જાણો જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન દ્વારકા પરત આવ્યા ત્યારે કુંતી માતાએ ભેટમાં દુખ શાં માટે માંગ્યું ?
જયારે મહાભારતનું યુદ્ધ પૂરું થઇ હતું, યુધિષ્ઠિરે જયારે હસ્તિનાપુરની રાજગાદી પોતાના હસ્તક સંભાળી લીધી હતી અને પરિસ્થિતિ એકદમ સામાન્ય બની ગઈ હતી. પછી એક દિવસ પાંડવોની ઈચ્છા ન હતી એવી પળ આવી કે જયારે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકા પાછા ફરી રહ્યા હતા, એ કારણથી પાંડવો એકદમ દુ:ખી હતા. પણ શ્રી કૃષ્ણને તો પાછું જવાનું જ હોય ને.
એટલે પાંડવો અને એમનો આખો પરિવાર શ્રીકૃષ્ણને નગરની સીમાડા સુધી વિદાય દેવા માટે ગયો. શ્રી કૃષ્ણ જઈ રહ્યા હતા તો બધાની આંખમાં આસું હતા. કોઈની ઈચ્છા શ્રીકૃષ્ણને જવા દેવાની ન હતી. ભગવાન શ્રી કૃષ્ણ એક એક કરીને એમ બધા જ સ્નેહીજનોને મળતા હતા. તો ભગવાન બધાને કોઈને કોઈ ભેટ આપતા હતા અને એમની પાસેથી વિદાય લઈ રહ્યા હતા. છેલ્લે તેઓ કુંતી માતા પાસે જાય છે.
તો ભગવાન કુંતી માતાને કીધું કે તમે મારી પાસે કંઈ માંગ્યું નથી તો હવે આજે કંઈક માંગો. મારે તમને કંઈક આપવાની ઈચ્છા છે. આ સાંભળીને કુંતીના આંખમાં તો આંસુ આવી ગયા. તો એમણે રડતા રડતા કીધું કે જો શ્રીકૃષ્ણ તુ મને કંઈ આપવા જ ઈચ્છે છે તો મને દુ:ખ આપ. મારે ઘણું બધું દુ:ખ જોઈએ છે. જયારે શ્રી કૃષ્ણએ આ સાંભળ્યું તો એ આશ્ચર્યમાં પડી ગયા.
તો શ્રીકૃષ્ણ એમને પૂછે છે કે કેમ તમારી એવી ઈચ્છા છે ? તો કુંતીએ જવાબ દીધું કે જયારે જીવનમાં દુ:ખ રહે છે તો તમારું સ્મરણ થાય છે અને એ દરેક ક્ષણમાં તારી યાદ આવે છે. સુખ હોય ત્યારે તો ક્યારેક ક્યારેક જ તારી યાદ આવતી હોય છે. જો દુ:ખ હોય તો તારી યાદ આવશે અને જયારે તારી યાદ મને આવશે તો તારી પૂજા અને પ્રાર્થના પણ હું કરી શકીશ.
આ પ્રસંગ છે એકદમ નાનો પણ આપણને સંદેશ ઘણો મોટો આપે છે. ઘણા લોકો તો એવા જ હોય છે કે જે ભગવાનને દુ:ખમાં જ યાદ કરે છે, પછી જયારે સ્થિતિ અનુકૂળ બની જાય તો એ વ્યક્તિ ભગવાનને એકદમ ભૂલી જ જાય છે.
Source link —> jobaka.in