબજિયાત, દસ્ત અને એનિમિયા જેવી બીમારીઓથી છુટકારો અપાવી શકે છે. સાથે જ હૃદય અને ગુર્દા સાથે જોડાયેલી બીમારીઓમાં પણ ફાયદેમંદ છે.
કેન્સરથી બચાવે
ચીકુ કેન્સરથી લડવામાં પણ આપણી મદદ કરે છે. એમાં વિટામિન , એન્ટી ઓક્સીડેન્ટસ , ફાયબર અને અન્ય પોષક તત્વોની માત્રા ભરપૂર હોય છે જે કેન્સર રોઘીનું કામ કરે છે.
હાડકાઓ માટે ફાયદેમંદ
ચીકુમાં કેલ્શિયમ ફોસ્ફરસ અને આયર્ન મળે છે જે હાડકાઓને મજબુત કરવામાં આપણી મદદ કરે છે.
એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટેરિયલ
ચીકુ શરીરને બેક્ટેરિયા અને ઇન્ફેકશનથી પણ બચાવવામાં આપણને મદદ કરે છે. એમાં પોલિફેનોલ્સ એન્ટી ઓક્સીડેન્ટ હોવાને લીધે એમાં ઘણા એન્ટી વાયરલ , એન્ટી પ્રેસ્ટીજ, અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે.
ઝાડામાં અપાવે રાહત
ઝાડાની સમસ્યા હોય તો ચીકુ ખુબ જ ફાયદેમંદ હોય છે. એના માટે સૌથી પહેલા તમારે ચીકુને પાણીમાં ઉકાળીને એનો કાઢો બનાવવાનો છે , એ કાઢો પીવાથી ઝાડામાં આરામ મળે છે.
પથરી નીકાળે બહાર
ચીકુ પથરીમાં પણ ખુબજ ફાયદેમંદ હોય છે. જો તમને પથરી છે તો ચીકુના બીજને પીસીને ખાવાથી પથરી પેશાબના રસ્તેથી બહાર નીકળી જશે. સાથે જ એ કિડનીના રોગોથી પણ બચાવ કરે છે.
ત્વચાને બનાવે છે તંદુરસ્ત
ત્વચાને સ્વસ્થ બનાવવામાં વિટામિન E ની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. ચીકુમાં વિટામિન E ની માત્રા ભરપૂર હોય છે, એ તમારા ચહેરાને મુલાયમ બનાવી રાખવાનું કામ કરે છે, ત્વચાને સુંદર અને સ્વસ્થ બનાવવા માટે રોજ એક ચીકુનું સેવન કરવું જોઈએ.
કૈવિટી ભરે
ચીકુમાં જે લેટેક્સ તત્વ મળે છે એ દાંતોની કૈવિટી ભરવામાં મદદ કરે છે.
Source link —> jobaka.in