આજથી જ શરુ કરી દો ટામેટાં ખાવાનું આટલી બીમારીઓ તો દૂર જ રહેશે

ટામેટાંનો ઉપયોગ શાક બનાવવામાં કરવામાં આવે છે અને એ સલાડ , સૂપ અને ચટણી તરીકે પણ ખાવામાં આવે છે. ટામેટામાં હાજર ગુણ એને વધારે ગુણકારી બનાવે છે અને એ ખાવાથી ઘણા ખતરનાક રોગોનો ઉપચાર પણ થઇ જાય છે.

ટામેટાં ખાવાથી દૂર ભાગી જાય છે બીમારીઓ :

એસીડીટી થાય દૂર

એસીડીટીની સમસ્યાથી છુટકારો મેળવવામાં ટામેટા મદદગાર સાબિત થાય છે અને એ ખાવાથી એસિડિટીથી પણ છુટકારો મળી જાય છે. ટામેટામાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન હાજર હોય છે કે જે પેટમાં એસીડીટી થતા અટકાવે છે.

આંખો માટે ગુણકારી

ટામેટાનું સેવન કરવું આંખો માટે પણ ગુણકારી હોય છે અને એ ખાવાથી આંખો એકદમ દુરુસ્ત રહે છે. એમાં એવું છે કે ટામેટાની અંદર વિટામિન એ મળે છે અને વિટામિન એ આપણી આંખો માટે ઘણું જ ફાયદાકારક હોય છે. માટે જે લોકોને આંખોને રોશની ઓછી હોય એમણે ટામેટાનું સેવન કરવું જોઈએ. ટામેટાનું સૂપ પીવાથી આંખો સ્વસ્થ રહે છે. ટામેટાનું સૂપ તૈયાર કરવું ઘણું જ સરળ છે. એના માટે બસ બે ટામેટા ઉકાળી લો અને પછી એને મિક્સીમાં પીસી લેવું. પીસ્યા પછી તમારે એને ગાળી લેવું અને એના રસને ઘી માં ફ્રાય કરી લો. તૈયાર છે ટામેટાનું સૂપ અને તમારે અઠવાડિયામાં 4 વાર આ સૂપ પીવું જોઈએ.

ચહેરો ચમકે

ટામેટાનો પ્રયોગ કરીને ચમકદાર ત્વચા પણ મેળવી શકાય છે. ચમકદાર ત્વચા મેળવવા માટે તમારે ટામેટાનો રસ ચહેરા પર લગાવી લેવો અને 15 મિનિટ પછી પોતાનો ચહેરો ધોઈ લેવો. તમે ઈચ્છો તો ટામેટાના રસની અંદર મધ પણ ઉમેરી શકો છો. ટામેટા અને મધને એક સાથે ચહેરા પર લગાવવાથી ત્વચામાં નીખાર આવે છે સાથે જ ત્વચા મુલાયમ પણ થઇ જાય છે.

ખાંસી અને લાળની સમસ્યા નથી થતી

ટામેટા ખાવાથી શ્વાસનળી પર સારી અસર થાય છે અને શ્વાસનળી એકદમ સાફ રહે છે. શ્વાસનળી સાફ રહેવાથી ખાંસી અને લાળ જેવી બીમારીઓથી શરીરની રક્ષા થાય છે.

પેટના કિડાં મરે

ટામેટાનો રસ પીવાથી પેટના કીડા મરી જાય છે. માટે લોકો જે લોકોને પેટમાં કીડા થવાની શક્યતા રહેતી હોય એમણે ટામેટાનો રસ પીવો જોઈએ. રોજ સવારે ખાલી પેટ ટામેટાનો રસ પીવાથી એક અઠવાડિયામાં જ પેટના કીડા મળી જશે. તમારે બસ એક ટામેટાને પીસી લેવું અને એનો રસ કાઢી લેવો અને એ રસમાં કાળા મરી પાવડર નાખવું, આ રસ સતત એક અઠવાડિયું પીવું.

ડાયાબીટીસ રહે નિયંત્રણમાં

ટામેટાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે સારું માનવામાં આવે છે. એ ખાવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં રાખી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓ નિયમિત રીતે જો ટામેટા ખાય છે તો એમનું શુગર નિયંત્રણમાં રહે છે અને વધતું નથી. ડાયાબિટીસથી ગ્રસ્ત લોકોએ રોજ એક ટામેટાનું સેવન કરવું જોઈએ. તમે ઈચ્છો તો એને સૂપ અથવા તો સલાડ રૂપે પણ ખાઈ શકો છો.

Source link —> jobaka.in

Share this :