જાણો એવા ફૂલ વિશે જે 14 વર્ષમાં એક જ વાર ખીલે છે જેના દર્શન માત્રથી દરેક મનોકામનાઓ થશે પૂર્ણ

પ્રકૃતિ સાથે જોડાયેલી દરેક વસ્તુ સુંદર હોય છે. ભલે તે નદી હોય કે તળાવ, ફૂલ હોય કે છોડ. આ બધી વસ્તુઓ ન ફક્ત આકર્ષક હોય છે પણ તે એવા ગુણો પણ ધરાવે છે, જે માનવ હિતમાં કામ આવે છે. એમાંથી અમુક તો સંપૂર્ણ રીતે દૈવીય શક્તિ વાળા માનવામાં આવે છે.

ઉદાહરણ તરીકે વૃક્ષોમાં પીપળા અને વડના ઝાડને ઈશ્વરીય શક્તિનું પ્રતીક માનવામાં આવ્યા છે. નદીઓમાં તો લગભગ બધી નદીઓ દૈવીય અસ્તિત્વ ધરાવે છે. એવામાં જો ફૂલોની વાત કરીએ તો એક ફૂલ એવું પણ છે, જેના વિષે ભલે ઓછા લોકો જાણતા હોય, પરંતુ તે એની અલૌકિક શક્તિને ઓછું નથી કરતું.

એ ફૂલનું નામ છે બ્રહ્મ કમળ. આજે અમે તમને આ લેખના માધ્યમથી બ્રહ્મ કમળ વિષે થોડી જાણકારી આપીશું. બ્રહ્મ કમળને સ્વયં સૃષ્ટિના રચયિતા બ્રહ્માજીનું પુષ્પ માનવામાં આવે છે. હિમાલયની ઊંચાઈઓ પર મળતું આ ફૂલ પોતાનું પૌરાણિક મહત્વ પણ રાખે છે. આ ફૂલના વિષયમાં એ માનવામાં આવે છે કે, તે મનુષ્યની ઈચ્છાઓને પુરી કરે છે. આ કમળ સફેદ રંગનું હોય છે, જે દેખાવમાં ઘણું આકર્ષક હોય છે. એનો ઉલ્લેખ ઘણી પૌરાણિક વાર્તાઓમાં પણ મળે છે.

બ્રહ્મ કમળ સાથે જોડાયેલી ઘણી બધી પૌરાણિક માન્યતાઓ છે. જેમાંથી એક માન્યતા અનુસાર જે કમળ પર સૃષ્ટિના રચયિતા બ્રહ્મા વિરાજમાન હોય છે તે જ બ્રહ્મ કમળ છે. એમાંથી જ સૃષ્ટિના રચયિતા બ્રહ્માની ઉત્પત્તિ થઇ હતી.

બીજી પૌરાણિક કથા અનુસાર જયારે પાંડવ જંગલમાં વનવાસ કરી રહ્યા હતા, ત્યારે દ્રૌપદી પણ એમની સાથે ગઈ હતી. દ્રૌપદી કૌરવો દ્વારા થયેલા પોતાના અપમાનને ભૂલી શકી ન હતી. સાથે જ જંગલની યાતનાઓ પણ માનસિક એમને કષ્ટ પ્રદાન કરી રહી હતી.

પણ જયારે એમણે પાણીની લહેરમાં વહેતા એક સોનેરી કમળને જોયું તો એમના દરેક દુઃખ એક અલગ જ ખુશીમાં પરિવર્તિત થઇ ગયા. એમને એક અલગ જ આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થયો. દ્રૌપદીએ પોતાના સૌથી વધારે સમર્પિત પતિ યુધિષ્ઠિરને એ સોનેરી ફૂલ શોધવા માટે મોકલ્યા. એ ફૂલની શોધ દરમ્યાન ભીમની મુલાકાત હનુમાનજી સાથે થઇ હતી.

આ કમળ સાથે સંબંધિત એક ઘણી પ્રચલિત માન્યતા એ છે કે, જે પણ વ્યક્તિ આ ફૂલને જોઈ લે છે, એની દરેક ઈચ્છા પુરી થાય છે. આ ફૂલને ખીલતા જોવું પણ સરળ નથી. કારણ કે એ મોડી રાત્રે ખીલે છે, અને ફક્ત થોડા કલાકો માટે જ રહે છે. આ ફૂલ 14 વર્ષમાં એક વાર જ ખીલે છે, જે કારણે એના દર્શન અત્યંત દુર્લભ છે.

Source link —> 4masti.com

Share this :