જાણો ડાકોર નગરીમાં બિરાજતા રણછોડરાયજી ની અદ્ભુત પ્રાગટ્ય કથા વિશે

ડાકોર એટલે દ્વૈત થી અદ્વૈત સુધી ની યાત્રા. ડાકોર એટલે ભક્ત બોડાણા ના આશિર્વાદ થી નિર્માણ પામેલુ રણછોડરાયજી નુ દેવસ્થાન. જ્યા દર વર્ષે લાખો ભક્તો ની ભીડ હોય છે. તમને જાણી ને નવાઈ લાગશે કે આ મંદિર નુ નિર્માણ મસ્જીદ જેવુ કરાયુ છે. આ મંદિર પ્રકૃતિ સાથે જોડાયેલુ છે. આ સ્થાને શ્રી કૃષ્ણ ને રણછોડરાયજી તરીકે પૂજવા મા આવે છે.

રણછોડરાય શબ્દ નો અર્થ યુધ્ધ નુ મેદાન ત્યજી ભાગી જનાર. જરાસંઘ સમક્ષ યુધ્ધ દરમિયાન શ્રી કૃષ્ણ મેદાન છોડી ભાગી જાય છે જેથી તે સમગ્ર વિશ્વ મા રણછોડરાય તરીકે પૂજાયા. ડાકોર મા જે સરઘસ નીકળે છે તે ફેબ્રુઆરી અને માર્ચ ના સમયગાળા મા હોળી ના સમયે નીકળે છે.

આ ઉપરાંત શરદપૂર્ણીમા અને નવરાત્રી નો તહેવાર પણ ધામધૂમ થી ઉજવાય છે. એવી માન્યતા છે કે આ જ દિવસે પોતાના ભાઈ ને આપેલા વચન ને પૂર્ણ કરવા તે દ્વારકા છોડી ડાકોર આવે છે. શ્રીકૃષ્ણ એક જ એવા દેવ છે જે બધા જ ધર્મો મા જુદી-જુદી રીતે પૂજાય છે. કોઈપણ ધર્મ નો વ્યક્તિ શ્રીકૃષ્ણ નો ભક્ત ના હોય તેવુ શકય નથી.

તેમણે પોતાના મનુષ્ય અવતાર મા બાળલીલાઓ દ્વારા સમગ્ર સંસાર ને કઈ ને કઈ શીખ આપી છે. હરિદ્વાર હોય કે ગુજરાત શ્રીકૃષ્ણ સૌના વ્હાલા છે. હિન્દુ ધર્મ મા ચાર યુગો આવ્યા. સતયુગ , દ્વાપરયુગ . ત્રેતાયુગ અને હાલ કળિયુગ. દ્વાપરયુગ ના ૮૬૩૭૮૫ મા વર્ષ શ્રાવણ વદ આઠમ બુધવાર ના દિવસે રોહીણી નક્ષત્ર મા જન્મ લેનાર પ્રભુ શ્રીકૃષ્ણ ૧૨૫ વર્ષ ૧ માસ અને ૫ દિવસ ની ઉમર ભોગવી.

શ્રીકૃષ્ણ ના મૃત્યુ બાદ કળિયુગ નો પ્રારંભ થયો. શ્રીકૃષ્ણ એ ૪૨૨૫ વર્ષ સુધી દ્વારિકા મા જીવન પસાર કર્યુ. શ્રીકૃષ્ણ ડાકોર મા વસતા બોડાણા ની ભક્તિ થી પ્રસન્ન થઈ ને ડાકોર આવી ને વસ્યા હતા એવી લોકવાયકા પ્રચલિત છે. દ્વારકા થી ડાકોર આવતી વેળા એ સીમલજ ગામ સમીપ પરોઢ ના સમયે કડવા લીમડા ની ડાળ તોડી દાતણ કર્યુ જે લીમડો હાલ મધુર બની ગયો છે. તેણે કડવાશ નો ગુણધર્મ ગુમાવી મધુરતા અપનાવી.

આ લીમડો હાલ ડાકોર થી ઉમરેઠ તરફ બિલેશ્વર મહાદેવ ની નજીક સ્થિત છે. આ ડાકોર ની શ્રી કૃષ્ણ ની પ્રતિમા ને દ્વારકા લઈ જવા ના ઘણા નિષ્ઠુર પ્રયત્નો કરવામા આવ્યા ઘણા પ્રપંચો રચવા મા આવ્યા. પરંતુ , હાલ પણ આ પ્રતિમા ડાકોર મા જ વસેલી છે.

એક લોકકથા મુજબ દ્વાપરયુગ મા શ્રીકૃષ્ણ ગોકુળ મા વસતા હતા ત્યારે એક ગ્વાલો તેમની સતત અવગણના કરતો પરંતુ , તેની પત્ની શ્રીકૃષ્ણ ની પરમ ભક્ત હતી. એક વખત આ ગ્વાલા ને તેની જાણ થઈ અને તેમનો શ્રીકૃષ્ણ યમુનાજી મા સમાઈ ગયા પરંતુ , આ ગ્વાલો પણ યમુના મા તેમની પાછળ કૂદયો જ્યા તેમને શ્રીકૃષ્ણ ના દિવ્ય દર્શન થયા અને તે પછી તેણે શ્રીકૃષ્ણ ની ક્ષમા માંગી.

