જાણો ધનતેરસ ની વ્રત વિધિ અને શુભ મુહૂર્ત વિશે

ધનતેરસનો તહેવાર નજીક આવી રહ્યો છે. દિપાવલીની શરૂઆત જ ધનતેરસથી થાય છે. ધનતેરસના દિવસે મહાલક્ષ્મી અને ધનકુબેરની પૂજા કરવામાં આવે છે. કુબેરના વરદાનથી ઘરમાં અપાર ધનનો ભંડાર આવે છે. ધનતરેસ પર કેટલાક વિશેષ ઉપાય કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. ધનતેરસ સાંજે પરિવાર સાથે મળીને મંગળકામના માટે યમ નામનો દીપક પ્રગટાવવામાં આવે છે.

ધનતેરસે વિભિન્ન ધાતુઓથી બનેલ વાસણ સોના, ચાંદી ખરીદવાને શુભ માનવામાં આવે છે. આ દિવસે ધાતુનો સામાન ખરીદવાથી શુભ થાય છે. એવી માન્યતા છે કે ધનતેરસ પર દિવસે કે સંધ્યાકાળમાં ખરીદી કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.

ધનતેરસ કારતકની કૃષ્ણ ત્રયોદશીએ મનાવવામાં આવે છે. જ્યોતિષ મુજબ ધનતેરસે શુભ મુહૂર્ત જોઈને કરેલી ખરીદી જીવનમાં અનેક ખુશીઓ અને સમૃદ્ધિ લઇને આવે છે. આ દિવસે વાસણથી લઇને ઘરેણાની ખરીદી કરવામાં આવે છે. જો આ દિવસે સારું મુહૂર્ત જોઈને પૂજા કરવામાં આવે તો ઘરમાં ધનવર્ષા થઇ શકે છે.માન્યતા છે કે આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન અમૃત કળશને લઈને ધનવંતરી પ્રગટ થયા હતા. બે દિવસ બાદ માં લક્ષ્મીનું પ્રાગટ્ય થયુ હતુ. આ જ કારણે દિવાળી પહેલા બે દિવસે ધનતેરસ મનાવવામાં આવે છે.

25/10/2019 શુક્રવાર
સાંજે 07.08થી રાત્રે 8.14 વાગ્યા સુધી.
પ્રદોષ કાળ સાંજે 5.39થી 8.14 સુધી.

સૌ પ્રથમ નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરો. ભગવાન ધનવંતરિની મૂર્તિ કે ચિત્ર ચોખ્ખા સ્થળ પર સ્થાપિત કરો અને સામે બેસી જાવ. ત્યારબાદ નીચેના મંત્રોનો જાપ કરીને ભગવાન ધંવનતરિની પૂજા કરો.

सत्यं च येन निरतं रोगं विधूतं,अन्वेषित च सविधिं आरोग्यमस्य।
गूढं निगूढं औषध्यरूपम्, धन्वन्तरिं च सततं प्रणमामि नित्यं।।

ત્યારબદ પૂજા સ્થળ પર આસન મૂકવાના ભાવથી ચોખા ચઢાવો, પાણી છોડો, ભગવાન ધન્વન્તરિના ચિત્ર પર અબીલ, ગુલાલ, અષ્ટગંધ વસ્ત્ર વગેરે ચઢાવો. ચાંદીનું પાત્ર હોય તો તેમા નહી તો અન્ય પાત્રમાં ખીરનો નૈવેદ્ય બતાવો. ફરી પાણી છોડો. ત્યારબાદ મુખવાસ તરીકે પાન, લવિંગ, સોપારી ચઢાવો. ભગવાન ધન્વન્તરિને વસ્ત્ર અર્પણ કરો. શંખપુષ્પી, તુલસી, બ્રાહ્મી વગેરે પૂજનીય ઔષધિયો પણ ભગવાનને ધન્વન્તરિને અર્પણ કરો. રોગમુક્તિ માટે ઈશ્વર આગળ આ મંત્રનો જાપ કરો

ऊँ रं रूद्र रोगनाशाय धन्वन्तर्ये फट्।।

ત્યારબાદ ભગવાન ધન્વન્તરિને નારિયળ અને દક્ષિણા અર્પણ કરો. પૂજના અંતમા કપૂરની આરતી કરો.

Source link —> sandesh.com /gujarati.webdunia.com

Share this :