જાણો ભગવાન શિવનું દેવસ્થાન ત્ર્યંબકેશ્વરના ચમત્કારિક રહસ્યો અને પૌરાણિક કથા

મિત્રો , આપણો દેશ એ ધાર્મિક તથા આધ્યાત્મિક દેશ છે. આપણા દેશ નો કોઈપણ ખૂણો એવો નહી હોય કે જ્યા તમે દેવસ્થાન ના નિહાળો અને તેમા પણ ભોળાનાથ ના દેવસ્થાન તો તમને ઠેર-ઠેર જોવા મળશે. આજે આપણે જાણીશુ નાસિક થી ૨૮ કીલોમીટર ના અંતરે સ્થિત ત્ર્યંબકેશ્વર મંદિર વિશે જે અત્યંત પ્રાચીન છે.

આ દેવસ્થાન ને પ્રભુ ભોળાનાથ ના ૧૨ જ્યોતિર્લીંગ મા નુ એક ગણવા મા આવે છે. આ દેવસ્થાન ને ખુબ જ પવિત્ર ગણવા મા આવે છે. આ મંદિર ની વિશેષતા એ છે કે અહી નુ શિવલિંગ ત્રિમુખી છે. એક મુખ પ્રભુ બ્રહ્મા , એક મુખ પ્રભુ નારાયણ તથા ત્રીજુ મુખ સ્વયં મહાદેવ.

આ શિવલીંગ પર ચારેય તરફ હીરા થી સુશોભિત મુગટ ધારણ કરવા મા આવ્યો છે. એવી માન્યતા છે કે આ મુગટ પાંડવો ના સમયકાળ થી અહિયા છે. આ મુગટ મા સુશોભિત હિરા ખુબ જ મૂલ્યવાન છે. આ દેવસ્થાન પર આ મુગટ ના દર્શન માત્ર સોમવારે જ થઈ શકે છે. આ દેવસ્થાન બ્રહ્મગીરી પર્વત ની તળેટી પર આવેલુ છે.

ગોદાવરી નદી ના તટે સ્થિત આ મંદિર નુ નિર્માણ પથથરો દ્વારા થયુ હતુ. આ મંદિર નુ નિર્માણ ખુબ જ રહસ્યમયી રીતે થયુ હતુ. આ દેવસ્થાન કાલસર્પ શાંતિ , ત્રિપિંડી વિધી તથા નારાયણ નાગબલી જેવી અનેક પૂજાવિધી મા કરવા મા આવે છે. આ પૂજાવિધીઓ શ્રધ્ધાળુઓ દ્વારા અનેક મહેચ્છાઓ પુર્ણ કરવા માટે કરવા મા આવે છે.

આ પુરાતન દેવસ્થાનો નો જીર્ણોધ્ધાર ત્રીજા પેશ્વા બાલા સાહેબ એટલે કે નાના સાહેબ પેશ્વા એ કરાવ્યો હતો. ૧૭૫૫ ના વર્ષ થી જીર્ણોધ્ધાર ની શરૂઆત થઈ હતી જે ૧૭૮૬ મા પુર્ણ થઈ. લોકવાયકાઓ ને માનીએ તો આ મંદિર ના નિર્માણ નો ખર્ચ અંદાજિત ૧૬ લાખ રૂપીયા જેટલો થયો હતો.

આ ભવ્ય દેવસ્થાન ને સિંધુ-આર્યશૈલી ની કળા નો બેનમૂન નમૂનો ગણવા મા આવે છે. આ દેવસ્થાન ના અંદર ના ભાગ મા એક ગર્ભગૃહ પણ સ્થિત છે. આ ગર્ભગૃહ મા પ્રવેશતા તમને પ્રાચીન શિવલીંગ ના નેત્રો ના દર્શન થશે. જો તમે નિરખી ને જોશો તો તમને એક ઈંચ ના ત્રણ લિંગ દેખાશે. આ ત્રણેય ને બ્રહ્મા , વિષ્ણુ તથા શિવ નો અવતાર મનાય છે.

પરોઢ મા પૂજા-અર્ચન કર્યા બાદ શિવલીંગ પર પંચમુખી મુગટ ચઢાવવા મા આવે છે. આ દેવસ્થાન મા એક કુંડ પણ આવેલો છે જેને ‘કુશાવંત’તરીકે ઓળખવા મા આવે છે. આ કુંડ ગોદાવરી નદી ના સ્ત્રોત તરીકે ઓળખવા મા આવે છે. એક લોકવાયકા મુજબ ગોદાવરી નદી નુ પાણી વારંવાર લુપ્ત થઈ જતુ એટલે આ સમસ્યા નુ નિવારણ લાવવા માટે ગૌતમ ઋષિ એ કુશા ની સહાય થી ગોદાવરી ને બંધન મા બાંધી લીધી અને તેનુ જળ આ કુંડ મા નિરંતર વહેવા માંડયુ.