શ્રીકૃષ્ણ એ તેમને આશીર્વાદ આપ્યો કે આવતા જન્મ મા તમે વિજયસિંહ તરીકે જન્મ લેશો અને તમારી પત્નિ સુધા ગંગાબાઈ તરીકે જન્મ લેશે અને તમારા બંને ના મોક્ષ નુ કારણ હુ બનીશ.આ આશીર્વચન મુજબ ડાકોર મા વિજયનંદ વિજયસિંહ ના રૂપ મા જન્મલે છે.

તેમની અટક બોડાણા ૧૬ વર્ષ થી લઈ ને ૭૨ વર્ષ ના સમય સુધી દરેક વર્ષે તેઓ તુલસી હાથ મા લઈ ને દ્વારકા ની સફર કરતા. આ ભક્તિ થી પ્રસન્ન થઈ ને શ્રીકૃષ્ણ વિક્રમ સંવત ૧૨૧૨ કારતક સુદ-૧ ના દિવસે દ્વારકા થી ડાકોર આવે છે. શ્રીકૃષ્ણ નુ દેવસ્થાન ડાકોર મા ગોમતી નદી ના તટ પર આવેલુ છે.

ડાકોર મા આવેલ આ ગોમતી તળાવ મા ગોમતી નદી નુ પાણી આવે છે. એવુ કહેવાય છે કે આ તળાવ નુ નિર્માણ મહાભારત કાળ મા થયેલુ છે. મહાભારત સમયે ડાકોર હિડંબા વન તરીકે ઓળખાતુ. આ વિસ્તાર મા અનેક જળાશયો સ્થિત થયેલા છે. આ જળાશય ની સમીપ એક ડંક મુનિ નો આશ્રમ હતો. આ મુનિ કુંડ ઋષિ ના ગુરૂભાઈ હતા.

ડંક મુનિ વડ ના વૃક્ષ નીચે ક્ઠીન તપશ્ચર્યા કરે છે. જેનાથી પ્રભુ મહાદેવ પ્રસન્ન થાયછે અને વરદાન માંગવા કહે છે ત્યારે ડંક મુનિ મહાદેવ ને આશ્રમ મા વસવા માટે કહે છે અને હાલ આ આશ્રમ મા મહાદેવ લિંગ સ્વરૂપે હાજરાહજૂર છે. ડંક મુનિ ના આશ્રમે એક વખત ભીમ અને શ્રીકૃષ્ણ પધારે છે.

ડંક મુનિ એ પોતાના આશ્રમ પાસે એક કુંડનુ નિર્માણ કર્યુ હતુ. આ કૂંડ નુ શિતળ જળ ગ્રહણ કરી ને શ્રીકૃષ્ણ અને ભીમ સંતુષ્ટ થઈ ગયા ભીમ ને થયુ કે આ કુંડ ને વિશાળ બનાવ્યુ છે માટે તેમણે આ કુંડ પર ગદા થી પ્રહારકર્યો જેથી તે કુંડ ૯૯૯ વિઘા મા ફેલાઈ ગયુ. આ ઉપરાંત શ્રીકૃષ્ણ એ ડંક મુનિ ને વરદાન આપ્યુ એટલે તેમણે પ્રભુ શિવ ની જેમ શ્રીકૃષ્ણ ને પણ અહી વસવા નુ કહ્યુ જેથી , પ્રભુ શ્રીકૃષ્ણ ડાકોર મા વસ્યા.

એ યુગ ના શુધ્ધ તથા પવિત્ર ગણાતા ગોમતી તળાવ ની હાલત હાલ ખૂબ જ દયનીય છે. ત્યા નુ જળ ખૂબ જ દુષિત થઈ ગયુ. હાલ આ તળાવ ની જાળવણી રાખવા મા આવતી નથી. આપણે પૂર્વે જેમ વાત કરીએ તેમ વિજયનંદ ડાકોર મા વિજયસિંહ બોડાણ ના નામે રાજપૂત કુળ મા જનમ્યો અને તેમના પત્નિ સુધા ગંગાબાઈ રૂપે અવતર્યા.

તેમનુ મન આધ્યાત્મ મા લીન હતુ. તે દર અષાઢી અગિયારસ ના રોજ દ્વારિકા જવા રવાના થાય છે. હાથ મા તુલસી નો કૂંડ લઈ ને. ૬૦ વર્ષ સુધી તેમણે આ નિયમ અનુસર્યો પરંતુ , સમય વીતતા તેમનુ શરીર સુકાવા લાગ્યુ. ૮૦ વર્ષ ની ઉંમરે આ યાત્રા ને પોતાની અંતિમ યાત્રા સમજી બોડાણા એ પ્રભુ ને પ્રાથના કરી ,‘હે પ્રભુ , આ યાત્રા મા તમારા અંતિમ દર્શન થઈ જાય ત્યાર બાદ હુ પરત નહી આવી શકુ ? તે માટે ક્ષમા કરજે.’

