નવરાત્રિ પર રહેવાતા ઉપવાસમાં આ વસ્તુઓનો ચોક્કસ સમાવેશ કરવો જોઈએ

નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. ત્યારે માતાજીના ઘણા ભક્તો દ્વારા માતાજીની અનુષ્ઠન કરવાં માટે ઉપવાસ કરે છે. ઘણા ભક્તો તો પાણીનો પણ ત્યાગ કરે છે. પરંતુ આ પ્રકારનો ઉપવાસ કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેથી ઉપવાસ દરમિયાન એક ટાઈમ જમવું જ જોઈએ અને આ સાથોસાથ હેલ્થી ખોરાક લેવો જોઈએ.

આજના આ લેખમાં તમે વાંચશો કે ઉપવાસ દરમિયાન ક્યાં પ્રકારનો આહાર(ખોરાક) લેવો જોઈએ અને ઉપવાસ બાદ કઈ-કઈ બાબતની કાળજી રાખવી જોઈએ.

પ્રોટીન અને ફાયબર

પ્રોટીન અને ફાયબર યુક્ત ખોરાક વજન ઓછું કરવામાં મદદ કરે છે.દાડમ માં પ્રચૂર માત્રા માં ફાયબર હોય છે. દાડમ માં દહીં મિક્સ કરી લઈ શકાય છે.

તળેલો ખોરાક

નવરાત્રિના દિવસોમાં તળેલો ખોરાક વધું લેવામાં આવે છે.જો તમે તમારા શરીરમાંથી વધારાનો કચરો (ટોક્સિન) કાઢવા ઈચ્છો છો, તો તળેલા ખાધ્યો જેવા કે બટાકાની ચિપ્સ, વેફર, પુરી, ભજીયા જેવો ખોરાક લેવાનું ટાળો. ખાસ કરીને કોલેસ્ટોલવાળી (મેદસ્વી) વ્યક્તિઓએ ચરબીયુક્ત ખોરાક લેવાનું ટાળવું જોઈએ.

પાણી વધું પીવુ

‘વધુ પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે’ એવું આપણું જૂનું આયુર્વેદિક શાસ્ત્ર પણ કહે છે. સાદા પાણીની જગ્યાએ ફુદીનાવાળું પાણી, કાકડીનું પાણી પીવું વધુ યોગ્ય છે. તેના માટે 300 ml પાણીમાં 100 ગ્રામ કાકડીને આખી રાત પલાળીને રાખવી અને બીજે દિવસે સવારે એ પાણી પીવું. જેથી તમને પાણીમાં થોડો સ્વાદ પણ આવશે અને વારંવાર પાણી પીવાનો કંટાળો નહીં આવે. આ ઉપરાંત મિલ્કશેકની જગ્યાએ દહીં શેક પણ પી શકો છો.

સાબુદાણાની ખીચડી

ફરાળમાં લોકો સાબુદાણાની ખીચડી ખાવાનું વધુ પસંદ કરતાં હોય છે. તમારા શરીરને ડિટોકસ કરવા માટે સાબુદાણાની ખીચડી એક સમયના ભોજનમાં ખાય શકો છો.

ડ્રાયફ્રુટ

બદામ, અખરોટ, ખજૂર, અંજીર ખૂબ જ શકિત પ્રદાન કરે છે. સવારે 3 અંજીર ખાવાથી દિવસ ઉર્જામય રહે છે. રોજ ૪થી૫ ખજૂર અને ૨ બદામ ખાવાથી દિવસમાં આર્યનની માત્રા પણ જળવાય રહે છે. જે તમને હાઇકોલેસ્ટ્રોલ હોય તો કાજુ ન લેવા જોઈએ.

બીટ, ગાજરનું સૂપ

બીટનો સૂપ ઉપવાસમાં કેલ્શિયમની ખામી પુરી કરે છે. તેમજ ડિટોક્સ માટે પણ સારું છે. સલાડમાં કાકડી, ગાજર, મૂળા, લીંબુ વગેરેનો સમાવેશ કરી શકાય છે.

ગ્રીન-ટી

ગ્રીન-ટી કે બ્લેક-ટી પી શકાય છે તેમજ રાત્રે સૂતા પહેલાં ગરમ દૂધ અવશ્ય પીવું જોઈએ કારણ કે તે પ્રોટીનનો ખુબ જ મહત્ત્વનો સ્રોત છે.

ઉપવાસ બાદ આ બાબતનું ધ્યાન રાખવું..

જે લોકો માત્ર પાણી અને દૂધ પર ૯દિવસ ઉપવાસ કરે છે. તેમને ઉપવાસ છોડયાના બીજા દિવસેથી ભોજનમાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.

-શરૂઆતમાં મગનું પાણી પીવું જોઈએ.

-હળવા ખોરાકથી ભોજનની શરૂઆત કરવી જોઇએ.

-પેટ ભરીને ખાવું જોઈએ. જેટલી ભૂખ છે તેનાથી થોડો ઓછો ખોરાક લેવો.

-એક સાથે ભોજન લેવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. તેમજ ખોરાક પચવામાં મુશ્કેલ થાય છે. અકળામણ થાય છે. ખાસ કરીને એવો ખોરાક લેવો જે સરળતાથી પચી જાય તેવો હળવો ખોરાક લેવો.

Source link —> udaantimes.com

Share this :