તુલસીના પાન દ્વારા જાણી શકાય ભગવાનના આ સંકેતો વિશે

ધાર્મિક શાસ્ત્રોમાં તુલસીના પાનનું ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને ખૂબ જ પવિત્ર પણ માનવામાં આવે છે. ઘરમાં તુલસી વાવવા ખૂબ જ શુભ ગણાય છે અને આનાથી ઘરનું વાતાવરણ પણ પવિત્ર થાય છે. હિંદુ ધર્મ અનુસાર તુલસીને દરરોજ જળ અર્પણ કરવાથી દૈવીય કૃપા બની રહે છે અને વૈકુંઠની પ્રાપ્તિ પણ થાય છે.

ધાર્મિક કથન પ્રમાણે તુલસી માતાને માણસનો ઉદ્ધાર કરવા માટે ધરતી પર મોકલ્યા છે. તુલસી આયુર્વેદિક ઔષધ છે અને તુલસી લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે, પણ તુલસીને લઈને કેટલાક નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.તુલસીના છોડ વિશે જેટલું મહત્વ બતાવામાં આવે એટલું ઓછું છે. એવું માનવામાં આવ્યું છે કે તુલસીનો છોડ સ્વર્ગનો છોડ છે.

એવું તો ભાગ્યે જ કોઈક હશે જેઓના ઘરમાં તુલસીનો છોડ ન હોય. આ છોડ એક પવિત્ર છોડ છે. જો તમે તમારા ઘરમાં તુસલીનો છોડ લગાવો છો તો તમારા ઘરનું વાતાવરણ પણ પવિત્ર થઇ જાશે.હિન્દૂ ધર્મના આધારે તુલસીના છોડને માતા લક્ષ્મીનું રૂપ આપવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તેવા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. ક્યારેય પણ તેઓના જીવનમાં તેઓને ધનની ખોટ નથી આવતી. માનવામાં આવે છે કે તુલસીના છોડને માત્ર સ્પર્શ કરવાથી માણસ પવિત્ર થઇ જાય છે.

કહેવામાં આવે છે કે જે જગ્યા પર તુલસીનો છોડ રાખેલો હોય ત્યાં ભગવાનનો વાસ હોય છે. સાથે જ ઘરના આંગણામાં તુલસીના છોડને રાખવાથી દરેક નકારાત્મકતા દૂર થઈ જાય છે અને સકારાત્મકતાનો વાસ થાય છે. તુલસીના છોડ વિશેની અમુક મહત્વપૂર્ણ વાતો આપણા ધર્મ શાસ્ત્રોમાં બતાવામાં આવેલી છે, જેના વિશે ખુબ ઓછા લોકો જાણતા હશે.

ઘણા લોકો આ છોડ પોતાના ઘરમાં તો લગાવી લે પણ તેની સારી રીતે સંભાળ નથી કરી શકતા.સમય-સમય પર તેને પાણી નથી આપતા, જેને લીધે છોડ સુકાવા લાગે છે. તુલસીના પાન કાળા પડવા લાગે છે. તુલસીના છોડ સાથે જોડાયેલા અમુક ખાસ નિયમો પણ છે, જેનું પાલન દરેક વ્યક્તિએ કરવું જોઈએ.

તુલસીને ઘરમાં લગાવાની સાથે સાથે તેની સાર-સંભાળ પણ રાખવી જરૂરી છે. સારી રીતે સારસંભાળ ન રાખીએ તો તુલસી હેરાન થાય છે અને કેટલાક ખરાબ પરિણામ પણ આવી શકે છે. આવો જાણીએ તુલસીના કેટલાક નિયમ વિશે..

તુલસીથી જોડાયેલા છે આ નિયમો:

1. કહેવાય છે કે ભૂલથી પણ તુલસીને અગિયારસ, રવિવાર, સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણના દિવસે અડવું ન જોઈએ.આ સિવાય સૂર્યાસ્ત પછી તુલસીના પાન ન તોડવા જોઈએ.

2. દરરોજ સાંજે તુલસીના ક્યારા પાસે ઘી નો દીવો કરવો જોઈએ અને તુલસી મા ની આરતી પણ કરવી જોઈએ.

3. કોઈ કારણથી તુલસીના પાન સુકાઈ જાય તો ફેંકવાને બદલે નદીમાં પધરાવવા જોઈએ અને જો નવો છોડ વાવો છો તો તુલસી મા ની માફી માંગવી જોઈએ.

4. ઘરમાં સુકાયેલા તુલસી રાખવા અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં કોઈ સંકટ આવી શકે છે.

5. ધર્મ શાસ્ત્રો અનુસાર તુલસીના પાનને શિવજી અને ગણેશજીને અર્પણ ન કરવા જોઈએ.

6.તુલસીના પાનને ક્યારેય ચાવવા ન જોઈએ પણ તેને સીધે સીધા જ ગળે ઉતારી દેવા જોઈએ.તુલસીના પંનને ચાવીને ખાવા અશુભ માનવામા આવે છે.

7.તુલસીના છોડને પાણી આપવાના સમયે આ વિશેષ મંત્ર બોલવામાં આવે તો સમૃદ્ધિનું વરદાન અનેક ગણું વધી જાય છે. રોગ-શોક,બીમારી-વ્યાધિ વગેરેથી છુટકારો મળે છે.

મંત્ર-

महाप्रसाद जननी, सर्व सौभाग्यवर्धिनी

आधि व्याधि हरा नित्यं, तुलसी त्वं नमोस्तुते।।

8.આયુર્વેદિક સ્વરૂપે પણ તુલસીનો છોડ ખુબ જ ઉપીયોગી છે.જેમ જે શરદી-ઉધરસ માટે,દસ્ત થાવા પર,શ્વાશની દુર્ગંધને દૂર કરવા માટે, ઇજા થાવા પર, ચેહરાની ચમક માટે,કેન્સર જેવી બીમારીના ઈલાજ વગેરેમાં તુલસીના પાન ખુબ ફાયદેમંદ રહે છે.

Source link —> gujjurocks.in

Share this :