બોડાણા થી જેમ તેમ તે દ્વારિકા પહોચે છે જ્યારે તે દર્શન કરી પોઢે છે ત્યારે શ્રીકૃષ્ણ તેના સ્વપ્ન મા આવે છે ને કહે છે,‘ મારે તારી સાથે ડાકોર આવવુ છે. તુ મને લઈ જા.’ પ્રભુ ની આજ્ઞા મુજબ તે દ્વારિકા થી થી પ્રભુ ને ગાડા મા પધરાવી ડાકોર માટે રવાના થાય છે.

જ્યારે પરોઢે બ્રાહ્મણો આરતી માટે મંદિર ના દ્વાર ખોલે છે ત્યારે પ્રભુ ની પ્રતિમા અદ્રશ્ય દેખાય છે બધા ને આ બોડાણા પર શક જાય છે. મંદિર ના રખેવાળો બોડાણા ની શોધ મા નીકળી પડે છે. બોડાણા ઉમરેઠ ગામ પાસે પહોચે છે. અહી માર્ગ મા એક વાવ આવે છે ત્યારે શ્રીકૃષ્ણ પોતાની પ્રતિમા ને આ વાવ મા પધરાવી દેવા નુ કહે છે.

અહી ગુપ્તચરો બોડાણા ની આજુબાજુ ફરતા રહે છે કારણ કે પ્રતિમા ની ચોરી પાછળ બધા બોડાણા ને શંકા ની નજરે નિહાળતા હતા. ગુપ્તચરો દ્વારિકા પહોચે છે અને કહે છે પ્રતિમા બોડાણા જ ચોરી ગયો છે. દ્વારિકા થી બ્રાહ્મણો આવી ને બોડાણા પર આરોપ લગાવે છે તેણે જ અમારા મંદિર મા થી મૂર્તિ ચોરી છે.

બોડાણા એ પોતાની સાથે બનેલ સમગ્ર પ્રસંગ બ્રાહ્મણો ને જણાવ્યુ પરંતુ , બ્રાહ્મણો એ આ વાત માન્ય ના રાખી. બોડાણા ની પરીક્ષા લેતા તેઓ એક શર્ત મુકે છે જો તુ શ્રીકૃષ્ણ ની પ્રતિમા ની ભારોભાર સ્વર્ણ આપી દે તો અમે તારી વાત સાચી માનીએ. બધા ને ખ્યાલ હતો કે બોડાણા પાસે કઈ જ ના હતુ.

ગામ ના ચોક મા બધા એકત્રિત થયા છે. ત્રાજવા મંગાવાયા. એકબાજુ શ્રીકૃષ્ણ ની પ્રતિમા મૂકવા મા આવી , હવે બોડાણા ના પત્નિ પાસે એક સ્વર્ણ ની વાળી હતી તે ત્રાજવા ના બીજા છેડે રાખવા મા આવી. તમે આ ચમત્કાર જોઈ ને આશ્ચર્ય મા મુકાઈ જશો કે આ મામૂલી વાળી ની સામે પ્રતિમા નુ ત્રાજવુ નમતુ રહે છે પરંતુ , જ્યારે બોડાણા વાળી સાથે તુલસી ના પર્ણ ને મૂકે છે ત્યારે બંને ત્રાજવા સમાન થઈ જાય છે.

બ્રાહ્મણો આ સમગ્ર ઘટના થી નિરાશ થઈ જાય છે ત્યારે પ્રભુ શ્રીકૃષ્ણ કહે છે હુ એક પૂજા દરમિયાન દ્વારકા મા રહીશ અને એક પૂજા દરમિયાન બોડાણા મા રહીશ ડાકોર મા પ્રભુ શ્રીકૃષ્ણ ના દર્શન ૬:૪૫ થી બપોર ના ૧૨ વાગ્યા સુધી કરી શકો. ડાકોર મા જન્માષ્ટમી નો ફેસ્ટીવલ પણ ખૂબ જ ધામધૂમ થી ઉજવવા મા આવે છે. ડાકોર ના આ પ્રસિધ્ધ યાત્રાધામ મા પૂનમ ના દિવસે મેળો યોજાય છે. શ્રધ્ધાળુઓ દૂર-દૂર થી તેનો લાભ લેવા અહી આવે છે.

ડાકોર મા આ ઉપરાંત અન્ય ઘણા નિહાળવા લાયકસ્થળો પણ આવેલા છે.

લક્ષ્મિજી મંદિર , શ્રીજી બેઠક , શંકરાચાર્ય મઠ , સત્યનારાયણ મંદિર , દતાત્રેય મંદિર , નરસિંહ મંદિર , ગૌશાળા , ગાયત્રી મંદિર , શેઢી નદી , કમળ મંદિર , ડંકનાથ મહાદેવ મંદિર , બોડાણા ગંગાબાઈ મંદિર , શ્રીજી ચરણ , શ્રી મંગલ સેવા ધામ , બિલેશ્વર જૈન મંદિર , મોટા હનુમાન , ગોમતી ઘાટ , ગોમતી નૌકા વિહાર.

Source link —> mojemustram.posspooja.in

Share this :