જાણો તુલસી પાણી તૈયાર કરવાની રીત અને તેને પીવાથી થતાં અઢળક ફાયદાઓ વિષે

તુલસી ને ભારતીય સંસ્કૃતિ તેમજ આયુર્વેદ મા શ્રેષ્ઠ માનવામા આવે છે. ભલે પછી તે વેદિક બાબત હોય કે ઔષધી ની બાબત. માનવ શરીર મા પ્રાણવાયું એટલે કે ઓક્સિજન ઓછું થવા ની ઘણી માઠી અસર માનવી ના સ્વાસ્થ્ય પર પડે છે. હાલ ના સમય મા માનવ દેહ મા પ્રાણવાયું ઘટવા નુ મોટું કારણ પ્રદુષણ ને માનવામા આવે છે. આ પ્રદુષણ ને લીધે શરીર મા પ્રાણવાયુ નુ પ્રમાણ ઘટતું હોય છે.

આ સિવાય પ્રાણવાયુ ઓછું થવા ને લીધે શરીર મા એલર્જી, માઇગ્રેન, ફેફસા નો ચેપ, ઉધરસ તેમજ આંખો ની રોશની મા નબળાઇ પણ પ્રદુષણ ને લીધે થાય છે. આ પ્રાણવાયુ મા થતો ઘટાડો નામીઅનામી અનેક રોગો ને નોતરે છે. આ માટે જ એક વાત નુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ કે આપણા શરીર મા પ્રાણવાયુ નિયંત્રિત રહે.

તો આ માટે આપણે આપણા દૈનિક આહાર મા એવી વસ્તુઓ નો સમાવેશ કરવો જોઈએ કે જે પ્રાણવાયુ ને નિયંત્રિત રાખે અને તેને ઘટવા ના દે અને તેના માટે અકસીર ઈલાજ છે તુલસી. આ પ્રદુષણ ની અસર થી શરીર મા ઘટતા પ્રાણવાયુ ને લીધે ઘણા રોગો થઇ શકે છે. આ પ્રદુષણ ને લીધે શ્વાસ લેવાતી ક્રિયા મા ફેફસા સુધી બીજા અન્ય સુક્ષ્મ કણ પણ પહોંચે છે કે જે ફેફસા પર માઠી અસર પાડે છે.

જયારે ફેફસા સારી રીતે કામ ન કરી શકે તો ધીરે-ધીરે શરીર મા બીજી ઘણી તકલીફો પણ જોવા મળે છે. પ્રાણવાયુ ઘટવા ને લીધે શરીર મા કાર્બન ડાઇઓક્સાઇડ નામક ગેસ નુ લેવલ વધવા લાગે છે. આ કાર્બન ડાઇઓક્સાઇડ ગેસ ને કાર્બોઓક્સિ હીમોગ્લોબિન તરીકે પણ ઓળખવામા આવે છે. જે અનેક રોગો નુ કારક માનવામા આવે છે. શરીર મા પ્રાણવાયુ નુ લેવલ ઘટતા થાક, ચામડી થી લગતી એલર્જી, આંખો મા બળતરા, શરદી-ઉધરસ તેમજ અસ્થમા જેવી તકલીફો થાય છે.

તુલસી ના સેવન થી થતા લાભો:

આ તુલસી નો છોડ આવી તમામ પ્રકાર ની બિમારીઓ માટે અસરકારક સાબિત થાય છે. આ તુલસી ના છોડ ને ઘર ના પટાંગણ મા રોપવા થી ઘર મા શુદ્ઘ હવા નુ પ્રસરે છે. આ પ્રદુષણ ના સ્તર ને ઓછુ કરવાનુ કાર્ય તુલસી નુ છોડ કરે છે. તો આ માટે તમારા ઘર મા તુલસી નો છોડ જરૂર થી રોપવો તેમજ તેના પાન ને આરોગવા. આ સિવાય આ છોડ ના પાન નુ પાણી પીવા થી પણ ઘણો લાભ પ્રાપ્ત થાય છે.

આ રીતે તૈયાર કરો તુલસી નુ પાણી:

આ પાણી તૈયાર કરવા માટે તુલસી ના ૧૦ થી ૧૨ તાજા પાન લઇ ને તેને સારી રીતે ધોઇ લેવા. ત્યારબાદ એક પાત્ર ત્રણ કપ પાણી લઇ આ પાન સાથે આદુ નો એક નાનો કટકો, બે કાળા મરી ઉમેરી આ મિશ્રણ ને સારી રીતે ઉકાળી લો. જયારે આ મિશ્રણ વાળું પાણી ઉકળી જાય અને બે કપ જેટલું પાણી વધે તો તેને ગાળી લેવું. આ પાણી તમારા શરીર ના ઇમ્યૂની સિસ્ટમ ને મજબૂત બનાવશે તેમજ શરીર મા ઓક્સિજન ના લેવલ મા પણ વધારો કરશે.

આ પાણી પીવા થી થશે અઢળક ફાયદા:

આ તુલસી ના પાણી ને રોજ પીવા થી ચામડી સાથે સંકળાયેલ તમામ તકલીફો દૂર થઇ જાય છે. આ સિવાય રક્ત નુ શુદ્ધિકરણ પણ આ પાણી દ્વાર થાય છે. ડાયાબિટીસ ના રોગીઓ માટે પણ આ પાણી અકસીર સાબિત થાય છે. આ સિવાય માઇગ્રેન થી લગતી તકલીફ માટે પણ આ પાણી નુ સેવન લાભદાયી સાબિત થાય છે.

Source link —> mojemustram.posspooja.in

Share this :