જાણો અડી-કડી ની વાવ નો પૌરાણિક ઈતિહાસ

આજે અમે તમને ગુજરાતના જૂનાગઢમાં આવેલી એક વાવ વિષે જણાવવાના છીએ, જેનું નામ છે અડી-કડી વાવ. તમે ઘણા એવા કિસ્સા સાંભળ્યા હશે જેમાં માસુમ લોકોના જીવ ચાલ્યા જતા હોય છે. ઇતિહાસમાં એવા ઘણા બનાવો બન્યા છે, જેમાં નિર્દોષ લોકોનો જીવ જતો રહ્યો હોય. અને આજે અમે જૂનાગઢની ઐતિહાસિક વાવ અડી-કડીની વાત કરવાના છીએ એમાં પણ કઈંક એવું જ છે. આવો તમને વિસ્તારથી જણાવીએ.

તો આ વાત છે જૂનાગઢની, જૂનાગઢમાં સોલંકી રાજાશાહીના સમયે મૂળરાજ અને સિદ્ધરાજ જયસિંહ વચ્ચે ઉપરકોટ અને ખેંગાર વાવના મુદ્દા પર ઘર્ષણ થયું હતું. ત્યારબાદ ૧૫મી સદીમાં ચુડાસમા વંશના હાથમાં રાજાશાહી આવી ગઈ અને તેઓએ ઉપરકોટનું નવ-નિર્માણ કરાવ્યું હતું. અની સાથે સાથે તેમણે અડી-કડી વાવ અને નવઘણ કુવાનું પણ બાંધકામ શરુ કરાવ્યું હતું. મિત્રો, એક કહેવત અનુસાર એમ કહેવાય છે કે, ‘અડી કડી વાવ અને નવઘણ કુવો, જેના જૂએ તે જીવતો મૂઓ.’ અર્થાત જેણે પોતાના જીવનમાં આ બે જગ્યાની મુલાકાત ન લીધી એનું જીવન વ્યર્થ છે.

આજના આ લેખમાં અમે તમને એ અડી-કડી વાવના રહસ્યો વિશે જણાવવાના છીએ. આજે અમે તમને જણાવીશું કે એ વાવનું નામ અડીકડી કઈ રીતે પડ્યું? અમુક લોકો આ વાવ વિશે જાણતા હશે અથવા એની કથા વિશે પણ જાણતા હશે. અને જે નથી જાણતા એ આજે જાણી લેજો.

મિત્રો, અડી-કડી વાવની વિશેષતા એ છે કે, આ વાવનું સર્જન ફક્ત એક જ પથ્થરને કાપીને કરવામાં આવ્યું છે. આ વાવમાં કુલ 172 પગથિયાં છે અને વાવણી લંબાઇ 275 ફૂટ, ઊંડાઈ 150 ફૂટ છે. મળેલી જાણકારી અનુસાર આ વાવનું બાંધકામ 24 વર્ષો સુધી ચાલ્યું હતું. આ વાવની ઘણી વિશેષતા છે, અને એને લીધે ઘણા લોકો વાવ જોવા જાય છે. તે વાવમાં નીચે ઉતરવા માટેના પગથિયાનું પણ સર્જન કરવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે આ વાવના નામ સાથે બે દંતકથાઓ સંકળાયેલી છે. અને આ વાવ સાથે જોડાયેલી પહેલી દંતકથા અનુસાર જ્યારે, ૧૫મી સદીમાં આ વાવનું બાંધકામ પૂર્ણ થયું. બાંધકામ પછી રાજાએ તેમના સેવકોને આ વાવમાંથી પાણી સીંચવા આદેશ આપ્યો હતો. વાવમાં પાણી સિંચવા માટે ખુબ જ પ્રયત્ન કરવામાં આવ્યા પણ પાણી સિંચાઈ રહ્યું ન હતું. પછી રાજાએ એક જ્યોતિષને બોલાવ્યા અને તે જ્યોતિષે રાજાને જણાવ્યું કે, જ્યાં સુધી કોઈ બે કુંવારી કન્યાઓ એમનું બલિદાન નહિં આપે, ત્યાં સુધી આ વાવમાં પાણી નહિં આવે.

આ વાત જાણ્યા પછી છેવટે એતી અને કેતી નામની બે કન્યાઓએ પોતાનું બલિદાન આપ્યું અને પછી વાવમાં પાણી આવવા લાગ્યું, જેથી આ વાવનું નામ એતી-કેતીના નામ પરથી અડી-કડી વાવ એવું નામ પડ્યું. જણાવી દઈએ કે, ત્યાં એક તખ્તી છે એના કારણે આપણે વિચારમાં મુકાઇ શકીએ છીએ કે, એનું સાચું નામ ‘અડી ચડી વાવ’ છે કે ‘અડી કડી વાવ.’ પરતું આ વિશે કોઈ વધારે માહિતી મળી નથી.

મિત્રો, આ વાવ સાથે જોડાયેલી બીજી દંતકથા અનુસાર એ પણ જાણવા મળે છે કે, રાણકદેવીની બે દાસીઓ હતો. એમના નામ અડી અને કડી હતા. તે બંને જ આ વાવમાંથી પાણી સીંચવા માટે આવતી, અને એ પરથી પણ આ વાવનું નામ અડી-કડી વાવ પડ્યું. અને આજે પણ આ વાવની બાજુમાં આવેલા વૃક્ષ ઉપર અડીકડીની યાદમાં લોકો કપડા અને બંગડીઓ ટીંગાડે છે.

Source link —> khedu.in

Share this :