હાલ આ કુંડ મા ક્યારેય પાણિ નથી સુકાતુ તથા ઘણા લોકો કુંભ સ્નાન દરમિયાન આ કુંડ મા સ્નાન કરતા હોય છે. શિવપુરાણ મુજબ બ્રહ્મગીરી પર્વત ની ટોંચ સુધી પહોચવા માટે ૭૦૦ પગથીયા ચડવા પડે. આ પગથિયા ચડયા બાદ તમને રામકુંડ તથા લક્ષ્મણકુંડ પણ જોવા મળશે.આ શિખર પર પહોચી ને તમને ગૌમુખ ના દર્શન થશે.

આ ઉપરાંત ત્ર્યંબકેશ્વર મહાદેવ સાથે સંબંધિત પૌરાણિક વાતો વિશે જાણીએ. પુરાણો મુજબ એક વખત મહર્ષિ ગૌતમ ના આશ્રમ મા સ્થિત એક બ્રાહ્મણ ના પત્નિ કોઈ વાત ને લઈ ને ગૌતમ ઋષિ ના પત્નિ અહલ્યા થી ક્રોધિત થાય છે અને તે અન્ય સ્ત્રીઓ તથા તેના પતિ ને ગૌતમ ઋષિ નુ અપમાન કરવા માટે પ્રેરે છે.

આ મનશા પુર્ણ કરવા સર્વે પ્રભુ ગણપતિ ની સ્તુતિ કરે છે અને તેમની સ્તુતિ થી રાજી થઈ ને ગણપતિજી તેમને વરદાન માંગવા કહે છે. ત્યારે બધા ગણપતિજી પાસે ઋષિ ગૌતમ ને આશ્રમ મા થી બહાર કાઢવા ની ઈચ્છા દર્શાવે છે અને વરદાન આપવા બંધાયેલા ગણપતિજી ને તેમની ઈચ્છા પુર્ણ કરવી પડે છે.

આ ઈચ્છા પુર્ણ કરવા ગણપતિજી એક નિર્બળ ગૌમાતા નુ સ્વરૂપ ધારણ કરે છે અને ઋષિ ગૌતમ ના ખેતર મા જઈ પાક ચરવા લાગે છે. ગૌમાતા ને પાક ચરતા જોઈ ઋષિ ગૌતમ પાક નુ રક્ષણ કરવા માટે દંડો ઉગામે છે અને દંડા ના સ્પર્શ માત્ર થી ગૌમાતા મૃત્યુ પામે છે. આ જ વેળા એ સર્વે આશ્રમ ના લોકો ત્યા એકત્રિત થઈ જાય છે અને તેમને ગૌહત્યા નુ લાંછન લગાવે છે.

આ લાંછન ને દુર કરવા માટે ગૌતમ ઋષિ ને પૃથ્વિ નુ ત્રણ વખત પરિભ્રમણ કરવુ પડશે તથા ત્યારબાદ અહી આવી એક મહિના સુધી નિર્જળ વ્રત કરવા નુ રહેશે. ત્યાર બાદ બ્રહ્મગીરી ની ૧૦૧ વખત પરિક્રમા કરવી પડશે. જેથી તે પુનઃપવિત્ર થઈ જાય. ત્યારબાદ ગૌતમ ઋષિ પોતાની પત્નિ સાથે વન મા જઈ પ્રભુ શિવ ની સ્તુતિ કરવા માંડે છે.

આ સ્તુતિ થી રાજી થઈ ને પ્રભુ શિવ ગૌતમ ઋષિ ને પોતાની ઈચ્છા જણાવવા કહે છે. ત્યારે ગૌતમ ઋષિ સ્વયં ને ગૌહત્યા ના પાપ મા થી મુક્તિ મેળવવા ની ઈચ્છા દર્શાવે છે. ત્યારે પ્રભુ શિવ જણાવે છે કે તમે નિર્દોષ જ છો. ગૌહત્યા નુ લાંછન તમારા આશ્રમ ના સ્વજનો દ્વારા ચતુરાઈપુર્વક લગાવાયુ હતુ જેના બદલ તેમને કડી શિક્ષા મળશે.

ત્યારે ગૌતમ ઋષિ જણાવે છે કે , ના પ્રભુ એવુ ના કરશો તેમના આ કાર્ય બદલ જ હાલ મને તમારા દુર્લભ દર્શન પ્રાપ્ત થયા. એમને ક્ષમા કરશો તથા આપ અહી બિરાજશો. ત્યાર થી પ્રભુ શિવ અહી બિરાજયા. જેને ત્રંબક જ્યોતિર્લિંગ સ્વરૂપે આપણે સૌ પૂજીએ છીએ.

ત્ર્યંબકેશ્વર મંદિર થી જ્યારે પ્રભુ શિવ ને હિરાજડીત મુગટ થી સુશોભિત કરી શાહી સવારી કાઢવા મા આવે છે. આ દ્રશ્ય ખુબ જ રમણીય હોય છે. શિવરાત્રી તથા શ્રાવણ માસ ના સોમવારે તો અહી શ્રધ્ધાળુઓ ની ભીડ લાગેલી હોય છે. જો હવે તમે કયારેય પણ નાશિક તરફ જાવ તો આ ત્ર્યંબકેશ્વર મહાદેવ ના દર્શન કરવા નુ ચૂકશો નહી.

Source link —> mojemustram.posspooja.in

Share this :